બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Article 370 yami gautam film goes tax free in madhya pradesh

મનોરંજન / આ રાજ્યમાં ફિલ્મ Article 370 કરાઇ ટેક્સ ફ્રી, જાણો કેમ, CMએ જણાવ્યું કારણ

Arohi

Last Updated: 02:22 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Article 370 Tax Free In Madhya Pradesh: યામી ગૌતમ અને પ્રિયામણીની પોલિટિકલ ડ્રામા ફિલ્મ Article 370એ બોક્સ ઓફિસ પર મજબૂતીથી પોતાની પકડ બનાવી છે. આ ફિલ્મને રિલીઝ થયે 14 દિવસ પણ નથી થયા. શૈતાનના રિલીઝથી આર્ટિકલ-370ના કલેક્શન પર અસર પડી શકતી હતી પરંતુ હવે મધ્યપ્રદેશ સરકારના એક નિર્ણયથી આ ફિલ્મની સારી કમાણી થવાની આશા છે.

યામી ગૌતમ અને પ્રિયામણીની ફિલ્મ Article 370 23 ફેબ્રુઆરી 2024એ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર રિલીઝ થવાને 14 દિવસ થઈ ચુક્યા છે. એક સારી શરૂઆત કરનાર યામી ગૌતમની પોલિટિકલ ડ્રામા ફિલ્મની કમાણી પણ વર્કિંગ ડેઝ પર ઘટવા લાગી હતી. જોકે હવે Article 370 પહેલા વીકેન્ડ પર શૈતાન માટે ખતરો બની શકે છે.  Article 370ને રિલીઝના 14 દિવસ બાદ જ મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. 

મુખ્યમંત્રીએ આપી જાણકારી 
મુખ્યમંત્રી મોહન યાદવે યામી ગૌતમ-પ્રિયામણિ સ્ટાર પોલિટિકલ ડ્રામા ફિલ્મના મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી થવાની જાણકારી લોકોની સાથે પોતાના ઓફિશ્યલ એક્સ એકાઉન્ટ પર શેર કરી. 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મેસેજ શેર કરતા લખ્યું, "પ્રદેશના નાગરિક Article 370ની કડવી હકીકતને જાણી શકે તેના માટે અમે ફિલ્મ Article 370ને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જમ્મુ-કાશ્મીરથી Article 370નું કલંક હટાવીને જમ્મુ-કાશ્મીરમાં વિકાસની અપાર સંભાવનાઓના દ્વાર ખોલ્યા છે. આ ફિલ્મ જમ્મુ-કાશ્મીરની પહેલાની અને હવેની પરિસ્થિતિઓને નજીકથી સમજવાનો અવસર આપે છે."

વધુ વાંચો : મહાશિવરાત્રી પર તમન્નાએ આપી ફેંસને ખાસ ભેટ, રિલીઝ થયું 'ઓડેલા 2'નું ફર્સ્ટ પોસ્ટર

આદિત્ય ઘરના નિર્દેશનમાં બનેલી ફિલ્મની થઈ રહી છે સરાહના 
યામી ગૌતમની ફિલ્મને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કર્યા બાદ આ ફિલ્મની વીકેન્ડ કમાણીમાં વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અજય દેવગણની શૈતાનની એડવાન્સ બુકિંગ મધ્ય પ્રદેશમાં ખૂબ જ સારી છે એવામાં હવે ટેક્સ ફ્રી થયા બાદ યામી ગૌતમ-પ્રિયામણી સ્ટારર આ ફિલ્મ એક વખત ફરી રફ્તાર પકડી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ