બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / આરોગ્ય / Avoid chemical-laden grapes, clean them in these 2 ways before eating

આરોગ્ય / કેમિકલ યુક્ત દ્રાક્ષથી બચજો, ખાતા પહેલા આ 2 રીતે અચૂક કરો સાફ

Ajit Jadeja

Last Updated: 06:01 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાલ, કાળી અને લીલી દ્રાક્ષ માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ શરીરને અનેક રીતે ફાયદા પણ આપે છે.

દ્રાક્ષ શરીર માટે ફાયદાકારક છે. ખાસ કરીને ઉનાળામાં દ્રાક્ષ ખાવાથી શરીરને પોષકતત્વો મળી રહે છે. કાળઝાળ ગરમીમાં શરીરને રાહત મળે  છે. દ્રાક્ષ એક એવું ફળ છે જે આખું વર્ષ ઉપલબ્ધ હોય છે. લાલ, કાળી અને લીલી દ્રાક્ષ માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ શરીરને અનેક રીતે ફાયદા પણ આપે છે. પોષક તત્ત્વોથી ભરપૂર દ્રાક્ષ વિશે આયુર્વેદ કહે છે “દ્રાક્ષ ફળોત્તમ”, જેનો અર્થ થાય છે દ્રાક્ષ તમામ ફળોમાં શ્રેષ્ઠ છે, 

પરંતુ તેનું વધુ પડતું સેવન કરવું પણ નુકસાનકારક છે. આ એટલા માટે છે કારણ કે તેના વધુ સારા વિકાસ માટે જંતુનાશકોનો ઉપયોગ મોટા પાયે થાય છે. આવી સ્થિતિમાં, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે દ્રાક્ષનું સેવન કરતા પહેલા તેને સારી રીતે સાફ કરી લેવામાં આવે.દ્રાક્ષને ખાતા પહેલા જંતુઓ,જંતુનાશકોને દૂર કરવા માટે સારી રીતે ધોઇ લેવી જરૂરી છે. ધોયા પછી દ્રાક્ષ ખાવાથી શરીરને નુકશાન થતુ નથી. આયુર્વેદિક નિષ્ણાત ડોક્ટરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે દ્રાક્ષ સાફ કરવાની બે રીતો વિશે જણાવી રહી છે. આવો જાણીએ દ્રાક્ષને કેવી રીતે સાફ કરીને ખાવી.

 

દ્રાક્ષમાંથી જંતુનાશકો દૂર કરવા માટેની સરળ ટીપ્સ

1. જો તમે બજારમાંથી દ્રાક્ષ ખરીદી હોય તો તેને ધોયા વગર અથવા સાદા પાણીથી ધોયા પછી ખાવાની ભૂલ ન કરો. આ કારણ છે કે જંતુનાશકોનો ઉપયોગ તેમની યોગ્ય વૃદ્ધિ માટે મોટી માત્રામાં થાય છે. આવી સ્થિતિમાં દ્રાક્ષને આ સરળ રીતે સાફ કરો. એક મોટા વાસણમાં દ્રાક્ષ મૂકો. તેમાં પાણી પણ ઉમેરો. હવે તેમાં 2 ટેબલસ્પૂન ડિસ્ટિલ્ડ વિનેગર અથવા એપલ સાઇડર વિનેગર ઉમેરો. દ્રાક્ષને વિનેગરના દ્રાવણમાં ફેરવો અને પછી તેને 10 મિનિટ માટે પલાળી દો. આ સોલ્યુશનને ફિલ્ટર કરો. હવે દ્રાક્ષને ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો. ત્યાર બાદ તેને ખાઇ શકો છો ધોયેલી દ્રાક્ષ શરીરને નુકશાન કરતી નથી.

આ પણ વાંચોઃ પેટની સમસ્યાનો થશે સફાયો! આંબળા ખાવા ફાયદા પણ ખટુંબળા, શરીર માટે વરદાનરૂપ

દ્રાક્ષને પલાળી રાખો

2. સૌ પ્રથમ એક બાઉલમાં પાણી ભરો. હવે તેમાં 2 ટેબલસ્પૂન દરિયાઈ મીઠું અને 2 ટેબલસ્પૂન ખાવાનો સોડા ઉમેરો. જ્યાં સુધી તેઓ સંપૂર્ણપણે પાણીમાં ભળી ન જાય ત્યાં સુધી મિક્સ કરો. પછી આ પાણીમાં બધી દ્રાક્ષ નાખો. ખાતરી કરો કે બધી દ્રાક્ષ પાણીમાં ડૂબી ગઈ છે. દ્રાક્ષને લગભગ 5 મિનિટ સુધી પલાળી દો અને પછી તેને સાદા પાણીથી સાફ કરો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ