બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Baba Bageshwar apologies for slur on Sant Tukaram, Video

નિવેદન / 'હું માફી માગું છું..' બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી એવું તો શું બોલ્યા કે વાત બે હાથ જોડાવા પર આવી? નિવેદન પર વિવાદનો વંટોળ

Vaidehi

Last Updated: 06:14 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાબા બાગેશ્વરનાં નામે પ્રખ્યાત ધાર્મિક ઉપદેશક આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ બુધવારે સંત તુકારામ પર પોતાની કથિત ટિપ્પણીને લઈને માફી માંગી છે. તેમની વિવાદસ્પદ ટિપ્પણીથી મહારાષ્ટ્રમાં વારકરી સમુદાયનો મોટોવર્ગ નારાજ થઈ ગયો હતો.

  • બાબા બાગેશ્વરે પોતાની વિવાદસ્પદ ટિપ્પણી બાદ મૌન તોડ્યું
  • મહારાષ્ટ્રનાં વારકરી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચતા માફી માંગી
  • મીડિયા સામે બાબા બાગેશ્વરે કરી સ્પષ્ટતા

બાગેશ્વર ધામનાં આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની માફી તેમનાં સ્વયંસેવક અને સંત તુકારામનાં અનુયાયિઓની વચ્ચે સંગમવાડીમાં ચાલી રહેલા ત્રણ દિવસિય ધાર્મિક પ્રવચન દરમિયાન થયેલ વિવાદનાં એક દિવસ બાદ સામે આવી છે. બાગેશ્વરે હાલમાં જ પોતાના નિવેદનવાળો વીડિયો વાયરલ થયાં બાદ કહ્યું કે સંત તુકારામ પ્રતિ મારા મનમાં ગહન સમ્માન છે. જો મારી પાછલી ટિપ્પણીઓને લીધે અજાણતાં જો કોઈને ખોટું લાગ્યું હોય તો મને દુખ છે. જુઓ વીડિયો.

ઐતિહાસિક સમાધિ પર શ્રદ્ધા સુમન અર્પિત કરશે
તેમણે કહ્યું કે તે દેહુરોડમાં સંત તુકારામનાં ઐતિહાસિક સમાધિ પર શ્રદ્ધા સુમન અર્પિત કરશે જે લગભગ 400 વર્ષ પહેલા ત્યાં રહેતાં હતાં અને ઉપદેશ આપતાં હતાં. ઉપદેશકની ટિપ્પણીઓનાં વિરોધમાં બાબાનાં દિવ્ય દરબાર અને હનુમાન કથામાં ભીમ સેના અને અન્ય સંગઠનો દ્વારા કાળાઝંડા, નારેબાજી અને વિરોધ પ્રદર્શન સાથે સ્વાગત કર્યું હતું.

પૂણે પોલીસ કમિશ્નરને પત્ર
મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ MANS એ પુણે પોલીસ કમિશ્નરને પણ પત્ર લખીને વૈજ્ઞાનિક આધાર વિના લોકોને ગેરમાર્ગે દોરતા નિવેદનોનો પ્રચાર કરવાનાં આરોપે બાગેશ્વર સામે પગલાં લેવાની માગણી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ