બાડમેરમાં એક ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોતાના સંબોધનમાં બાબા સામદેવે વિવાદિત નિવેદન આપ્યું હતું.
યોગગુરુ બાબા રામદેવ વિવાદમાં સપડાયા
મુસ્લિમ સમાજ વિરુદ્ધ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ઉઠ્યો વિરોધનો સુર
ટોંક કલેક્ટ્રેટમાં મુસ્લિમ સમાજ તેમજ વકીલ આલમે બાબા રામદેવનો કર્યો વિરોધ
રાજસ્થાન પ્રવાસ દરમિયાન મુસ્લિમ સમાજ વિરુદ્ધ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ યોગગુરુ બાબા રામદેવ વિવાદમાં સપડાયા છે. બાબા રામદેવે બાડમેરમાં ધર્મસભા દરમિયાન વિશેષ ધર્મ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને પગલે રાજ્યમાં ઠેકઠેકાણે બાબા રામદેવ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા છે. વધુમા ટોંક કલેક્ટ્રેટમાં મુસ્લિમ સમાજ તેમજ વકીલ આલમે બાબા રામદેવનો વિરોધ કર્યો હતો અને કોતવાલી પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે. એટલુ જ નહીં રાજ્યના લઘુમતી આયોગે પણ આ ટિપ્પણીને પગલે નારાજગી દર્શાવી છે.આ દરમિયાન લોકોએ ટોકના કોતવાલી મથકમાં બાબ રામદેવ વિરુષ નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આવેદન પત્ર આપીને કાર્યવાહીની માંગ ઉઠાવી હતી.
મહત્વનું છે કે બાડમેરમાં એક ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોતાના સંબોધનમાં બાબા રામદેવે કહ્યું હતું કે ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો વધી રહ્યા છે. વધુમાં કહ્યું કે 'ઈસ્લામ ધર્મનો અર્થ માત્ર નમાઝ અદા કરવી છે. મુસ્લિમો માટે જ નમાઝ અદા કરવી જરૂરી હોવાનુ કહી નમાઝ અદા કર્યા પછી જે પણ કરો બધું જ બરાબર છે. જેમાં તમે હિંદુ છોકરીઓને ઉપાડો, કે જેહાદના નામે આતંકવાદી બનીને જે મનમાં આવે એ કરો પરંતુ દિવસભારમાં 5 વખત નમાઝ વાંચો. આ નિવેદનને લઈને વિવાદ ઉઠયો છે.
કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને કહ્યું...
આ મામલે રાજસ્થાન લઘુમતી આયોગના અધ્યક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને નિવેદન આપી આ મામલાને ગંભીર જણાવ્યો છે. તેમણે કહ્યું કે બાબા રામદેવની કંપની સરકારના આશીર્વાદથી વિકાસ કરી રહી છે. એટલું જ નહીં તેમણે આરોપ લગાવતા કહ્યું કે બાબા રામદેવને રાજસ્થાનમાં જાતિવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા છે. અને ષડયંત્ર હેઠળ રાજસ્થાન આવ્યા હતા.વધુમાં કોઈ ધર્મ દુશ્મનાવટ ન શીખવતો હોવાનું કહી બાબા રામદેવ સામે કાર્યવાહીની માંગ ઉઠાવી છે.