બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Bank of Baroda UP: Termites eat 18 lakh rupees of a customer from the bank locker room

ઉત્તરપ્રદેશ / બેન્ક લોકરના નિયમ જાણી લેજો, દીકરીના લગ્ન માટે ઘરેણાં સાથે બેન્ક લૉકરમાં મૂક્યા હતા 18 લાખ, મળી ધૂળ, બન્યું ચોંકાવનારું

Vaidehi

Last Updated: 04:58 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank of Barodaની એકાઉન્ટ હોલ્ડર અલ્કા પાઠકે જણાવ્યું કે તેમને ખબર નહોતી કે લોકરમાં પૈસા ન રાખી શકાય. તેમણે પોતે લોકરમાં ઘરેણાં સાથે 18 લાખ રૂપિયા રાખી દીધાં હતાં. હવે જ્યારે સોમવારે તેમને KYC માટે બોલાવવામાં આવ્યું ત્યારે તેમને ખબર પડી કે તમામ પૈસા પર ઉધઈ લાગી ગઈ છે.

  • યૂપી મુરાદાબાદની બેંક ઓફ બરોડાની ઘટના
  • એક બ્રાંચનાં લોકરમાં ગ્રાહકે રાખ્યાં હતાં રોકડ પૈસા
  • લોકર સ્થિત 18 લાખ રૂપિયા ઉધઈ ચટ કરી ગઈ!

મુરાદાબાદ સ્થિત બેંક ઓફ બરોડાની એક બ્રાંચમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બેંકનાં લોકરમાં ઘણાં સમયથી એક ગ્રાહકનાં 18 લાખ રૂપિયા પડ્યાં હતાં જે નોટોને ઉધઈ ખાઈ ગઈ! લોકરમાં કેશ અને ઘરેણાં રાખનારી મહિલા કસ્ટમરે જોયું તો ઉધઈ તમામ નોટોને ચટ કરી ગઈ હતી. આ બાદ તેણે બ્રાંચ મેનેજર સાથે વાત કરી હતી.

નાની દીકરીનાં લગ્ન માટે ભેગા કર્યાં હતાં પૈસા
ગ્રાહક અલ્કા પાઠકે પોતાની નાની દીકરીનાં લગ્ન માટે ઘરેણાં અને 18 લાખ રૂપિયા ગતવર્ષે ઓક્ટોબર મહિનામાં બેંક ઓફ બરોડાની રામગંગા વિહાર શાખાનાં લોકરમાં રાખી દીધાં હતાં. આ વચ્ચે બેંક સ્ટાફે અલ્કાને એગ્રીમેન્ટ રિન્યૂઅલ અને KYC માટે માટે બોલાવ્યું હતું. અલ્કા પાઠક સોમવારે બેંક પહોંચી અને લોકર ખોલીને જોયું તો ઉધઈ તેમની તમામ જમા પૂંજી ચટ કરી ગઈ હતી.

નહોતી ખબર કે લોકરમાં પૈસા ન રાખી શકાય..
અલ્કા પાઠકે જણાવ્યું કે તેમને એ વાતની નહોતી ખબર કે લોકરમાં પૈસા ન રાખી શકાય. તેમણે પોતે લોકરમાં ઘરેણાંની સાથે 18 લાખ રૂપિયા રોકડ એક થેલીમાં બાંધીને રાખ્યાં હતાં. હવે જ્યારે સોમવારે તેમને KYC કરાવવા બોલાવવામાં આવ્યું ત્યારે ઉધઈની ખબર પડી. બેંકનાં બ્રાંચ મેનેજરે મહિલા કસ્ટમરને કહ્યું કે આ મામલાની તપાસની રિપોર્ટ આગળ મોકલવામાં આવી છે. રિપોર્ટ આવ્યાં બાદ જ કોઈ જાણકારી આપી શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ