બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Animal Blood Donation organised by viswesh bharatiya

જીવદયા! / પ્રાણીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ, જાણો આ બનાસકાંઠાનાં યુવાનની સેવાકીય પ્રવૃત્તિ વિશે

Vaidehi

Last Updated: 07:47 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે વિવિધ બ્લડ ડોનેશન કેમ્પ્સ વિશે તો સાંભળ્યું જ હશે...કદાચ તમે ક્યારેક પોતાનું બ્લડ ડોનેટ પણ કર્યું હશે.. પણ શું તમે કોઈ દિવસ પ્રાણીઓનાં બ્લડ ડોનેશન વિશે સાંભળ્યું છે?

  • ગુજરાતના એક યુવા સામાજિક કાર્યકર્તાએ શરૂ કરી અનોખી ઝૂંબેશ
  • માણસોનાં બ્લડ ડોનેશનની જેમ પ્રાણીઓનાં બ્લડ ડોનેશનની પણ વ્યવસ્થા
  • પ્રાણીઓનો જીવ બચાવવા માટે અત્યાર સુધી 90 જેટલા કેમ્પ્સ કર્યાં છે

VAIDEHI BHINDE VTV: દેશ-વિદેશમાં હોસ્પિટલ્સ, NGO અને અન્ય સંસ્થાઓ બ્લડ ડોનેશન અથવા અવેરનસ કેમ્પ્સ ગોઠવતાં હોય છે જ્યાં સ્વૈચ્છિક ધોરણે લોકો પોતાનું બ્લડ ડોનેટ કરતાં હોય છે. આ બ્લડને સંસ્થાઓ ટેસ્ટ કરીને પ્રિઝર્વ કરે છે અને જ્યારે કોઈ વ્યક્તિને એક્સિડેન્ટ અથવા તો અન્ય કોઈ બીમારીને લીધે લોહીની જરૂર પડે ત્યારે તેમને આ બ્લડ સોંપતા હોય છે. આ તો થઈ HUMAN BLOODની વાત..પણ શું તમે ક્યારે ANIMAL BLOOD DONATION વિશે સાંભળ્યું છે? 

માણસની જેમ પ્રાણીઓનાં પણ અકસ્માત થતાં હોય છે અથવા તો તેમને પણ બીમારી થતી હોય છે. અને જો સારવાર સમયે તેને યોગ્ય બ્લડ ન મળે તો, બ્લડ લોસનાં કારણે પ્રાણી મૃત્યુ પામે  છે. મૂંગા પ્રાણીઓની આવી દયનીય સ્થિતિ જીવદયા પ્રેમી એક યુવાનનાં હદયને સ્પર્શી ગઈ અને તેણે એકલા હાથે પ્રાણીઓનાં જીવને બચાવવા માટે એક નવી ઝૂંબેશ હાથ ધરી- પ્રાણીઓનો બ્લડ ડોનેશન કેમ્પ!

પ્રાણીઓની બ્લડ બેંક
બનાસકાંઠાનાં આ 30 વર્ષીય યુવાન ‘વિશ્વેશ ભારતીય’ પ્રાણી પ્રેમી છે અને પ્રાણીઓનાં જીવને બચાવવા માટે છેલ્લાં 14 વર્ષથી કામ કરી રહ્યાં છે. VTV સાથેની વાતચીત દરમિયાન વિશ્વેશભાઈએ જણાવ્યું કે તેઓ ' VISW- Our Responsibility' નામની NGO ચલાવે છે, જ્યાં તે પોતે અને તેમની ટીમનાં મેમ્બર્સ પ્રાણીઓનો જીવ બચાવવાનું, પ્રાણીઓ સંબંધિત પ્રશ્નો મામલે ગાઈડન્સ આપવાનું તેમજ પ્રાણીઓને થતી બીમારીઓ તેમજ મૃત્યુને લઈને જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. છેલ્લાં થોડા સમયથી તેમણે 'પ્રાણીઓની બ્લડ બેંક' કેમ્પેઈન ચાલુ કર્યું છે. જે અંતર્ગત તેઓ વિવિધ એનિમલ જાગૃતિ કેમ્પ્સ ગોઠવે છે . આ કેમ્પમાં લોકો પોતાના પ્રાણીઓનાં ચેકઅપ બાદ તેમનું નામ NGOમાં રજિસ્ટર કરાવે છે. રજિસ્ટર થયેલ પ્રાણીઓ જરૂરિયાત પડે ત્યારે પોતાનું બ્લડ અન્ય ઘાયલ પ્રાણી માટે ડોનેટ કરે છે. પ્રાણીઓનો જીવ બચાવવા માટે અત્યાર સુધી તેમણે 90 જેટલા કેમ્પ્સ કર્યાં છે.

આખા દેશમાં બ્લડ પહોંચાડે છે
વિશ્વેશભાઈએ જણાવ્યું કે, "હાઈવે અને રોડ-રસ્તાઓ પર પ્રાણીઓનાં અકસ્માત કિસ્સાઓ વધી ગયાં છે. આ નિર્દોષ પ્રાણીઓને વાહનની ટક્કર વાગે છે અને તે તમ્મર ખાઈને પડી જાય છે. પણ નવાઈની વાત તો એ છે કે આ પ્રાણીઓ અકસ્માતને લીધે નહીં પણ અકસ્માત બાદ થતાં બ્લડ લોસને લીધે મૃત્યુ પામી જતાં હોય છે. આ પ્રાણીઓ લોહીની ઊણપને લીધે મોતને ન ભેટે તે માટે મેં એનિમલ બ્લડ ડોનેશન કેમ્પ શરૂ કર્યાં છે." વિશ્વેશ પાસે હાલમાં તેમની આશરે 86 જેટલા રજિસ્ટર્ડ પ્રાણીઓ છે કે જેઓ પોતાનું બ્લડ ડોનેટ કરવા માટે તૈયાર છે. દેશભરમાં પ્રાણીઓનાં બ્લડની નિ:શુલ્ક સેવા કરતાં વિશ્વેશભાઈએ હજુ સુધી મુંબઈ, કોલકત્તા અને અમદાવાદ ખાતે કુલ 4 પ્રાણીઓનો જીવ બચાવ્યો છે અને તેમની આ યાત્રા અવિરત ચાલુ જ છે. 

blood donation camp

અલગ છે પ્રાણીઓના બ્લડ ડોનેશનની પ્રોસેસ
જેમ માણસોનાં લોહી અલગ-અલગ બ્લડ ગ્રુપમાં વિભાજિત થયેલા હોય છે, તેવી જ રીતે પ્રાણીઓનાં બ્લડ પણ ભિન્ન-ભિન્ન પ્રકારનાં હોય છે. વિશ્વેશભાઈએ જણાવ્યું કે પ્રાણીઓમાં પણ બ્લડ ગ્રુપ હોય છે પણ જ્યારે તાત્કાલિક કોઈ પ્રાણીને બ્લડની જરૂર હોય ત્યારે કોઈપણ અન્ય પ્રાણીનાં બ્લડથી તેનો જીવ બચી શકે છે. ઉદાહરણ આપતાં તેમણે સમજાવ્યું કે ‘જો કોઈ ગાયને લોહીની તાત્કાલિક જરૂર પડે છે તો પહેલા સ્ટેજમાં તો તેને કોઈપણ અન્ય પ્રાણીનાં બ્લડથી કામ ચાલી જશે. પણ જો તે ગાયને ફરીથી કોઈ કારણોસર લોહીની જરૂર પડે છે તો ત્યારે બ્રિડના હિસાબે કે પ્રાણીનાં બ્લડગ્રુપનાં હિસાબે તેને લોહી ચડાવવું પડે છે. મોટાભાગે પ્રાણીઓને 200થી 300ml લોહી પૂરતું રહે છે.’

600થી વધુ સ્વયંસેવકો સાથે મળી કરે છે કામ
વિશ્વેશભાઈએ જણાવ્યું કે, ‘આ ઝૂંબેશમાં મારો સાથ આશરે 600-700 વોલેન્ટિયર્સ આપે છે. વોટ્સએપ ગ્રુપની મદદથી અમે સૌ જોડાયેલા રહીએ છીએ જ્યાં કોઈપણ ઈમેરજન્સી આવે ત્યારે એક મેસેજ માત્રથી સ્વયંસેવકો સેવા આપવા તૈયાર થઈ જતાં હોય છે.’ વિશ્વેશભાઈએ જણાવ્યું કે, ' નજીકનાં ભવિષ્યમાં હું સરકારમાં રજિસ્ટર્ડ પ્રાણીઓની બ્લડ બેંક બનાવવા ઈચ્છું છું કે જ્યાં હું મોટાપાયે આવી સેવાભાવી પ્રવૃતિ કરી શકું' 

પ્રાણીઓનાં જીવની ચિંતા કરતો ગુજરાતનો આ યુવાન આજે હજારો લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યો છે. માણસોનાં જીવની જેમ પ્રાણીઓનો જીવ પણ એટલો જ મહત્વનો છે. પ્રાણીઓ એ આપણી આસપાસનાં પર્યાવરણનો જ એક હિસ્સો છે. તેવામાં એક સમજુ નાગરિક તરીકે આપણે સજાગતાથી પ્રાણીઓનાં જીવની જાળવણી કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

વાંચવા જેવું: ગુજરાતની પંચાલ બહેનોની સંઘર્ષભરી કહાની: રામ મંદિર આંદોલનમાં માતા-પિતા અને બે બહેનોએ ગુમાવ્યા જીવ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ