બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરત / Anger erupted across Gujarat against the circular to lay off TRB jawans, petitions were sent expressing their grief.

વિરોધ / TRB જવાનોને છૂટ્ટા કરવાના પરિપત્ર સામે ગુજરાતભરમાં રોષ ફાટી નીકળ્યો, વેદના વ્યક્ત કરી આવેદન પત્ર પાઠવ્યા

Vishal Khamar

Last Updated: 11:42 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં TRB જવાનોને છૂટ્ટા કરવાના પરિપત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો. અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં TRB જવાનોએ ભેગા થઈને સરકાર સામે બાંયો ચડાવી હતી. જેને પગલે અમદાવાદ, સુરત અને ડીસામાં ટીઆરબી જવાનો દ્વારા વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

  • રાજ્યમાં વિવિધ જગ્યાએ TRB જવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું
  • અમદાવાદ, સુરત, બનાસકાંઠાના TRB જવાનોએ સરકાર સામે ચડાવી બાંયો
  • TRB જવાનો દ્વારા આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત

અમદાવાદમાં લાંબા સમયથી ફરજ બજાવતા TRB જવાનોને છુટા કરવાનો નિર્ણય ગુજરાતના DGP દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં 10 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષથી ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડની ટૂંકા સમયગાળા માં હવે ફરજ મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.  જેને લઈ આજે TRB  જવાનો દ્વારા ચિલ્ડ્રન પાર્ક ખાતે એકઠા થઇને વિરોધ વ્યક્ત કર્યો હતો. 

સુરતમાં TRB  જવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

રાજ્યમાં TRB જવાનોને છૂટા કરવાના નિર્ણયને પગલે અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ TRB જવાનોએ સરકાર સામે રોષ વ્યાક્ત કર્યો હતો. રાજ્ય સરકારના આ નિર્ણયથી 6 હજારથી વધુ TRB જવાનો પ્રભાવિત થયા છે.. ત્યારે રાજ્ય સરકાર પોતાનો પરિપત્ર પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી રહી છે. પરિપત્ર પરત નહીં ખેંચાઈ તો આગીમી સમયમાં આંદોલન શરૂ કરાશે તેમ કોંગ્રેસના ઓબીસી સેલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન સ્થિત સરદારની પ્રતિમા ખાતે ધરણા પ્રદર્શનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.સુરતના ભટાર સ્થિત ઈશ્વર ફાર્મ ખાતે TRBના જવાનો અને કોંગ્રેસ પ્રદેશ ઓબીસી સેલના મહામંત્રી વચ્ચે બેઠક મળી હતી. બેઠકમાં ચોક્કસ રણનીતિ તૈયાર કરવા વિચારણા થઈ હતી. ત્યારે સરકાર કોઇ નિર્ણય નહીં લે તો સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે. સુરત ખાતે 1600થી વધુ TRB જવાનો ફરજ બજાવે છે. તેના હિતમાં આ નિર્ણય લેવામાં આવે તે પ્રકારની ચર્ચા કરવામાં આવી હતી.

બનાસકાંઠામાં પણ TRB  જવાનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી

રાજ્યમાં TRB જવાનોને છૂટા કરવાના નિર્ણયને કારણે ઠેર- ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આ નિર્ણયથી બનાસકાંઠાના ડીસામાં TRB જવાનોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. TRB જવાનોએ નાયબ કલેક્ટરને આવેદન આપી વિરોધ કર્યો હતો. ત્યારે સરકારના અચાનક છૂટા કરવાના નિર્ણયથી TRB જવાનો મુશ્કેલીમાં મુકાયા છે. TRB જવાનોએ આવેદનપત્ર આપી સરકારના નિર્ણયને રદ કરવા અને જવાનોને તત્કાલ ફરજ પર લેવા માગ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Deesa TRB Jawan ahmedabad protest surat અમદાવાદ આવેદનપત્ર ટીઆરબી જવાન ડીસા વિરોધ સુરત Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ