બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / At the end check the passenger luggage check system

તપાસ / અંતે મુસાફરોના સામાનનું ચેકિંગ પૂર્ણ થતા તંત્રને હાશકારો, બોમ્બની આશંકાએ જામનગરમાં કરાયું હતું ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

Priyakant

Last Updated: 09:49 AM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બની આશંકાએ જામનગરમાં ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ બાદ તપાસમાં ફ્લાઈટમાં અને મુસાફરોના સામાનમાં વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ .......

  • જામનગર ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બની આશંકાનો મામલો 
  • NSG દ્વારા વિમાનના ચેકિંગ બાદ મુસાફરોના સામાનનું ચેકિંગ પૂરું થયું 
  • મુસાફરોના સામાનમાં પણ કઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી 
  • ફ્લાઈટમાં પણ કઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી 
  • સમગ્ર ઘટનામાં તંત્રએ હવે સંપૂર્ણપણે હાંશકારો અનુભવ્યો 

જામનગરમાં ગઇકાલે રાત્રે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બની અફવાને પગલે ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિગ કરાયું હતું. આ તરફ મોડી રાત્રે વિમાનના ચેકિંગ બાદ મુસાફરોના સામાનનું ચેકિંગ પૂરું થયું હતું. જોકે અહી રાહતના સમાચાર એ છે કે, મુસાફરોના સામાનમાં કઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ સાથે ફ્લાઈટમાં પણ કઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ હવે સંપૂર્ણપણે હાશકારો અનુભવ્યો છે. 

શું હતું સમગ્ર ઘટના? 
મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બૉમ્બ હોવાનો માહિતી ગઇકાલે રાત્રે મળી હતી. જેને પગલે પ્લેનને જામનગર એરપોર્ટ ખાતે તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જેને લઈ પોલીસ કાફલો, બૉમ્બ સ્કવોર્ડ અને જામનગર 108 એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ એરપોર્ટ પર દોડી ગયા હતા.

ફ્લાઈટમાં વિદેશી પેસેન્જરો સવાર હોવાની માહિતી મળી હતી. બીજી તરફ આ ઘટનાને પગલે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધીકારીઓ, પોલીસ, 108 અને બૉમ્બ સ્કવોર્ડની ટીમ એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતા. 

તંત્રએ લીધો રાહતનો શ્વાસ
મૉસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઇટમાં બૉમ્બ હોવાની માહિતીને લઈ તંત્ર દોડતું થયું હતું. જે બાદમાં જામનગરમાં રશિયાથી આવેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. એ સાથે NSG દ્વારા વિમાન અને મુસાફરોના સામાનનું ચેકિંગ પૂરું કરાયું હતું. જોકે બાદમાં ફ્લાઈટમાં બોમ્બ હોવાની વાત અફવા સાબિત થઈ છે. આ સાથે ફ્લાઈટમાં સવાર તમામ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે. 

શું થયું હતું ગઇકાલે રાત્રે ? 
મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બૉમ્બ હોવાનો માહિતી મળી હતી. જેને પગલે પ્લેનને જામનગર એરપોર્ટ ખાતે તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જે બાદમાં પોલીસ, બૉમ્બ સ્કોડ એરપોર્ટ પર તહેનાત હતા. જ્યારે 7 થી 8 જેટલી એમ્બ્યુલન્સ સાથે સ્ટાફ અને પોલીસ કાફલો એરપોર્ટ પર ખડેપગે રહ્યો હતો. મહત્વનું છે કે, ગોવા ATCને બોમ્બ અંગેનો  ઇ-મેલ મળ્યો હતો. જે ઇ-મેલ મળ્યા બાદ ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ફ્લાઈટમાં 236 વિદેશી પેસેન્જરો સવાર હોવાનું જાણવા મળ્યું હતું. ગઇકાલે રાત્રે જામનગર એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલજોવા મળ્યો હતો. 

શું કહ્યું હતું જામનગર કલેક્ટરે? 
જામનગર કલેકટર સૌરભ પારધીએ સોશિયલ મીડિયામા એક સંદેશ વહેતો કરી જણાવ્યું કે, ફલાઈટમાં બૉમ્બ હોવાની જાણકારી મળતા મોસ્કો-ગોવા જતી ફ્લાઇટને જામનગર એરપોર્ટ ખાતે ડાયવર્ડ કરવામાં આવી હતી. ત્યારબાદ 236 પેસેન્જર્સ અને 8 ક્રૂ સહિત 244 પેસેન્જર્સને સલામત રીતે બહાર કઢાયા છે, અને હાલ સંબંધિત વિભાગ દ્વારા બોમ્બના ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ