આ ટેસ્ટ માટે યોગ્ય ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ cuet.nta.nic.in પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે. આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન મળશે.
UGCના ચેકમેને આપી જાણકારી
CUET-PG ટેસ્ટ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં
જાણો તેના વિશે વધુ માહિતી
UGCના ચેરમેન એમ જગદીશ કુમારે કોમન યુનિવર્સિટી એન્ટ્રસ ટેસ્ટ (CUET-PG)ને લઈને મોટી જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) કોર્સમાં એડમિશન માટે CUET-PG 2022 ટેસ્ટ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં આયોજિત કરવામાં આવશે.
તેના માટે એપ્લિકેશન પ્રોસેસ 19મેથી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઈટ પર શરૂ થઈ ચુકી છે. યોગ્ય ઉમેદવાર આ પરીક્ષા માટે એનટીએની ઓફિશ્યલ વેબસાઈટ cuet.nta.nic.in પર જઈને અરજી કરી શકે છે. તેમને આ પરીક્ષા સાથે જોડાયેલી વિસ્તૃત જાણકારી મળી જશે.
PG કોર્સ માટે થશે CUET-PG 2022 Exam
યુઝીસીએ એક વર્ષથી પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કોર્સ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રલ ટેસ્ટ આયોજીત કરવાનો નિર્ણય કર્યો હતો. યુજીસી અધ્યક્ષ જગદીશ કુમારે ગુરૂવારે આ જાણકારી આપી. આ નિર્ણય ત્યારે કરવામાં આવ્યો જ્યારે અઠવાડિયા પહેલા યુજીસી પ્રમુખે એલાન કર્યું હતું કે 45 કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં પ્રવેશ માટે સીયુઈટીના માર્ક્સ જરૂરી રહેશે. અને ન 12માં ધોરણના માર્ક્સ અથવા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયે પોતાની ન્યૂનતમ પાત્રતા નક્કી કરી શકે.
18 જૂન સુધી ચાલશે એપ્લિકેશન પ્રોસેસ
યુજીસીના અધ્યક્ષ જગદીશ કુમારે જણાવ્યું હતું કે શૈક્ષણિક સત્ર 2022 થી, પીજી પ્રવેશ માટે CUET પણ હાથ ધરવામાં આવશે. પરીક્ષા જુલાઈના ત્રીજા સપ્તાહમાં લેવામાં આવશે અને અરજી પ્રક્રિયા આજે એટલે કે 19 મેથી શરૂ થશે અને 18 જૂન સુધી ચાલશે.
CUET એ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) હશે, જે અંગ્રેજી અને હિન્દીમાં લેવામાં આવશે. CUET-ગ્રેજ્યુએટ માટે અત્યાર સુધીમાં 10.46 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. CUET-UG માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 22મી મે છે.