બ્રેકિંગ ન્યુઝ
VTV / army dog kent died in operation in jammu and kashmir one soldier martyred
Last Updated: 03:11 PM, 13 September 2023
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં 12 સપ્ટેમ્બરે સેનાએ એક આતંકીને અથડામણમાં ઠાર માર્યો હતો. પરંતુ સેનાને પણ નુકસાન થયું. આતંકી અથડામણમાં એક જવાન શહીદ થયો હતો. ત્યાં જ સેનાના એક અસોલ્ટ ડોગનો પણ જીવ ગયો.
ADVERTISEMENT
ભારતીય સેનાના શ્વાન 'કેંટ'એ જમ્મુ-કાશ્મીરમાં એક ઓપરેશન વખતે પોતાના હેન્ડલરની રક્ષા કરતા પોતાનો જીવ આપી દીધો. આ ખબરની પુષ્ટિ ભારતીય સેનાએ કરી છે. કેંટ 6 વર્ષીય ફિમેલ લેબ્રાડોર હતી. તે 21 આર્મી ડોગ યુનિટની સાથે જોડાયેલી હતી.
જમ્મુ-કાશ્મીરમાં એક ઓપરેશન વખતે તે ભાગી રહેલા આતંકવાદીઓની તલાશમાં સૌનિકોની એક ટુકડીનું નેતૃત્વ કરી રહી હતી. તે સમયે આતંરવાદીઓ તરફથી થયેલી ફાયરિંગ વખતે તેનું મોત થઈ ગયું. આ અથડામણમાં એક પોલીસ અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ પણ થયા છે.
ઝૂમ નામના શ્વાનને કરવામાં આવ્યું હતું સન્માનીત
જાન્યુઆરી 2023માં ભારતીય સેનાના અસોલ્ડ ડોગ ઝૂમને સન્માનિત કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં જમ્મુ-કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં એક આતંકવાદી અથડામણ વખતે મરેલા ઝૂમને મેંશન ડિસ્પેચ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.