બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Apart from Rishabh Pant, these players will also return to the team, the biggest update that came out, shared the picture

ક્રિકેટ / રિષભ પંત સિવાય આ ખેલાડીઓની પણ થશે ટીમમાં વાપસી, સામે આવ્યું સૌથી મોટું અપડેટ, શેર કરી તસવીર

Megha

Last Updated: 09:34 AM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિષભ પંત સિવાય અન્ય ઘણા ભારતીય ક્રિકેટરો પણ NCAમાં હાજર છે. જેમાંથી કેટલાક ખેલાડીઓ તેમના રિહેબને પૂર્ણ કરી રહ્યા છે જ્યારે કેટલાક આગામી પ્રવાસની તૈયારીમાં વ્યસ્ત છે.

  • રિષભ પંત હાલમાં તેના રિહેબને કારણે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે
  • પંતે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા દ્વારા કેટલીક તસવીરો શેર કરી\
  • સિરાજ, ચહલ અને રાહુલે કરી કોમેન્ટ 

ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત હાલમાં તેના રિહેબને કારણે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે. જણાવી દઈએ કે કાર અકસ્માત બાદ પંત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. જો કે પંત સિવાય અન્ય ઘણા ભારતીય ક્રિકેટરો પણ NCAમાં હાજર છે. જેમાંથી કેટલાક ખેલાડીઓ તેમના રિહેબને પૂર્ણ કરી રહ્યા છે જ્યારે કેટલાક આગામી પ્રવાસની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન રિષભ પંતે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા દ્વારા કેટલીક તસવીરો શેર કરી છે. 

રિષભ પંતે શેર કર્યા PHOTOS
આ તસવીરોમાં પંત સાથે કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલ સાથે દેખાયા હતા. જણાવી દઈએ કે કેએલ રાહુલ પણ ઈજાના કારણે આ દિવસોમાં એનસીએમાં રિહેબ કરી રહ્યો છે. આ સિવાય બાકીના ખેલાડીઓ તેમના આગામી પ્રવાસની તૈયારી માટે અહીં હાજર છે. એ તસવીરો હાલ ઘણી વાયરલ થઈ રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rishabh Pant (@rishabpant)

શેર કરી પહેલી તસવીરમાં તમામ ખેલાડીઓ એકસાથે ઉભા જોવા મળે છે. આ તમામ ખેલાડીઓ વર્લ્ડ કપ પહેલા પણ સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે છે. બીજી તસવીરમાં કેએલ રાહુલ જોવા મળ્યો ન હતો અને બાકીના ખેલાડીઓ સ્પિનર ​ચહલ સાથે મસ્તી કરતા જોવા મળે છે. આ તસવીર શેર કરતા પંતે કેપ્શનમાં લખ્યું, "ગેંગ સાથે રિયુનિયન હંમેશા મજાનું હોય છે."

સિરાજ, ચહલ અને રાહુલે કરી કોમેન્ટ 
પંતની આ પોસ્ટ પર મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ અને કેએલ રાહુલે કોમેન્ટ કરી હતી. સિરાજે લખ્યું, રિષભ પંત હું તમારા માટે ખૂબ જ ખુશ છું ભાઈ. આ સિવાય કેએલ રાહુલ અને યુઝવેન્દ્ર ચહલે રેડ હાર્ટ ઈમોજી કોમેન્ટ કરી હતી. આ પોસ્ટ ઘણાઈ વાયરલ થઈ રહી છે જ્યારે લોકોએ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

ટીમ ઈન્ડિયા જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે
જણાવી દઈએ કે ભારતીય ટીમ જુલાઇમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ પર જશે જેમાં ત્રણેય ફોર્મેટની સીરિઝ રમશે. પ્રવાસની શરૂઆત 12મી જુલાઈએ ટેસ્ટ મેચથી થશે. આ પછી, 27 જુલાઈથી વનડે અને 3 ઓગસ્ટથી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની સીરિઝ રમાશે. આ પ્રવાસ માટે ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે T20 માટે હજુ થવાની બાકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ