બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2023 IND VS PAK Rohit Sharma or Virat Kohli, who had more fun getting dismissed? Shaheen Afridi said after the match

IND VS PAK / રોહિત શર્મા કે વિરાટ કોહલી, કોને આઉટ કરવા પર વધારે મજા આવી? મેચ બાદ શાહીન આફ્રિદીએ જણાવ્યું નામ

Megha

Last Updated: 03:08 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ્દ થયા બાદ શાહીને કહ્યું, "નવા બોલથી આ પ્લાન બનાવ્યો, મારા માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેની વિકેટ મહત્વની હતી'

  • ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અનિર્ણિત રહી
  • શાહીન આફ્રિદીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટ લીધી 
  • કહ્યું, રોહિતને જે રીતે આઉટ કર્યો તે જોઈને મને સારું લાગ્યું

Shaheen Afridi vs Virat Kohli Rohit Sharma: ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાયેલી એશિયા કપ 2023ની ત્રીજી મેચ અનિર્ણિત રહી. વરસાદે આ મેચમાં ઘણી વખત વિક્ષેપ પાડ્યો હતો. જ્યારે ભારતીય ટીમની બેટિંગ ચાલી રહી હતી ત્યારે પણ ઘણી વખત બેટિંગ રોકવી પડી હતી, ત્યારપછી જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ પૂરી થઈ એ બાદ અવિરત વરસાદ ચાલુ રહ્યો. જે બાદ મેચ રદ્દ કરવી પડી હતી. 

શાહીન આફ્રિદીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટ લીધી 
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ભારત સામે શાહીન આફ્રિદીએ અદ્ભુત બોલિંગ કરી અને ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેનોને વધુ રન બનાવવા નહતા દીધા. શાહિને 4 વિકેટ લઈને ભારતીય બેટ્સમેનોની હાલત ખરાબ કરી દીધી હતી. જણાવી દઈએ કે મેચમાં શાહિને રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટ લઈને ચાહકોને ચોંકાવી દીધા હતા. વાત એમ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ એ સમયે જ્યારે મેચ બાદ શાહીન સાથે તેની ફેવરિટ વિકેટ વિશે વાત કરી તો તેણે રોહિત શર્માનું નામ લીધું હતું. 

રોહિતને જે રીતે આઉટ કર્યો તે જોઈને મને સારું લાગ્યું
મેચ રદ્દ થયા બાદ શાહીને કહ્યું, "અમે નવા બોલથી આ પ્લાન બનાવ્યો હતો. મારા માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેની વિકેટ મહત્વની હતી. મારા માટે દરેક બેટ્સમેન મહત્વપૂર્ણ છે. પરંતુ મેં રોહિતને જે રીતે આઉટ કર્યો તે જોઈને મને સારું લાગ્યું." પાકિસ્તાની બોલરે વધુમાં કહ્યું, "અમારા ઝડપી બોલરોની રણનીતિ કામ કરી ગઈ. નસીમ 150 KMPH પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યો હતો, હું તેનાથી ખરેખર ખુશ છું, તે એક શાનદાર બોલર છે. "

શાહીન શાહ આફ્રિદીએ લીધી ચાર વિકેટ 
શાહીન શાહ આફ્રિદીએ પહેલા રોહિત શર્માને 11 રને ક્લીન બોલ્ડ કર્યો હતો અને ત્યારબાદ તેણે વિરાટ કોહલીને પણ ચાર રનના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. આ પછી ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી પરંતુ શાહીન શાહ આફ્રિદીએ પહેલા હાર્દિક પંડ્યાને જૂના બોલથી 87ના સ્કોર પર આઉટ કર્યો હતો, તેનો કેચ આગા સલમાને પકડ્યો હતો. આ પછી રવિન્દ્ર જાડેજા મોહમ્મદ રિઝવાનના હાથે કેચ થયો હતો. શાહીન આફ્રિદીએ તેની 10 ઓવરમાં 35 રન આપીને ચાર વિકેટ લીધી હતી અને બે મેડન ઓવર પણ નાખી હતી.

ભારતે 266 રન બનાવ્યા હતા
પાકિસ્તાન સામેની આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆત સારી રહી હતી પરંતુ 4.2 ઓવર પછી વરસાદના કારણે રમત રોકવી પડી હતી. આ દરમિયાન શાનદાર ફોર્મમાં દેખાઈ રહેલો કેપ્ટન રોહિત શર્મા શાહીન દ્વારા બોલ્ડ થયો. આ પછી વિરાટ કોહલી પણ કંઈ ખાસ ન બતાવી શક્યો અને 7 બોલમાં 4 રન બનાવીને ચાલતો રહ્યો. શુભમન ગિલે 30 બોલનો સામનો કર્યો પરંતુ તે માત્ર 10 રન જ બનાવી શક્યો. લાંબા સમય બાદ ઈજામાંથી પરત ફરેલો શ્રેયસ અય્યર 9 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. 

જોકે, આ પછી ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ સંયુક્ત રીતે ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સને સંભાળી હતી અને બંનેએ એશિયા કપમાં પાંચમી વિકેટ માટે રેકોર્ડ 138 રનની ભાગીદારી કરી હતી. આ રીતે ભારતીય ટીમ પાકિસ્તાન સામેની આ મેચમાં 48.5 ઓવરમાં 266 રન બનાવીને સમેટાઈ ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ