બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / As soon as the wife took back the maintenance case, the in-laws in Ahmedabad changed color like Kachinda, saying 'We just...'

ફરિયાદ / પરિણીતાએ ભરણપોષણનો કેસ પરત લેતાં જ અમદાવાદમાં સાસ‌રિયાંએ કાચિંડાની જેમ રંગ બદલ્યો, કહ્યું 'અમારે તો માત્ર....'

Vishal Khamar

Last Updated: 04:28 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાસરીયાઓ દ્વારા અવાર નવાર પરણીતા પાસે દહેજની માંગણી કરી પરણીતાને શારીરીક માનસિક ત્રાસ આપવાનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ અંગે પરણીતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

  • પરણીતાને સાસરીયાઓ દ્વારા હેરાન પરેશાન કરતા ફરિયાદ
  • પરણીતાએ સાસરિયા વિરૂદ્ધ ભરણપોષણને કેસ કર્યો હતો
  • સાસરિયાઓએ પરણીતા સાથે સમાધાન કર્યા બાદ પોતાનો રંગ બતાવ્યો

 સાસ‌િરયાંએ કા‌ચિંડાની જેમ રંગ બદલીને પરણીતાને હેરાન-પરેશાન કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ સાસ‌િરયાં વિરુદ્ધ ભરણપોષણનો કેસ કર્યો હતો. જેમાં સાસરિયાંએ પરણીતા સાથે સમાધાન કરી લીધા બાદ પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. કેસ પાછો ખેંચી લીધા બાદ સાસરિયાંએ પરિણીતાને કહ્યું હતું કે અમારે તો તને રાખવી નથી, અમારે તો ફક્ત કેસ પાછો લેવાથી મતલબ હતો.

 

અવાર નવાર સાસરીયાઓ પરણીતા સાથે કોઈને કોઈ બાબતે ઝઘડો કરતા

સૈજપુર વિસ્તારમાં રહેતી સીમા (નામ બદલ્યું છે)એ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ ધર્મેન્દ્ર, સસરા વાસુભાઇ અને સાસુ પૂનમબહેન વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ અને દહેજની ફરિયાદ કરી છે.  સીમાનાં લગ્ન વર્ષ ર૦૧૯માં ધર્મેન્દ્ર સાથે થયાં હતાં.  છેલ્લા બે મહિનાથી સીમા પોતાના પિયરમાં રિસાઇને બેઠી છે. લગ્નના ત્રણ મહિના સુધી સીમાને સાસ‌િરયાંએ સારી રીતે રાખી હતી, પરંતુ તે પછી તેની સાથે બબાલ કરવાનું શરૂ કરી દીધું હતું.  ઘરની નાના-નાની બાબતો તેમજ ખાવા-પીવાની બાબતોમાં ભૂલ કાઢીને ધર્મેન્દ્ર તેમજ સાસુ-સસરા સીમા સાથે ઝઘડો કરતાં હતાં. સાસુ-સસરાની વાત સીમા પતિ ધર્મેન્દ્રને કરી ત્યારે તે પણ પોતાનાં માતા-પિતાનો પક્ષ લઇને બબાલ કરતો હતો. આ સિવાય ધર્મેન્દ્ર સીમાને કહેતો હતો કે લગ્નમાં કરિયાવર ઓછો લાવી છે. મારે ધંધો કરવો છે, પિયરમાંથી ત્રણ લાખ રૂપિયા દહેજ પેટે લેતી આવ. સીમાએ દહેજ લાવવાની ના પાડતાં ધર્મેન્દ્રએ તેની સાથે બબાલ કરી હતી. 

સાસરીયાઓનાં ત્રાસથી કંટાળી પરણીતાએ પોલીસ ફરિયાદ કરી

સીમાએ પુત્રને જન્મ આપ્યા બાદ સાસુ- સસરાનું વર્તન બદલાઇ ગયું હતું અને તેને વધુ હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. આ સિવાય સીમા અને તેના પુત્રની સારસંભાળ પણ રાખતાં નહીં. સાસ‌િરયાંના ત્રાસથી કંટાળીને સીમાએ ફે‌મિલી કોર્ટમાં ભરણપોષણનો દાવો કર્યો હતો. સાત મહિના બાદ ધર્મેન્દ્ર અને તેના પરિવારે સીમા સાથે સમાધાન કરી લેતાં તેણે ભરણપોષણનો કેસ પરત ખેંચી લીધો હતો. કેસ પરત ખેંચતાંની સાથે જ સીમા ફરીથી સાસરીમાં રહેવા ગઇ હતી. જ્યાં સાસ‌િરયાંએ ફરીથી પોતાનો રંગ બતાવ્યો હતો અને કહેવા લાગ્યાં હતાં કે અમારે તને રાખવી નથી, અમારે તો ફક્ત કેસ પાછો લેવાથી મતલબ હતો. સીમાએ ચુપચાપ સાસ‌િરયાંનો ત્રાસ સહન કર્યો, પરંતુ થોડા સમય પહેલાં તેની મામાની દીકરીનાં લગ્ન હોવાથી તે પિયરમાં જતી હતી ત્યારે સાસ‌િરયાંએ તેને ધમકી આપી હતી કે હવે પાછી આવીશ તો જાનથી મારી નાખીશ. સાસરિયાએ સીમાને કાઢી મૂકતાં અંતે તેણે પોલીસ ફરિયાદ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ