બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Applying olive oil on joint pain provides relief

હેલ્થ ટિપ્સ / ઠંડીની સિઝનમાં જડમૂળથી દૂર કરવો છે હાડકાનો દુ:ખાવો? તો રોજ કરો આ એક તેલની માલિશ, તુરંત રિઝલ્ટ

Pooja Khunti

Last Updated: 07:58 AM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Olive Oil: ઓલિવ ઓઈલને સાંધાના દુખાવા પર લગાવવાથી રાહત મળે છે. આ તેલની અંદર એન્ટિ-ઓક્સિડેન્ટ હોય છે જે ફ્રી રેડિકલ્સથી બચાવે છે.

  • શરીરનાં દુ:ખાવામાં ઉપયોગી 
  • આ તેલની અંદર એન્ટીઑકિસડન્ટ હોય છે
  • આ તેલના ઉપયોગથી ચેહરા પર ચમક આવી જશે

શિયાળાની ઋતુમાં ઠંડી હવાનાં લીધે હાડકાં અને સાંધાનો દુ:ખાવો વધી જાય છે. શરીરનાં દુ:ખાવાને દૂર કરવા માટે વર્ષોથી ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે.  ઓલિવ ઓઈલની અંદર વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K મળે છે.  આ બધાં જ પોષક તત્વો ત્વચાને તંદુરસ્ત રાખે છે અને શરીરમાં રહેલી ઉણપને દૂર કરે છે.  એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર, ઓલિવ ઓઈલમાં પોલિફેનોલ્સ, વિટામિન ઇ, સિટોસ્ટેરોલ, ટાયરોસોલ, ઓલેઓકેન્થોલ જેવા સક્રિય એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે. જે ત્વચાને સ્વસ્થ રાખે છે અને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે. શિયાળામાં નિયમિત રીતે સાંધાના ભાગમાં ઓલિવ ઓઈલ લગાવવાથી દુ:ખાવો દૂર થાય છે અને શરીર ગરમ રહે છે. 

શિયાળામાં ઓલિવ ઓઈલથી થતાં ફાયદાઓ 
ઓલિવ ઓઈલમાં ઘણાં પ્રકારનાં વિટામીન્સ અને મિનરલ્સ હોય છે.  જે ઠંડીમાં શરીરને ગરમ રાખે છે.  બજારમાં મળતાં મોંઘા ક્રીમ ત્વચાને થોડા સમય માટે જ નરમ રાખે છે પણ ઓલિવ ઓઈલ ત્વચાને અંદરથી મોઈશ્ચરાઈઝ કરે છે તેથી ત્વચા નરમ રહે છે.   ઓલિવ ઓઈલનાં ઉપયોગથી શુષ્ક ત્વચા પણ નરમ થઈ જાય છે.  આ તેલનો ઉપયોગ નહાવા બાદ કરવો જોઈએ તેથી શરીરથી સરસ સુગંધ આવે છે.  આ તેલની અંદર એન્ટીઑકિસડન્ટ હોય છે જે ફ્રી રેડિકલ્સથી બચાવે છે. 

ઓલિવ ઓઈલનો ઉપયોગ કેવી રીતે કરવો 
ચેહરાની શુષ્કતાને દૂર કરવા માટે 1 ચમચી  ઓલિવ ઓઈલમાં થોડા ટીપાં નાળિયેર તેલ ઉમેરી તેને સરખી રીતે મિક્સ કરી લો. આ તેલને રાત્રે સૂતા પહેલાં લગાવો. સવારે ઊઠીને ચોખ્ખા પાણીથી ચહેરાને સાફ કરી લો. આ તેલના ઉપયોગથી ચેહરા પર ચમક આવી જશે.  ત્વચાની શુષ્કતા પણ દૂર થશે. 

શરીરનાં દુ:ખાવામાં ઉપયોગી 
આ તેલને ઉપયોગમાં લેતાં પહેલાં તેને થોડું ગરમ કરી લેવું.  જે જગ્યાએ દુ:ખાવો થતો હોય તે જગ્યાએ હળવા હાથે લગાવો.  આ તેલ હાડકાંનાં ભાગમાંથી દુ:ખાવાને ચૂસી લેશે અને ત્વચાને પણ પોષણ આપશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ