બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Baby, I'll fast for you for 9 days... Mahathug Sukesh again writes love letter to Jacqueline from jail

ગપશપ / બેબી, હું તારા માટે 9 દિવસ ઉપવાસ કરીશ... મહાઠગ સુકેશે ફરી જેલમાંથી જ જેક્લીનને લખ્યો લવલેટર

Megha

Last Updated: 04:20 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુકેશે ફરી  જેલમાંથી પત્ર લખ્યો, 15 ઓક્ટોબરથી જેક્લીન માટે નવ દિવસનો નવરાત્રિ ઉપવાસ રાખશે. આ સાથે નવમીના દિવસે વૈષ્ણો દેવી અને મહાકાલના દરબારમાં વિશેષ પૂજા પણ કરાવશે.

  • જેક્લીન ફર્નાન્ડીસ  જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરને કારણે ચર્ચામાં છે
  • જેક્લીન માટે નવ દિવસનો નવરાત્રિ ઉપવાસ રાખશે સુકેશ 
  • નવમીના દિવસે વૈષ્ણો દેવી અને મહાકાલના દરબારમાં વિશેષ પૂજા કરશે 

બોલિવૂડની અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસ ઘણા સમયથી જેલમાં બંધ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરને કારણે ચર્ચામાં છે. જેલમાં બેસીને સુકેશ ઘણીવાર જેક્લીનને પ્રેમ પત્રો લખે છે, જે તેના વકીલ દ્વારા બહાર કરવામાં આવે છે. હવે ફરી એકવાર સુકેશે જેક્લીન માટે એક પત્ર લખ્યો છે, જેમાં સુકેશે કહ્યું છે કે તે 15 ઓક્ટોબરથી જેક્લીન માટે નવ દિવસનો નવરાત્રિ ઉપવાસ રાખશે. આ સાથે નવમીના દિવસે વૈષ્ણો દેવી અને મહાકાલના દરબારમાં વિશેષ પૂજા કરવાની વાત પણ કરી છે. ચાલો તમને જણાવીએ કે આ પત્રમાં બીજું શું લખ્યું છે?

મને મારો ડ્રીમ બોય મળી ગયો છે', સુકેશ ચંદ્રશેખર સાથે લગ્ન કરવાની હતી  જેકલીન, બતાવ્યો સપનાનો રાજકુમાર | jacqueline fernandez wants to marry  sukesh chandrashekhar nora ...

જેક્લીન માટે નવ દિવસનો નવરાત્રિ ઉપવાસ રાખશે સુકેશ 
જેલમાં બંધ સુકેશ દ્વારા લખાયેલો પત્ર તેના વકીલ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તેણે લખ્યું હતું કે, "મારી ટાઈગ્રેસ બેબી જેક્લીન, દોહા શો દરમિયાન તું સુપર હોટ અને ખૂબ જ સુંદર લાગી રહી હતી. બેબી, તારાથી વધુ સુંદર કોઈ નથી, મારા બોમ્મા. આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે. આ દરમિયાન હું નવ દિવસ ઉપવાસ કરવા જઈ રહ્યો છું. માતા બધું ઠીક કરશે અને અમે ટૂંક સમયમાં એકબીજાની સાથે રહીશું, પછી ભલે ગમે તે થાય અને હંમેશા સાથે રહીશું."

સુકેશ ચંદ્રશેખર નવમા દિવસે પૂજા કરાવશે
સુકેશે આ પત્રમાં આગળ લખ્યું - "બેબી, 9માં દિવસે હું તમારા અને મારા માટે માતા વૈષ્ણો દેવી મંદિર અને મહાકાલેશ્વર મંદિરમાં એક વિશેષ પૂજા આરતીનું આયોજન કરી રહ્યો છું. અમે અમારા અંતિમ શ્વાસ સુધી એકબીજા સાથે હસતા રહીશું અને આપણા બંને પર હસવા વાલા અને ટીકાકારોને બતાવીશું કે તેઓ બધા ખોટા હતા. વિજય આપણો જ થશે અને તે ખૂબ જ જલ્દી થશે. હવે વિશ્વ આ વિજય ટૂંક સમયમાં જોશે.

રૂ.200 કરોડના કેસમાં જેક્લીન પહોંચી દિલ્હી: કેટલા ગિફ્ટ ક્યાંથી લીધા? પોલીસ  પૂછશે આકરા સવાલ | jacqueline fernandez was called for sukesh chnadrashekhar  money laundring case

સુકેશે જેક્લીન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો
આ પત્રમાં સુકેશે જેક્લીન પ્રત્યેના પ્રેમને વધુ વ્યક્ત કર્યો છે. સુકેશે લખ્યું- "અમારી પર લાગેલા તમામ આરોપો જલ્દી ખોટા સાબિત થશે.બેબી તારે કંઈપણ ચિંતા કરવાની જરૂર નથી. હું તમને મદદ કરવા અને રક્ષણ કરવા અહીં છું, હું હંમેશા તમારા માટે ઉભો છું. હું જાણું છું કે તું મને કેટલો પ્રેમ કરે છે અને તું એ પણ જાણે છે કે હું તારા માટે જીવું છું અને તારા માટે કંઈ પણ કરી શકું છું.'

શું છે સુકેશ અને જેકલીનની વાર્તા?
જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખર 200 કરોડ રૂપિયાના મની-લોન્ડરિંગ કેસમાં જેલમાં છે, જેમાં જેક્લીન પણ આરોપી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અભિનેત્રીની અનેકવાર પૂછપરછ કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, આ પૂછપરછ દરમિયાન જેક્લિને કબૂલાત કરી છે કે તે સુકેશને પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તેને મની લોન્ડરિંગ વિશે કંઈ ખબર નહોતી. નોંધનીય છે કે આ મામલો સામે આવ્યો તે પહેલા જ જેક્લીન અને સુકેશના પ્રાઈવેટ ફોટો સોશિયલ મીડિયા પર લીક થયા હતા, જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ