બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ayodhya ram mandir: Ahmedabad panchal family lost 5 members of their family during godhra train accident

VTV EXCLUSIVE / ગુજરાતની પંચાલ બહેનોની સંઘર્ષભરી કહાની: રામ મંદિર આંદોલનમાં માતા-પિતા અને બે બહેનોએ ગુમાવ્યા જીવ

Vaidehi

Last Updated: 07:25 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2002માં રામમંદિર અયોધ્યાથી અમદાવાદ આવતી ટ્રેનમાં આગ લાગવાની ઘટના ગોધરા ખાતે બની હતી જેમાં 2 દીકરીઓએ પોતાના માતા-પિતા સહિત આખું પરિવાર ગુમાવ્યું. આ પરિવારને હવે રામમંદિર મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

  • ગોધરા ટ્રેન અકસ્માતમાં મોતને ભેટેલા પરિવારજનોની કહાની
  • રામમંદિર ખાતે યોજવામાં આવેલ યજ્ઞમાં આહૂતિ આપવા ગયો હતો પરિવાર
  • દીકરીઓએ પોતાનો આખો પરિવાર એક ઝટકે ગુમાવ્યો

VTV Special: ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે જેને લઈને અયોધ્યા સંઘર્ષ સમયે જોડાયેલા લોકો અને તેમના પરિવારજનોને આમંત્રણ પાઠવામાં આવી રહ્યાં છે. જેમાં અમદવાદમાં રામમંદિર માટે બલિદાન આપનારા એક પરિવારને પણ નિમંત્રણ મળ્યું છે. અમદવાદમાં વસતો આ પંચાલ પરિવાર કે જેમણે રામમંદિર સંઘર્ષમાં ટ્રેન અકસ્માત દરમિયાન એકસાથે પોતાના માતા-પિતા અને બહેનને ગુમાવ્યાં છે. આવો જાણીએ તેમની હદયકંપી કહાની...

2002 યજ્ઞનો સમય
રામમંદિર નિર્માણ માટેનો ૫૦૦ વર્ષ જૂનો ઈતિહાસનો સંઘર્ષનો  હદયકંપી છે.  ૪ લાખ બલીદાન અને  ૭૬ યુદ્ધ બાદ હવે અયોધ્યામાં રામમંદિર તૈયાર થયું છે. સંઘર્ષ દરમિયાન આપણાં ગુજરાતનાં કેટલાક રામ ભક્તોએ પણ  સેવાઓ આપીને પોતાનું યોગદાન આપ્યું હતું. આ રામ મંદિર સંઘર્ષમાં બલીદાન આપનારા પરિવારને યાદ કરીને રામમંદિરના ટ્રસ્ટ દ્વારા તેમને આમંત્રણ પાઠવામાં આવી રહ્યું છે. જેમાં ૧૯૯૦ અને ૧૯૯૨ની કાર સેવા બાદ અયોધ્યામાં રામ મંદિર ખાતે આયોજિત યજ્ઞ ૨૦૦૨માં યોજાયો હતો. જેમાં સેંકડો લોકો જોડાયા હતાં. તેમાં અમદાવાદમાં વસતા પંચાલ પરિવારનાં 5 સભ્યો પણ જોડાયાં હતાં.

ગોધરામાં હિંદુ કાર્યકરોને લઇને જતી એક ટ્રેનમાં આગની ઘટના

પંચાલ પરિવારના તમામ સદસ્યો એટલે કે, હર્ષદભાઈ પંચાલ તેમના પત્ની નીતાબેન અને તેમની ત્રણ દીકરીઓ આ યજ્ઞ માટે અયોધ્યા ગયાં હતાં. જ્યારે તેમની બીજી બે દીકરીઓ પરીક્ષા કારણે ઘરે રહી હતી. ૨૦૦૨માં  ગોધરામાં હિંદુ કાર્યકરોને લઇને જતી એક ટ્રેનમાં આગ લગાડવામાં આવી હતી, જેમાં 58 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ટ્રેન અકસ્માતમાં હર્ષદભાઈ પંચાલ તેમના પત્ની નીતાબેન અને તેમની 2 દીકરીઓનું અવસાન થયું હતું, આમ પંચાલ પરિવારના 4 લોકો મૃત્યુ પામ્યાં હતા. જ્યારે સદનસીબે ગાયત્રીબહેન બચી ગયા હતા.  આજે પરિવારની બન્ને દીકરીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે . આમંત્રણ મળતાં અમદવાદમાં વસતી આ દીકરીઓનાં મુખેથી શબ્દો નીકળ્યા કે-  "પરિવાર રામ મંદિરની આહુતિ માટે ગયો પણ  મારું પરિવાર હોમાઈ ગયું..."

જે બહેનનો બચાવ થયો તે હાલ લંડનમાં છે..
પંચાલ પરિવારની નાની દીકરી પ્રિયંકા કહે છે કે," માતા પિતાનાં અવસાન બાદ અમારા પરિવાર પર મોટી આફત આવી. મારી બહેન કે જેનો બચાવ થયો હતો તે ગાયત્રીબેન હાલ તો લંડનમાં છે, પરતું તેઓ આ સદમો આજે પણ ભૂલી શકતા નથી. કેટલાય વર્ષો સુધી બહેનની હાલત ખરાબ રહી અને માતા પિતા બાદ પરિવાર જેવું કંઈ રહ્યું જ નહી. તે બાદ જાણે પરિસ્થતિમાંથી રામે ઉગાર્યા એમ કહી તો ખોટું નથી. 3 બહેનો માતાપિતાની છાયા વિના ઊછરી. તેમણે કહ્યું કે, હવે ૨૨ તારીખે યોજાનાર અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અમને આમંત્રણ મળ્યું છે, તે બદલ અમે ખુશ છીએ...સેંકડો વર્ષનાં સંઘર્ષ બાદ હવે રામજી નિજ મંદિરમાં પ્રવેશ કરશે. તેથી મારા પિતા રામ મંદિર માટે બલિદાન એળે ગયું નથી..આજે રામ મંદિર માટેના તેમનાં બલીદાનની નોંધ અયોધ્યાવાસીઓએ લીધી છે. અમને આમંત્રણ મળ્યું છે, અમે પરિવારના સદસ્યો પણ અયોધ્યા જઈશું."

પરિવાર પર જાણે આભ તૂટ્યો...
ટ્રેન અકસ્માત બાદ પંચાલ પરીવાર પર જાણે આભ તૂટી ગયો હતો. પરિવારના તમામાં લોકોનાં અવસાન બાદ પરિવાર અનેક યાતનાઓ ભોગવીને બહાર આવ્યો છે.પરંતુ પરિવારનો બલીદાન આજે પણ બન્ને દીકરીઓ ખુમારી પૂર્વક યાદ કરે છે. પંચાલ પરિવારને જયારે રામ મંદિરનું આમંત્રણ મળ્યું તેનો તેમણે સહર્ષ સ્વીકાર કરીને અયોધ્યા જવાની તૈયારી પણ કરી દીધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ