બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / As many as 20 school rooms in Vadodara are in dilapidated condition

લાલિયાવાડી / જર્જરિત ઓરડાઓને લઇ શિક્ષણ સમિતિને VMCની નોટિસ, છતાંય જીવના જોખમે બાળકો અભ્યાસ કરવા મજબૂર

Vishal Khamar

Last Updated: 01:41 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા શિક્ષણ સમિતિની 20 શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે. ત્યારે કોર્પોરેશને નોટિસ ફટકારી બિલ્ડીંગનો ઉપયોગ બંધ કરવા કહ્યું છે. તેમ છતાં જીવન જોખમે બાળકોને આ જ શાળામાં અભ્યાસ કરાવાય છે. હરણી બોટ દુર્ઘટના જેવી બીજી દુર્ઘટના ન બને તે માટો યોગ્ય વ્યવસ્થા થાય તે જરૂરી છે.

  • વડોદરા શિક્ષણ સમિતિની પારે 20 શાળાનાં ઓરડા જર્જરિત હાલતમાં
  • કોર્પોરેશને નોટિસ ફટકારી બિલ્ડીંગનો ઉપયોગ બંધ કરવા કહ્યુ
  • શિક્ષણ સમિતિ પાસે એટલું ફંડ નથી કે નવા ઓરડા બનાવી શકે

વડોદરા કોર્પોરેશનનાં શિક્ષણ સમિતિ દ્વારા જર્જરીત શાળાના બિલ્ડિંગોનો નોટિસ આપી તાત્કાલીક બિલ્ડિંગ ખાલી કરવા કહ્યું છે. ત્યારે એક સપ્તાહનો સમય વીતવા છતાં બાળકો હજુ જર્જરિત શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. બાળકોને ક્યાં બેસાડવા તે શિક્ષણ સમિતિ માટે મુશ્કેલ છે. તો જર્જરિત શાળામાં બાળકો જીવનાં જોખમે અભ્યાસ કરી રહ્યા છે. 

 VMC દ્વારા કોઈ વ્યવસ્થા કરવાને બદલે માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવાયો
વડોદરા શિક્ષણ સમિતિની 20 જેટલી શાળાઓના ઓરડા જર્જરિત હાલતમાં છે. છતમાંથી પોપડા પડી રહ્યાં છે. દિવાલો પર મસમોટી તિરાડો પડી ગઈ છે. જોકે તેમ છતાં બાળકોને આવી જોખમી શાળામાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. કારણકે શિક્ષણ સમિતિ પાસે પૂરતું ભંડોળ જ નથી કે નવા ઓરડા બનાવી શકે. બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાએ જર્જરિત શાળાને નોટિસ આપીને આ બિલ્ડિંગનો વપરાશ બંધ કરવા સૂચના આપી છે. જોકે VMC દ્વારા કોઈ વ્યવસ્થા કરવાને બદલે માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવાયો છે. ત્યારે આ જર્જરિત શાળામાં અભ્યાસ કરતા બાળકો પર સતત મોત મંડરાઈ રહ્યું છે. જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યાં છે.

વધુ વાંચોઃ ગુજરાતી મૂળના ભાવિની પટેલ અમેરિકન સાંસદની ચૂંટણીમાં હાથ અજમાવશે, 25 વર્ષ અગાઉ જ માતા US આવી ગયેલા

આગામી બે દિવસમાં અમે શાળામાં શિફ્ટ થઈ જઈશુંઃ સેજલબેન ભાવસાર (આચાર્ય)
ત્યારે આ બાબતે શાળાનાં આચાર્ય સેજલબેન ભાવસારે જણાવ્યું હતું કે, નોટીસ આપ્યા બાદ ચેરમેન તેમજ મેડમની સૂચના મુજબ અમે વાલીઓને જાણ કરી છે.  તેમજ કાલે એસએમસી મીટીંગ પણ કરી હતી. તેમજ તેમાં ઠરાવ પણ પાસ કર્યો છે. તેમજ આગામી બે દિવસમાં અમે શાળામાં શિફ્ટ થઈ જઈશું.  ત્યારે અમે સર સયાજી ગાયકવાડ શાળા નં. 26 માં લેડી પિલ્લરની સામે બાળકોને શિફ્ટ કરીશું. અને તે માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ