બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / ayodhya ram mandir pictures ramlala garbh grah idol first look by arun yogiraj

આસ્થા / રામલલાના અભિષેક પહેલા સામે આવી મૂર્તિની પ્રથમ તસવીર, એક ઝલક જોવા ભક્તો આતુર

Dinesh

Last Updated: 07:39 AM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir: ગર્ભગૃહની રામલલાની તસવીરમાં રામ મંદિરના નિર્માણમાં લાગેલા શ્રમિકો હાથ જોડીને પ્રાર્થના કરતા પણ જોઈ શકાય છે. આ પ્રતિમા કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણશિલામાં તૈયાર કરવામાં આવી છે

  • ભગવાન રામલલાની મૂર્તિની ગર્ભગૃહથી પ્રથમ તસવીર સામે આવી
  • કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરાઈ છે મૂર્તિ
  • પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કાર્યક્રમની અંતિમ ચરણમાં કામગીરી થઈ રહી છે


અયોધ્યામાં 22 જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કાર્યક્રમની અંતિમ ચરણની કામગીરી થઈ રહી છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને આમંત્રણ પત્રો પણ મોકલવામાં આવ્યા છે. હવે દેશભરના રામ ભક્તો બસ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે રામ મંદિરમાં રામલલાના અભિષેક થશે અને ભગવાન રામના દર્શન કરશે. આ પહેલા 18 જાન્યુઆરી ગુરૂવારે ગર્ભગૃહમાં ભગવાન રામલલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રથમ તસવીર સામે આવી છે.

અરુણ યોગીરાજ બનાવી છે મૂર્તિ
ગર્ભગૃહની રામલલાની તસવીરમાં રામ મંદિરના નિર્માણમાં લાગેલા શ્રમિકો હાથ જોડીને પ્રાર્થના કરતા પણ જોઈ શકાય છે. આ પ્રતિમા કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણશિલામાં તૈયાર કરવામાં આવી છે. મૈસુરના પ્રખ્યાત શિલ્પકારોની પાંચ પેઢીની પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા અરુણ યોગીરાજ હાલમાં દેશમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત શિલ્પકારમાંના એક છે. અરુણ એક શિલ્પકાર છે જેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે. અરુણના પિતા યોગીરાજ પણ કુશળ શિલ્પકાર છે. 

22મી જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા
પ્રાણ પ્રતિષ્ઠા બાદ મૂર્તિના દર્શન કરી શકાશે. રામલલાની મૂર્તિને સ્થાપિત કરવામાં કુલ ચાર કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ભગવાન રામની આ મૂર્તિને મંત્રોચ્ચાર અને પૂજાની વિધિઓ સાથે શિખર પર મૂકવામાં આવી હતી. આ દરમિયાન શિલ્પકાર યોગીરાજ અને ઘણા સંતો પણ હાજર હતા. હવે 22મી જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા થશે

વાંચવા જેવું: મફતમાં હાજમોલા, કોકાકોલામાં મંદિર થીમ! અયોધ્યામાં કમાણીનો અવસર: અંબાણી-અદાણીથી માંડી મોટી મોટી કંપનીઓએ બિઝનેસ માટે કમર કસી

રામલાલની બેઠક 3.4 ફૂટ ઊંચી છે
તમને જણાવી દઈએ કે બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને ક્રેનની મદદથી રામ મંદિર પરિસરની અંદર લાવવામાં આવી હતી. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. રામ લલાના અભિષેક પહેલા તેમની બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. રામલલાનું આસન 3.4 ફૂટ ઊંચું છે. જે મકરાણા પથ્થરથી બનેલું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ