બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / artemis 2 astronauts will phone from moon to earth with ham radio

મિશન Artemis 2 / હવે ડાયરેક્ટ ચંદ્ર પરથી કૉલ આવશે, ઘરે બેઠાં બાળકો સાથે થશે વાતચીત, જાણો શું છે આ પ્રોજેક્ટ

Bijal Vyas

Last Updated: 07:34 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનુષ્યને ચંદ્ર પર મોકલવા માટે નાસાનું Artemis 2 મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આના દ્વારા ચંદ્ર વિશે વધુમાં વધુ માહિતી એકત્ર કરવાનો પણ પ્રયાસ છે.

  • Artemis 2 મિશન દ્વારા ચાર અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવાની તૈયારી કરવામાં આવી છે
  • અવકાશયાત્રીઓ ડિસેમ્બર 2024માં પૃથ્વી પરના બાળકો સાથે વાત કરશે
  • અવકાશમાં પૃથ્વી પર કોલ કરનાર પ્રથમ હેમ ઓપરેટર હતા

'ચંદા મામા'થી અંતર વધુ ઘટવાનું છે. જે રીતે આપણે આપણા પ્રિયજનો સાથે ફોન કરીને વાત કરીએ છીએ, તેવી જ રીતે હવે ચંદ્ર પર બેસીને પણ વાત કરવી સરળ બની શકશે. વૈજ્ઞાનિકોએ આ દિશામાં પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. Artemis 2 મિશન દ્વારા ચાર અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવાની તૈયારી કરવામાં આવી છે.

આ અવકાશયાત્રીઓ ચંદ્ર પરથી ધરતી પર ફોન કરીને લોકો સાથે વાત કરશે. Space.com કેનેડાના રેડિયો એમેચ્યોર્સના પ્રમુખ ફિલ એ. મેકબ્રાઈડ સાથે આ વિશે વાત કરી.તેમણે જણાવ્યું કે, આ અવકાશયાત્રીઓ પ્રમાણિત હેમ રેડિયો (એમેચ્યોર રેડિયો) ઓપરેટર્સ છે. તે ખૂબ જ સંભવ છે કે આ લોકો અવકાશના ઊંડાણમાંથી ઘરે બોલાવી શકે છે.

બાળકો સાથે કરશે વાત 
આ અવકાશયાત્રીઓ ડિસેમ્બર 2024માં પૃથ્વી પરના બાળકો સાથે વાત કરશે અને તેમને જણાવશે કે ચંદ્ર પર તેમનું જીવન કેવી રીતે ચાલી રહ્યું છે. હેમ રેડિયોનો ઉપયોગ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ARISS)માં અવકાશયાત્રીઓ સાથે વાતચીત કરવા માટે થાય છે. નાસા અનુસાર, અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ લોકોએ 100થી વધુ અવકાશયાત્રીઓનો સંપર્ક કર્યો છે. હવે આ દ્વારા પૃથ્વીથી 3,84,000 કિમી દૂર ચંદ્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

40 વર્ષ પહેલા થયો હતો પહેલો પ્રયત્ન
જોકે આ પહેલા પણ અંતરિક્ષમાંથી પૃથ્વીને બોલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ બહુ સફળતા મળી ન હતી. 1 ડિસેમ્બર, 1983ના રોજ, નાસાના અવકાશયાત્રી ઓવેન ગેરીયટ (Owen Garriott) અવકાશમાં પૃથ્વી પર કોલ કરનાર પ્રથમ હેમ ઓપરેટર હતા. તેણે અમેરિકાના મોન્ટાનામાં રહેતા લાન્સ કોલિસ્ટર સાથે વાત કરી.

આ છે મોટો પડકાર
જો કે, આ 10 દિવસના મિશન દરમિયાન કેટલાક મોટા પડકારો હશે. હેમ રેડિયોના મુખ્ય ઘટકોને નોંધપાત્ર શક્તિની જરૂર પડશે. આ સિવાય સ્ટોરેજ સ્પેસની પણ ખૂબ જરૂર પડશે. એટલું જ નહીં, અવકાશયાત્રીઓએ આ કામ માટે અલગથી સમય આપવો પડશે, જે મિશન દરમિયાન ખૂબ જ મુશ્કેલ હશે. આ ચાર અવકાશયાત્રીઓએ આ કાર્ય માટે લગભગ એક વર્ષ સુધી તાલીમ લીધી છે.

નજર 2030 પર
હેમ રેડિયો સમુદાયની નજર 2030ના ISS પ્રોગ્રામ પર છે. અવકાશમાં ઘણા કોમર્શિયલ સ્પેસ સ્ટેશન શરૂ થવાના છે. આવી સ્થિતિમાં હેમ રેડિયોને મોટું માર્કેટ મળી શકે છે. દરેક વ્યક્તિને અવકાશમાંથી સીધા પૃથ્વી પર કૉલ કરવાનું ગમશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ