બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / anju went from india to pakistan to meet facebook friend converted to islam

સીમા હૈદર જેવો કિસ્સો / VIDEO : ભારતની અંજુ હવે બની 'પાકિસ્તાની ભાભી', પાક.માં ધર્મ પરિવર્તન કરીને ફેસબુક ફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન

Hiralal

Last Updated: 05:21 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતથી પાક.ગયેલી રાજસ્થાનની અંજુએ પાકિસ્તાનમાં મુસ્લિમ ધર્મ પરિવર્તન કરીને તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાહ સાથે લગ્ન કરી લીધા છે.

  • ભારતથી પાક.ગયેલી રાજસ્થાનની અંજુ મુસ્લિમ બની
  • નામ રાખ્યું ફાતિમા
  • ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાહ સાથે કર્યાં લગ્ન 

રાજસ્થાનના ભીવડીની 32 વર્ષીય અંજુ નામની એક મહિલા થોડા દિવસ પહેલા તેના ફેસબુક ફ્રેન્ડને મળવા પાકિસ્તાન ગઈ હતી. હજુ ગઈ કાલ સુધી અંજુ અને તેનો ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાહ કહેતા હતા કે તેમનો લગ્નનો કોઈ વિચાર નથી, અંજુ તો ખાલી ફરવા માટે પાકિસ્તાન આવી છે અને 20 ઓગસ્ટે તેના વિઝા પૂરા થયા બાદ તે ભારત પાછી ફરશે પરંતુ આજે આવી વાતો પોકળ થઈ છે અને અંજુ અને નસરુલ્લાહનો ઈરાદો બધાની સામે આવી ગયો છે અને તેમણે લગ્ન કરીને બધાને ચોંકાવી મૂક્યા છે. 

અંજૂમાંથી બની ફાતિમા 
અંજુએ હવે મુસ્લિમ ધર્મ અંગીકારી કરી લીધો છે અને તેણે ફાતિમા નામ ધારણ કરીને ફેસબુક ફ્રેન્ડ નસરૂલ્લાહ સાથે લગ્ન કર્યા છે.

વીડિયો થયો જાહેર 
પાક.મીડિયામાં આવેલી ખબરો અનુસાર, કપલે પોતે જ આ વીડિયોને 'અંજુ વેડ્સ નસરુલ્લા' નામથી જાહેર કર્યો છે. વીડિયોમાં બંને એકબીજાનો હાથ પકડીને પહાડો પર ચાલતા અને સાથે બેઠા જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટમાં જતી વખતે અંજુએ બુરખાથી ચહેરો ઢાંકી રાખ્યો હતો. અંજુ અને નસરુલ્લાના લગ્નનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ નસરુલ્લાએ એક ભારતીય ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ વાતને નકારી કાઢી છે.

ગઈ કાલે અંજુએ કહ્યું હતું કે તે અને નસરુલ્લાહ ખાલી મિત્રો જ છે 
વિઝા લઈને પાકિસ્તાન ગયેલી અંજુએ અગાઉ કહ્યું હતું કે, તે માત્ર તેના ફેસબુક ફ્રેન્ડને મળવા ત્યાં ગઈ હતી અને થોડા દિવસોમાં જ પરત ફરશે. જો કે હવે તેના લગ્ન પાકિસ્તાનથી થવાના સમાચાર સામે આવ્યા છે. અંજુના ભારતમાં લગ્ન થઈ ચૂક્યા છે અને તેને બે બાળકો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ