બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Barobar deal of government grain in Porbandar 1.18 crores 'cut' in this way

કાર્યવાહી / પોરબંદરમાં સરકારી અનાજનો બારોબાર સોદો આવી રીતે કરી 1.18 કરોડની 'કટકી'

Vishal Khamar

Last Updated: 03:49 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરીબોનું અનાજ ચાઉ કરવાના કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે વર્ષ 2023 માં અનાજ કૌભાંડ બહાર આવ્યું હતું. જે બાદ ગાંધીનગર પુરવઠા વિભાગ દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું. ઓડિટ બાદ ગેરરીતી બહાર આવતા જીલ્લા પુરવઠા અધિકારીએ કૌભાંડીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોરબંદર જીલ્લામા વધુ એક અનાજ કૌભાંડ સામે આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.સરકાર દ્રારા ગરીબોને આપવામા આવતુ અનાજ બારોબાર વહેંચી મારવામા આવ્યુ છે સરકારી ઓડીટ દરમ્યાન આ હકિકત બહાર આવતા જીલ્લા પુરવઠા અધિકારીએ ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર અને ડોરસ્ટેપ ડીલેવરી ઈજારદારે સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

પોરબંદર જીલ્લાના રાણાવાવ સરકારી ગોડઉનમાંથી વર્ષ 2023મા અનાજ કૌભાંડ બહાર આવ્યુ ત્યારે ગાંધીનગર પુરવઠા વિભાગ દ્રારા પોરબંદર જીલ્લામા આવેલા ત્રણ ગોડાઉનમા ઓડિટ કરવામા આવ્યુ હતુ તે દરમ્યાન પોરબંદર નજીક આવેલા દેગામ ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી વર્ષ 2019થી 2023 દરમ્યાન ઘઉં, ચોખા, ખાડં , ચણા તથા ર્સિંગતેલનો જથ્થો બારોબાર વહેચી નાંખ્યો હોવાનુ બહાર આવ્યુ હતુ જેની કિંમત ૧,૧૮,૧૫,૭૧૯/- જેવી થવા જાઇ છે આ અંગે પોરબંદર જીલ્લા પુરવઠા અધિકારી હેતલબેન જોષીએ ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર નિરવ પંડાયા અને  ડોરસ્ટેપ ડીલેવરી ઈજારદાર હાથિયાભાઇ ખુંટી સામે બગવદર પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી છે.

 હેતલ જોષી (જીલ્લા પુરવઠા અધિકારી-પોરબંદર)

પોરબંદર જીલ્લામા ગરીબોના અનાજનો જથ્થો બારોબાર વહેંચી નાંખવાના કૌભાંડમા પોલીસે તપાસ હાથ ધરી છે અને આ અંગેની તપાસ એલસીબીને સોંપવામા આવી છે આ અનાજ કૌભાંડમા ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર અને ડોરસ્ટેપ ડીલેવરી ઈજારદાર સામે  ફરીયાદ નોંધવામા આવી છે તેમ છતાં આ કૌભાંડમા અન્ય કેટલા લોકોની સંડવોણી છે. તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

 સુરજી મહિડુ  (ગ્રામ્ય ડીવાયએસપી-પોરબંદર)

વધુ વાંચોઃ વલસાડ કોંગ્રેસમાંથી મોટી વિકેટ ખરી, વારલી સમાજ પર હતી પકડ, બીજી બાજુ નારણ રાઠવા કોંગ્રેસ પર બગડ્યા

પોરબંદર જીલ્લામા ઘણા લાંબા સમયથી અન્નાજ કૌભાંડ ચાલી રહ્યુ હતુ અને સરકારી ઓડીટ દરમ્યાન સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ છે આ અનાજ કોણે વહેંચવામા આવ્યુ છે .તેને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ