બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Another revelation in the Bhavnagar dummy scandal

ભાવનગર / ડમીકાંડના મૂળમાં શું? કેવી રીતે 11 ધોરણમાં ભણતો મિલન બારૈયા સરકારી પરીક્ષાઓ પાસ કરાવી આપતો? જુઓ ચોંકાવનારા ખુલાસા

Dinesh

Last Updated: 04:48 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડમીકાંડમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે કે, આરોપી મિલન બારૈયાએ ડમી વિદ્યાર્થી તરીકે ઘણી બધી પરીક્ષા આપી હોવાનું ખુલ્યુ છે

  • ડમીકાંડમાં વધુ એક ખુલાસો
  • આરોપી મિલન બારૈયાએ આપી છે અનેક પરીક્ષા
  • મિલન ડમી વિદ્યાર્થી તરીકે વર્ષોથી આપતો પરીક્ષા
  • 11માં ધોરણમાં હતો ત્યાથી મિલન પરીક્ષા આપતો હતો


ભાવનગર ડમીકાંડ મામલે પોલીસ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને જેને લઈ એક પછી એક ખુલાસા પણ સામે આવી રહ્યાં છે. ડમીકાંડ મામલે ભાવનગર પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. જે ડમી ઉમેદવાર મિલન બારૈયાની પૂછપરછ બાદ પણ ધરપકડ  કરાઈ નથી તેમજ મિલન પર FIRમાં 7 વખત ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હોવાનો આરોપ થયેલો છે.

ફિલિપાઈન્સના મેડિકલના વિદ્યાર્થીની મિલન બારૈયાએ પરીક્ષા આપી હતી
તમને જણાવી દઈએ કે, ફિલિપાઈન્સના મેડિકલના વિદ્યાર્થીની મિલન બારૈયાએ પરીક્ષા આપી હતી તેમજ ધોરણ-12ના ફિઝિક્સની દેવર્ષીની પણ મિલને પરીક્ષા આપી હતી જેમાં દેવર્ષીના પિતાએ પી.કે.ના મારફતે મિલનનો સંપર્ક કર્યો હતો. જે સમગ્ર ઘટનાને લઈ FIRમાં નામ હોવા છતા પોલીસે પૂછપરછ કરીને જવા દેતા વર્તમાનાં સવાલ ઉઠી રહ્યાં છે. ડમીકાંડની ફરિયાદને 4 દિવસ વિત્યા છતા મિલનની  ધરપકડ કરાઈ નથી. મિલન બારૈયાએ અન્ય જિલ્લામાં પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી છે તેમજ પૈસા લઈને ડમી ઉમેદવાર તરીકે મિલન બારૈયા પરીક્ષા આપતો હતો.  જે ડમીકાંડ મામલે પોલીસે 36 લોકો સામે ફરિયાદ નોંધી છે. અત્યાર સુધી માત્ર 6 આરોપીઓની ધરપકડ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. નામ, સરનામા હોવા છતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી નથી.

ભાવનગર ડમીકાંડ: કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, LCBએ 36  વિરૂદ્ધ નોંધ્યો ગુનો | Court granted remand to four persons in <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/bhavnagar' title='Bhavnagar'>Bhavnagar</a>  Dummikand

ડમીકાંડનો આરોપી મિલન બારૈયા કોણ છે?
મિલન તળાજાના સરતાનપુર ગામનો રહેવાસી છે તેમજ ડમી ઉમેદવાર તરીકે 7 વખત પરીક્ષા આપી ચૂક્યો છે.  રૂપિયા લઈને ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપતો હતો અને તેણે ફિલિપાઈન્સના મેડિકલના વિદ્યાર્થીની પણ પરીક્ષા આપી હતી. ધોરણ 12ના ફિઝિક્સના પેપરની દેવર્ષીની મિલને પરીક્ષા આપી હતી.  ડમીકાંડમાં મિલન બારૈયા સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. ડમીકાંડના આરોપીઓમાં સૌથી વધુ પરીક્ષા આપનાર છે તેમજ મિલન બારૈયાની પોલીસે અનેક વખત પૂછપરછ કરી છે. હજુ સુધી પોલીસે મિલનની ધરપકડ કરી નથી.  

ભાવનગર ડમીકાંડમાં વધુ એક ખુલાસો
આરોપી મિલન બારૈયાએ ડમી વિદ્યાર્થી તરીકે ઘણી બધી પરીક્ષા આપી હોવાનું ખુલ્યુ છે. મિલન બારૈયાએ વનસંરક્ષકની પરીક્ષા આપી હોવાનું પણ ખુલાસો થયો છે, મિલન બારૈયા 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યો છે.  હોશિયાર વિદ્યાર્થી હોવાથી તે શરદ પનોત અને પી.કે દવેના કહેવાથી પરીક્ષા આપતો હતો. મિલન બારૈયાએ વન રક્ષકની લેખિત પરીક્ષા અન્ય વિદ્યાર્થીના નામે આપી હતી અને તે પરીક્ષામાં પાસ પણ થયો હતો. જેમાં દોડની ફિઝિકલ પરીક્ષામાં મૂળ વિદ્યાર્થીને મોકલવામાં આવ્યો જ્યાં તે નાપાસ થયો હતો

મુખ્ય આરોપી શરદ પનોત લઈ મોટો ખુલાસો
મુખ્ય આરોપી શરદ પનોત પર ભૂતકાળમાં પણ ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2012માં બન્ને વિરુદ્ધ IPC કલમ 465,468 અને 114 મુજબ ગુનો નોંધાયો હતો. શરદ પનોત વિરુદ્ધ બોગસ દસ્તાવેજનો ગુનો નોંધાયો હતો. અગાઉના કેસમાં બન્ને આરોપીને સજા મળી કે નહીં તે મોટો સવાલ છે.

પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં
ડમીકાંડની તપાસમાં પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં જણાઈ રહી છે કારણ કે, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ડમીકાંડમાં 7 આરોપીના નામનો ઉલ્લેખ કર્યો હતો. જે 7 નામમાંથી 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જયદીપ રમણા વિરુદ્ધ ફરિયાદ ન નોંધવામાં આવતા સવાલો ઉઠી રહ્યાં છે.  

આ લોકો સામે નોંધવામાં આવ્યો ગુનો
(1) શરદર ભાનુશંકર પનોત (રહે.દિહોર, તળાજા)
(2) પ્રકાશ ઉર્ફે પી.કે કરસનભાઈ દવે (રહે. પીપીરલા તળાજા)
(3) બળદેવ રમેશભાઈ રાઠોડ (રહે.દિહોર તળાજા)
(4) મિલન ઘુઘાભાઈ બારૈયા (રહે.તળાજા)
(5) પ્રદીપ નંદલાલભાઈ બારૈયા (રહે.સિહોર)
(6) શરદના કહેવાથી ફિઝિક્સની પરીક્ષા આપનાર
(7) મિલન ઘુઘાભાઈ આપેલ ડમી વિદ્યાર્થી (રહે.ભાવનગર)
(8) કવિત એન.રાવ (રહે. ભાવનગર)
(9) ભાવેશ રમેશભાઈ જેઠવા (રહે.પીપરલા તળાજા)
(10) રાજપરા દિહોર તળાજાના કોઈ વિદ્યાર્થીના
(11) જી.એન. દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલ ધારી જિ.અમરેલી
(12) રાજ ગીગાભાઈ ભાલિયા (રહે.ભાવનગર)
(13) હિતેશ બાબુભાઈ (રહે. ભાવનગર)
(14) હિતેશ બાબુભાઈનો ડમી રાહુલ (રહે.બોટાદ સિટી)
(15) પાર્થ ઈશ્વરભાઈ જાની (રહે.હિમાલયા પાર્ક-1 ટોપ થ્રી સામે અધેવાડા)
(16) પાર્થ ઈશ્વરભાઈ જાનીનો ડમી ઉમેદવાર (હે.ભાવનગર)
(17) રમણિક મથુરામભાઈ જાની (રહે.સિહોર ભાવનગર)
(18) ભાર્ગવ કનુભાઈ બારૈયા દવે (રહે.દિહોર તળાજા)
(19) મહેશ લાભશંકરભાઈ લાઘવા (રહે. કરમદિયા મહુવા)
(20) અંકિત લકુમ (રહે.ભાવનગર)
(21) વિમલ બટુકભાઈ જાની (રહે. દિહોર તળાજા)
(22) કૌશિક મહાશંકર જાની (રહે. ભાવનગર)
(23) જયદીપ બાબુભાઈ ભેડા (રહે.ભાવનગર)
(24) ભગીરથ અમૃતભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
(25) ભગીરથ અમૃતભાઈ પંડ્યાનો ડમી ઉમેદવાર (રહે.ભાવનગર)
(26) નિલેશ ઘનશ્યામભાઈ જાની (રહે.ભાવનગર)
(27) નિલેશ ઘનશ્યામભાઈ જાનીનો ડમી ઉમેદવાર (રહે.ભાવનગર)
(28) જયદીપ ભદ્રેશભાઈ ધાંધલિયા (રહે.ભાવનગર)
(29) અક્ષર રમેશભાઈ બારૈયા (રહે. બારસો મહાદેવની વાડી કાળનાળા ભાવનગર)
(30) સંજય હરજીભાઈ પંડ્યા (રહે.ગાંધીનગર)
(31) દિનેશ બટુકભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
(32) ભદ્રેશ બટુકભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
(33) અભિષેક પંડ્યા (રહે.ટીમાણા તળાજા)
(34) કલ્પેશ પંડ્યા (રહે.તળાજા)
(35) ચંદુ પંડ્યા (રહે.ભાવનગર)
(36) હિતેન હરિભાઈ બારૈયા (રહે.ભાવનગર)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ