બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Banking chrisis: up to 36000 jobs may go in ubs credit suisse merger know the details

બેંકિંગ સંકટ / બેંકના મર્જરથી આ દેશમાં મચી શકે છે હાહાકાર, 36000 કર્મીઓની નોકરી પર લટકતી તલવાર!

Bijal Vyas

Last Updated: 10:54 AM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banking chrisis: સંકટમાં ફંસાયેલી સ્વિટ્ઝર્લેન્ડની સૌથી મોટી બેંકોમાંની એક ક્રેડિટ સુઈસ UBS સાથે મર્જ થવા જઈ રહી છે, ડૂબતી બેંકને બચાવવા માટે લેવાયો આ નિર્ણય..વાંચો વિગત

  • સ્વિસ સરકારે 19 માર્ચે ક્રેડિટ સુઈસના ટેકઓવરની વ્યવસ્થા કરી
  • બેંક મેનેજમેન્ટ કર્મચારીઓની સંખ્યામાં 20 થી 30 ટકાનો ઘટાડો કરી શકે છે
  • સ્વિટ્ઝર્લેન્ડમાં 11,000 કર્મચારીઓની નોકરીઓ જઇ શકે છે

Banking chrisis:અમેરિકા અને યુરોપનું બેંકિંગ સંકટ કેટલું મોટું સ્વરૂપ લેશે તે અંગે હજુ સુધી સંપૂર્ણપણે કોઇ સ્પષ્ટ માહિતી મળી નથી. પરંતુ સંકટમાં ફંસાયેલી સ્વિટ્ઝર્લેન્ડની સૌથી મોટી બેંકોમાંની એક ક્રેડિટ સુઈસ UBS સાથે મર્જ થવા જઈ રહી છે. બેંકને ડૂબતી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પરંતુ મર્જર પછી હજારો કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે. એક રિપોર્ટમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 19 માર્ચે UBS સાથે ક્રેડિટ સુઈસના મર્જરની ખબર આવી હતી. અમેરિકામાં સિલિકોન વેલી બેંકના પતન પછી વૈશ્વિક નાણાકીય મંદીને રોકવા માટે સ્વિસ સરકારે 19 માર્ચે ક્રેડિટ સુઈસના ટેકઓવરની વ્યવસ્થા કરી હતી.

Tag | VTV Gujarati

30 ટકા સુધી થઇ શકે છે કપાત
એક અખબારે ઇન્ટરનલ સોર્સ દ્વારા કહ્યું છે કે, બેંક મેનેજમેન્ટ કર્મચારીઓની સંખ્યામાં 20 થી 30 ટકાનો ઘટાડો કરી શકે છે. એટલે કે 25,000 થી 36,000 કર્મચારીઓની નોકરી જોખમમાં છે. સાપ્તાહિક અનુસાર, એકલા સ્વિટ્ઝર્લેન્ડમાં 11,000 કર્મચારીઓની નોકરીઓ જઇ શકે છે. જો કે હજુ સુધી એ બહાર આવ્યું નથી કે ક્યા હોદ્દા પર કામ કરતા કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે.

બેંકોના મર્જરમાં ભારે જોખમ
મર્જર પહેલા UBS અને ક્રેડિટ સુઈસમાં કર્મચારીઓની સંખ્યા 72,000 અને 50,000 થી વધુ છે. UBS અને ક્રેડિટ સુઈસએ સ્વિટ્ઝર્લૅન્ડની મહત્ત્વની બેંકોમાંની એક છે. તેમને ગ્લોબલ સિસ્ટમેટિકલી ઈમ્પોર્ટન્ટ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશન (G-SIFI)ની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. એટલે કે આ બેંકો વૈશ્વિક અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણે તેમને ડૂબવા દેવામાં આવશે નહીં. UBSના ચેરમેન કોલમ કેલેહરે કહ્યું હતું કે, આ બિઝનેસને એકીકૃત કરવામાં મોટું જોખમ છે.

Topic | VTV Gujarati

સંકટ બાદ અધિગ્રહણનું એલાન
ક્રેડિટ સુઈસ પર સંકટ ત્યારે વધી ગયું જ્યારે જૂથના સૌથી મોટા રોકાણકાર સાઉદી નેશનલ બેંકના ચેરમેને કહ્યું કે, તેઓ ક્રેડિટ સુઈસમાં વધુ રોકાણ કરશે નહીં. આ જાહેરાત બાદ યુરોપિયન માર્કેટમાં બેન્કિંગ શેરમાં ઝડપી વેચવાની શરૂ થઈ ગઈ છે. આ પછી, સ્વિસ નેશનલ બેંક ક્રેડિટ સુઈસની ડિપોઝિટ કટોકટી ટાળવામાં લાગી ગઇ છે.

સ્વિસ નેશનલ બેંકે ક્રેડિટ સુઈસને 54 બિલિયનની લોન આપવાની જાહેરાત કરી હતી. આ પછી ખબર આવી કે યુનિયન બેંક ઓફ સ્વિટ્ઝર્લેન્ડ (USB) ક્રેડિટ સુઈસને હસ્તગત કરશે. યુએસબીએ તેની બેલઆઉટ પ્રક્રિયાના ભાગરૂપે બેંકને ટેકઓવર કરવાનો નિર્ણય લીધો છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ