બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Anushka Sharma reacts on PUMA INDIA's post, virat kohli also commented

સોશિયલ મીડિયા / આ તરત હટાવો...: અનુષ્કા શર્મા સાથે PUMA એ કરી આવી હરકત કે કોહલી ભડક્યો, જુઓ શું પોસ્ટ કર્યું

Vaidehi

Last Updated: 05:32 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમનાં ખેલાડી વિરાટ કોહલી પૂમાનાં બ્રેન્ડ એમ્બેસેડર છે. જેમને સમયે-સમયે આ કંપનીની પ્રોડક્ટસને પ્રોમોટ કરતાં જોવા મળે છે. જ્યારે તેમની પત્ની અનુષ્કા શર્માનો પૂમા સાથે કોઇ લેવા-દેવા નથી ત્યારે આ કંપનીના કારણે અનુષ્કા શર્મા રોષે ભરાઇ છે. જાણો શું છે સમગ્ર મામલો.

  • PUMAની હરકત પર ભડક્યાં અનુષ્કા શર્મા
  • ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી નાખી આપ્યો ઠપકો
  • પોસ્ટ શેર કરી કહ્યું તાત્કાલિક હટાવો

ભારતીય ક્રિકેટ ટીમનાં ફેમસ ખેલાડી વિરાટ કોહલી PUMA બ્રાન્ડનાં બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમની પત્ની અનુષ્કાનાં આ કંપની સાથે કોઇ લેવા-દેવા નથી. પરંતુ આ કંપનીનાં કારણે અનુષ્કા શર્મા રોષે ભરાઇ છે અને વિરાટ કોહલીએ પણ કંપનીને ઠપકો આપ્યો છે કારણ કે પૂમાએ તેમની સાથે એક ખરાબ હરકત કરી છે જેનો જવાબ અનુષ્કાએ ઇનસ્ટાગ્રામ સ્ટોરી પર આપ્યો છે.

કંપનીએ વાપર્યો અનુષ્કાઓ ફોટો without permission?
ફિલ્મી સિતારાઓ અને ક્રિકેટરો મોટી મોટી કંપનીઓની વસ્તુઓનું પ્રમોશન કરતાં હોય છે. જેના બદલે તેમને મોટી રકમ પણ ચૂકવવામાં આવે છે. તેવી જ રીતે વિરાટ કોહલી પણ PUMA કંપનીનાં બ્રાન્ડ એમ્બેસેડર છે. પરંતુ આ કંપનીએ પોતાના પ્રમોશન માટે અનુષ્કા શર્માનાં ફોટોનો ઉપયોગ કર્યો છે. જ્યારે તેમનો આ કંપની સાથે કોઇ વ્યવહાર નથી તો આવી રીતે ફોટોનો ઉપયોગ કરવું યોગ્ય નથી. પૂમાની આ હરકતનો કરારો જવાબ આપતાં અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મૂકી હતી.

અનુષ્કા શર્માએ PUMA પર કર્યાં પ્રહારો
અનુષ્કા શર્માએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, અરે PUMA INDIA? મને ખાતરી છે કે તમને ખબર જ હશે કે મારા ફોટાનો ઉપયોગ કરતાં પહેલાં તમારે મારી પરવાનગી લેવાની હોય છે કારણ કે હું તમારી બ્રાન્ડ એમ્બેસેડર નથી. કૃપા કરી તાત્કાલિક આ પોસ્ટને હટાવો...

વિરાટે પણ કંપનીને આપ્યો ઠપકો
પૂમા કંપુનીએ પોતાના પ્રમોશન માટે અનુષ્કા શર્માનાં ફોટાનો ઉપયોગ કર્યો હતો. જેના પછી અનુષ્કા શર્માએ કંપનીને સંભળાવ્યું છે.  આ મુદે વિરાટ કોહલીએ પણ પ્રતિક્રિયા આપી છે. કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામથી આ મુદાને શેર કર્યો અને PUMA ઇન્ડિયાથી અપીલ કરી કે તાત્કાલીક આ મુદાને સુધારવામાં આવે છે. PUMAએ અત્યાર સુધીમાં વિરાટ કે અનુષ્કાની પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી નથી. ફેન્સ પણ PUMAનાં જવાબની રાહ જોઇ રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ