બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / At the age of 19, Mehek of Ahmedabad created history cleared the CS exam, created this record

સફળતા / 19 વર્ષની ઉંમરમાં અમદાવાદની મહેકે રચી દીધો ઈતિહાસ, પાસ કરી CSની પરીક્ષા, સર્જ્યો આ રેકોર્ડ

Vishal Dave

Last Updated: 11:34 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાની સફળતા અંગે વાત કરતા તેણે કહ્યું કે સખત મહેનત અને સતત મહેનત બન્ને જરૂરી છે.. સવારથી સાંજ સુધી ક્લાસમાં અભ્યાસ બાદ ઘરે આવીને થોડો આરામ કરીને રાત-રાતભર તે અભ્યાસ કરતી ..

સીએસની અઘરી પરીક્ષા પાસ  કરવામાં ઘણા લોકોના વર્ષો નીકળી જાય છે, તો પણ સફળતા મેળવી શકતા નથી.. પરંતુ અમદાવાદની 19 વર્ષની દીકરીએ આ સિદ્ધિ મેળવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ દીકરીનું નામ છે મહેક સેજવાની.. જે અમદાવાદની છે.. મહેકે સીએસના ત્રણેય લેવલ પ્રથમ ટ્રાયલમાં જ પાસ કરી લીધા.. અને ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવે એ પહેલા CSની ડિગ્રી મેળવી લીધી છે.. 

સખત મહેનત અને સતત મહેનત

મહેકે તેની સફળતા અંગે વાત કરતા કહ્યુ હતું કે તેને તેના પરિવારજનો તરફથી ખુબ સપોર્ટ મળ્યો હતો.. પોતાની સફળતા અંગે વાત કરતા તેણે કહ્યું કે સખત મહેનત અને સતત મહેનત બન્ને જરૂરી છે.. સવારથી સાંજ સુધી ક્લાસમાં અભ્યાસ બાદ ઘરે આવીને થોડો આરામ કરીને રાત-રાતભર તે અભ્યાસ કરતી .. તેણે કહ્યું કે કોઇ ફેમિલિ ફંકસન પણ તેણે અટેન્ડ કર્યા નથી.. આ જ કારણથી તેના પરિવારજનો ઘણીવાર તેની ચિંતા કરતા.. 

આ પણ વાંચોઃ જેને GPSCની પરીક્ષામાં બેસવા નહોતી દેવાઈ તે મહિલા આવી રાજ્યમાં પ્રથમ, ગુજ. HCનો આદેશ ફળ્યો

મહેકની મક્કમતા

મહેકના પરિવારમાં બધા કાયદાની ડિગ્રીઓ ધરાવે છે.. જેથી તેઓની ઇચ્છા હતી કે મહેક પણ લો નો અભ્યાસ કરે અને એલએલબી કે પછી એલએલએમ કરે પરંતુ મહેંક  CS કરવા મક્કમ હતી. અને તેણે તે કરી બતાવ્યું.. મહેકે આજે તેની સફળતાથી ગુજરાતનું નામ રોશન કર્યુ છે. 
 
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ