બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ASHWIN HIT 4 CENTURIES IN west indies test, BROKE THE RECORD OF SACHIN AND VIRAT

ક્રિકેટ / વિન્ડીઝ સામે ટેસ્ટ સદી ફટકારવા મામલે ટીમ ઇન્ડિયાનો આ દિગ્ગજ સ્પિનર છે સચીન-વિરાટથી પણ આગળ, જુઓ કોણ

Vaidehi

Last Updated: 07:25 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોંકાવનારી વાત છે કે વિન્ડીઝ સામે સચીન-વિરાટ કરતાંય વધુ સદી ભારતીય સ્પિનર અશ્વિને ફટકારી છે.

  • સચીન-વિરાટ કરતાં પણ વધુ સદી ફટકારી આ ખેલાડીએ
  • વિન્ડીઝ સામે સુનીલ ગાવસ્કરે સૌથી વધુ સદી ફટકારી છે
  • ટૂંક સમયમાં અશ્વિન કોચ દ્રવિડની બરાબરી કરી શકે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાનો ૨૦૯ રનથી પરાજય થયો હતો, પરંતુ વિન્ડીઝ ટૂર સાથે ભારતીય ટીમ એક નવી શરૂઆત કરવા માટે તૈયાર છે. આ પ્રવાસ દરમિયાન સૌથી પહેલાં બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ શ્રેણી શરૂ થતાં પહેલાં થોડા અનોખા રેકોર્ડ પર નજર કરીએ, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

અશ્વિન એ સચીન અને વિરાટથી પણ આગળ
શું તમે જાણો છો કે વિન્ડીઝ સામે ટેસ્ટ સદી ફટકારવાના મામલામાં ટીમ ઇન્ડિયાના દિગ્ગજ સ્પિનર આર.અશ્વિન ક્રિકેટના ભગવાન કહેવાતા સચીન તેંડુલકર અને કિંગ વિરાટ કોહલી જેવા મહાન બેટ્સમેનોથી પણ આગળ છે. અશ્વિને પોતાની ટેસ્ટ કરિયરમાં પાંચ સદી ફટકારી છે, જેમાંની ચાર સદી તેણે વિન્ડીઝ સામે નોંધાવી છે. વિન્ડીઝ સામે અશ્વિનની સરેરાશ ૧૧૪ની છે. અશ્વિન કરતાં સચીન અને વિરાટ જેવા દિગ્ગજ પણ સદીના મામલે પાછળ છે. સચીને વિન્ડીઝ સામે કુલ ત્રણ સદી ફટકારી છે, જ્યારે વિરાટ કોહલી તો માત્ર બે જ સદી ફટકારી શક્યો છે. 

R ASHWIN

સુનીલ ગાવસ્કરે સૌથી વધુ ૧૩ સદી ફટકારી છે
હવે અશ્વિનની નજર ટીમ ઇન્ડિયાના હાલના કોચ રાહુલ દ્રવિડની બરોબરી કરવા પર છે. દ્રવિડે વિન્ડીઝ સામે પાંચ સદી નોંધાવી છે. અશ્વિન આગામી વિન્ડીઝ સામેની શ્રેણીમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. વિન્ડીઝ સામે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનોમાં અશ્વિન ચોથા નંબર પર છે. તેનાથી ઉપર રાહુલ દ્રવિડ ઉપરાંત દિલીપ વેંગસરકર અને સુનીલ ગાવસ્કર છે. વેંગસરકરે વિન્ડીઝ સામે છ સદી અને સુનીલ ગાવસ્કરે સૌથી વધુ ૧૩ સદી નોંધાવી છે.

વિન્ડીઝ સામે સદી
    

  1. સુનીલ ગાવસ્કર  ૧૩ સદી
  2. દિલીપ વેંગસરકર  ૬ સદી
  3. રાહુલ દ્રવિડ     ૫ સદી
  4. આર. અશ્વિન   ૪ સદી
  5. વીવીએસ લક્ષ્મણ ૪ સદી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ