બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / AskYourPDF: No need to read long notes! This AI tool will explain the data in the PDF file in seconds

AskYourPDF / હાઈટેક જમાનો! હવે લાંબી લચક નોટ વાંચવાની જરૂર નથી, AI ગણતરીની સેકન્ડમાં સમજાવી દેશે PDFનો ડેટા

Vishal Dave

Last Updated: 08:37 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મે તમને જે ટૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે AI ટૂલ છે. જેમાં તમે પીડીએફ નોટ સરળતાથી વાંચી શકશો અને તેમાંથી તમારા કામ સાથે જોડાયેલી માહિતી અલગથી મેળવી શકશો

ઘણા વિદ્યાર્થીઓની પરીક્ષા પુરી થઇ ગઇ છે તો ઘણાની હજુ બાકી છે.. દરમ્યાન બીજી તરફ ઘણા વિદ્યાર્થીઓ પર સ્પર્ધાત્મક પરીક્ષાનું દબાણ યથાવત છે. ઘણા વિદ્યાર્થીઓ વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, જેમાં એન્જિનિયરિંગ અને મેડિકલ પરીક્ષાઓ મુખ્ય છે. આ સ્પર્ધા પરીક્ષાઓની તૈયારી કરવા માટે, વિદ્યાર્થીઓને ખુબ મહેનત કરવી પડે છે.. તેના પુસ્તકો એવા હોય છે જે સંપૂર્ણ રીતે વાંચવામાં કલાકો લાગે છે, પરંતુ અમે તમારા માટે આવી ટ્રિક લાવ્યા છીએ, જેનાથી તમે આ પુસ્તકોમાં રહેલી મહત્વની બાબતોને અલગ કરી શકશો. 

અમે તમને જણાવી દઈએ કે અમે તમને જે ટૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે AI ટૂલ છે. જેમાં તમે પીડીએફ નોટ સરળતાથી વાંચી શકશો અને તેમાંથી તમારા કામ સાથે જોડાયેલી માહિતી તમારી સામે આવશે. આ રીતે, તમે ટુંક સમયમાં સ્પર્ધા પરીક્ષાનો સૌથી મોટો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકશો. ચાલો આ સાધન વિશે વિગતવાર જાણીએ.

ChatGPT દ્વારા રજૂ કરવામાં આવ્યું છે આ ટુલ 

AskYourPDF ટૂલ ChatGPT દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ ટૂલ દ્વારા, તમે સરળતાથી મોટામાં મોટી પીડીએફ નોટ અપલોડ કરીને તમારા કામની માહિતી જાણી શકો છો.. AskYourPDF ટૂલ સિમિત સર્ચ માટે ફ્રી છે. પરંતુ જો તમે એક મહિનામાં તેનો ઉપયોગ મર્યાદા કરતાં વધુ કરો છો, તો તમારે તેના માટે ફીની ચૂકવણી કરવી પડશે. 

તમે તમારા જરૂરી પ્રશ્નો તેમને ટાઇપ કરીને પૂછી શકો છો

આ ટૂલનો ઉપયોગ કરવા માટે, તમારે પહેલા ChatGPT ખોલવું પડશે. જ્યાં તમને AskYourPDF ટૂલનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરીને, તમે જે પીડીએફ દસ્તાવેજ રીડ કરીને  તમારા કાર્ય વિશે વાંચવા અને જાણવા માંગો છો તેને અપલોડ કરવો પડશે .. અપલોડ કરવામાં જે સમય લાગે છે તે પછી, તમે તમારા જરૂરી પ્રશ્નો તેમને ટાઇપ કરીને પૂછી શકો છો. આ પીડીએફ ડોક્યુમેન્ટમાં આપેલી માહિતી અનુસાર, તમને તમારા તમામ પ્રશ્નોના જવાબો મળી જશે.

આ પણ વાંચોઃ બંધ થઈ જશે PUBG! આ Android અને iOS સ્માર્ટફોનવાળાને ઝટકો, જાણો કોણ રમી શકશે ગેમ

100 થી વધુ સર્ચ માટે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લેવું પડશે

AskYourPDF ટૂલનો ઉપયોગ ChatGPT દ્વારા કરવામાં આવશે. આ ટૂલ દ્વારા તમે એક મહિનામાં 100 સર્ચ કરી શકો છો. જો તમે એક મહિનામાં 100 થી વધુ સર્ચ કરો છો, તો તમારે આ માટે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લેવું પડશે. જેના માટે તમારે $11.99 ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે આ કિંમત એક મહિના માટે છે. જો તમે બીજા મહિનામાં પણ 100 થી વધુ સર્ચ કરવા માંગો છો, તો તેના માટે પણ તમારે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ચૂકવવું પડશે. તમને જણાવી દઈએ કે આ ટૂલ દ્વારા તમે સૌથી મોટી ફાઈલો પણ સરળતાથી અપલોડ કરી શકો છો અને કામ પૂર્ણ કરી શકો છો. હવે તમારે લાંબી નોટો વાંચવાની જરૂર નહીં પડે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ