બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Arwind Kejriwal removed services secretary arwind more after sc decision

દિલ્હી / સુપ્રીમની સત્તા મળતાં જ બળમાં આવ્યાં કેજરીવાલ, સર્વિસ સેક્રેટરી આશિષ મોરેને હટાવી દીધાં, હવે બીજાનો વારો

Vaidehi

Last Updated: 06:33 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SCએ દિલ્હી સરકારને મોટી રાહત આપી જેના બાદ કેજરીવાલ સરકારે તાબડતોબ અધિકારીને પદથી દૂર કર્યાં છે,

  • ટ્રાંસફર પોસ્ટિંગનાં મુદે SCનાં ચુકાદા બાદ કેજરીવાલ એક્શનમોડમાં 
  • કામ ન કરતાં અધિકારીઓને હટાવવાની કરી હતી વાત
  • તાત્કાલિક ધોરણે સેવા સચિવ આશીષ મોરેને પદથી હટાવાયા

ટ્રાંસફર-પોસ્ટિંગ પર SCનાં નિર્ણયનાં કેટલાક કલાકો બાદ જ દિલ્હમાં કેજરીવાલ સરકારે સેવા સચિવ આશીષ મોરેને હટાવ્યાં છે. અધિકારીઓએ આ વાતની જાણકારી મીડિયાને આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની AAP સરકારને મોટી રાહત આપતાં SCએ નિર્ણય આપ્યો કે લોક વ્યવસ્થા, પોલીસ અને જમીન જેવા વિષયોને છોડીને અન્ય સેવાઓ પર દિલ્હી સરકારની પાસે કાનૂની અને વહીવટી નિયંત્રણ છે.

આશીષ મોરેને હટાવાયા
કેજરીવાલ સરકારનાં મંત્રી સૌરભ ભારદ્વાજે પોતાના વિભાગનાં સચિવને બદલ્યાં છે. તેમણે સર્વિસેઝ મંત્રી આશીષ મોરેને પદથી હટાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીને બાકીનાં કેન્દ્રશાસિત પ્રદેશોથઈ અલગ દરજ્જાની યૂનિયન ટેરેટરી જણાવતાં કોર્ટે કહ્યું કે જમીન, પબ્લિક ઓર્ડર અને પોલીસ આ ત્રણ વિભાગોને છોડીને ઉપરાજ્યપાલ દિલ્હીમાં ચૂંટાયેલી સરકારનાં મંત્રી પરિષદની સલાહથી જ કોઈપણ નિર્ણય કરશે. આ નિર્ણય આવ્યાં બાદ કેજરીવાલ સરકાર તાબડતોબ એક્શન મોડમાં આવી હતી.

કામ ન કરનારા અધિકારીઓની સામે લેવાશે એક્શન
SCનો આદેશ આવ્યાં બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હવે તેમની સરકાર પોતાના હિસાબે વધુ ઝડપથી કામ કરી શકશે. દિલ્હીનાં મુખ્યમંત્રીએ કામ ન કરનારા પોતાના ઓફિસરો અંગે કડકાઈ રાખવાની વાત કરી હતી. સચિવાલયમાં મંત્રીઓ સાથેની બેઠક બાદ મીડિયાની સામે કેજરીવાલે LGથી આશીર્વાદ લેવાની તો PMને પિતા સમાન જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ