બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Be careful if these symptoms appear in the toenails even by mistake

આરોગ્ય / ભૂલથી પણ પગના પંજામાં આ લક્ષણ દેખાય, તો સાવધાન! હોઇ શકે છે ગંભીર બીમારીઓનો સંકેત

Pooja Khunti

Last Updated: 10:35 AM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ વ્યક્તિના અંગૂઠા ઠંડા હોય તો તે નબળા રક્ત પરિભ્રમણને કારણે હોઈ શકે છે. જે ઘણી આંતરિક તબીબી પરિસ્થિતિઓને કારણે થઈ શકે છે.

  • અંગૂઠા અને નખમાં દેખાતા ચિહ્નો વિશે જાણો
  • પેરિફેરલ ન્યુરોપ નામની સ્થિતિ અંગૂઠામાં કળતરનું કારણ બની શકે છે
  • ડાયાબિટીસવાળા લોકોમાં આ ઘણીવાર થાય છે

મોટાભાગનાં લોકો માથાના દુ:ખાવાની કે પીઠના દુ:ખાવાની તાત્કાલિક સારવાર કરે છે પરંતુ જ્યારે પગના દુ:ખાવાની વાત આવે છે ત્યારે તેઓ મનમાં વિચારીએ છે કે 'આજે તો વધુ ચલાય ગયું' અને જ્યારે ખંજવાળ આવે તો વિચારે છે કે 'મે ગંદા મોજાં પહેર્યા હશે.' પરંતુ તે એવું નથી. પગ અને અંગૂઠામાં જોવા મળતી અસામાન્ય  વસ્તુઓ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. તાજેતરમાં જ એક નિષ્ણાતે કહ્યું છે કે તમારે તમારા અંગૂઠાને લગતી કોઈપણ સમસ્યા વિશે સાવચેત રહેવુ જોઈએ, નહીં તો તે ડાયાબિટીસ અથવા અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.  

અંગૂઠા અને નખમાં દેખાતા ચિહ્નો વિશે જાણો, જે તમારા સ્વાસ્થ્ય વિશે જણાવે છે

ઠંડા અંગૂઠા 
જો કોઈ વ્યક્તિના અંગૂઠા ઠંડા હોય તો તે નબળા રક્ત પરિભ્રમણને કારણે હોઈ શકે છે. જે ઘણી આંતરિક તબીબી પરિસ્થિતિઓને કારણે થઈ શકે છે. ડાયાબિટીસ, ધમનીની બિમારી, હૃદયની સમસ્યાઓ, લોહીના ગંઠાવા, થાઇરોઇડ અને સાંધાનાં દુ:ખાવા જેવી સમસ્યાઓને કારણે થઈ શકે છે. 

નખનો આકાર બદલાવો 
જો કોઈ વ્યક્તિના પગના નખનો આકાર બદલાઈ રહ્યો હોય તો તેના પર પણ ધ્યાન આપવું જોઈએ. જો તમારા પગના નખ વાંકાચૂંકા દેખાય છે, તો તે એનિમિયા, હાઈપોથાઇરોડીઝમ અથવા ઓટોઇમ્યુન ડિસઓર્ડરની નિશાની હોઈ શકે છે.

અંગૂઠામાં સોજો 
નબળા રક્ત પરિભ્રમણ અથવા લસિકા વિકૃતિઓ સહિત ક્ષતિગ્રસ્ત પરિભ્રમણ પ્રણાલીને કારણે અંગૂઠામાં સોજો આવે છે. તે ફંગલ ઇન્ફેક્શન, ઇજા, સૉરાયિસસ અને સાંધાના દુ:ખાવા દ્વારા ઉશ્કેરવામાં આવી શકે છે. સોજો આવવાના અન્ય કારણોમાં એક જ સ્થિતિમાં ખૂબ લાંબો સમય ઊભા રહેવું, ફિટિંગના જૂતા ન પહેરવા, વધારે વજન અને ડિહાઇડ્રેટેડ હોવાનો સમાવેશ થાય છે. 

વાંચવા જેવું: કોલેસ્ટ્રોલથી છો પરેશાન? તો છોડો ચિંતા, આજથી જ ડાયટમાં શરૂ કરો આ લાલ શાકભાજી

અંગૂઠામાં કળતર
પેરિફેરલ ન્યુરોપ નામની સ્થિતિ અંગૂઠામાં કળતરનું કારણ બની શકે છે. ડાયાબિટીસવાળા લોકોમાં આ ઘણીવાર થાય છે અને તેના પરિણામે પગ અને હાથની સંવેદના સંપૂર્ણ ખતમ થઈ જાય છે. 

ફંગલ ઇન્ફેક્શન
નખમાં થતાં ફંગલ ઇન્ફેક્શન વિશે ત્યાં સુધી જાણ નથી થતી જ્યાં સુધી તેના લક્ષણો વધુ સ્પષ્ટ ન થાય. ઇન્ફેક્શન સાથે નખની નીચે સફેદ-પીળા ફોલ્લીઓ અથવા પટ્ટાઓ નખને બરડ બનાવે છે. આ ફંગલ ઇન્ફેક્શનનું કારણ હોઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ