બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Anger among candidates who rescind non-secretariat exams

રાજકોટ / બિનસચિવાલયની પરિક્ષા ફરી રદ થતા લોકોમાં રોષનો માહોલ, રાજકોટના ઉમેદવારો કહી આ મોટી વાત

Ronak

Last Updated: 11:40 AM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિનસચિવાલયની પરીક્ષા ફરી રદ થતા વીટીવી દ્વારા રાજકોટના ઉમેદવારો સાથે વાત કરવામાં આવી. ત્યારે ઉમેદવારોમાં રોષનો માહોલ જોવા મળ્યો સાથેજ તેઓ આંદોલન કરવાના મૂડમાં જોવા મળ્યા હતા.

  • બિનસચિવાલયની પરીક્ષા ફરી રદ થઈ 
  • પરિક્ષા રદ થતા રાજકોટના ઉમેદવારોમાં રોષનો માહોલ 
  • ઉમેદવારો હવે આંદોલન કરવાના મૂડમાં 

બિનસચિવાલયની પરિક્ષા પહેલા પણ રદ થઈ હતી અને હવે ફરી વખત રદ  કરવામાં આવી છે. એક તરફ ભરતી કૌભાંડને લઈને પણ યુવરાજ સિંહ જાડેજા દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેમા તેમના કહેવા પ્રમાણે તપાસના નામે માત્ર ડોળ થઈ રહ્યા છે . જોકે હવે પરિક્ષા રદ થવાને કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

ઉમેદવારોમાં રોષનો માહોલ 

પરીક્ષા વારંવાર રદ થવાને કારણે હવે ઉમેદવારો કંટાળ્યા છે. જેમા ખાસ કરીને રાજકોટના ઉમેદવારોમાં રોષનો માહોલ જોવા મલી રહ્યો છે. વીટીવી દ્વારા ઉમેદવારો સાથે વાત કરવામાં આવી હતી. જેમા  ઉમેદવારો રોષે ભરાયેલા જોવા મળ્યા સાથેજ ઉમેદવારો હવે ચિંતામાં મુકાઈ ગયા છે.

આંદોલનના મૂડમાં ઉમેદવારો 

ઉમેદવારોનું કહેવું છે તેઓ છેલ્લા કેટલાય સમયથી મહેનત કરી રહ્યા પરંતુ સરકાર રાજકારણ રમી રહી છે. તારીખ પર તારીખ સરકાર આપતી જાય છે. જેથી ઉમેદવારો હવે નવ નિર્માણ આંદોલન કરવાની વાત કરી રહ્યા છે. જેથી કરીને લોકોને જાગૃત કરી શકાય. સાથેજ ઉમેદવારોનું કહેવું છે કે સરકાર હવે જાગી જાય જેથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી બંધ થાય. 

આંદોલનના મૂ઼ડમાં આવ્યા ઉમેદવારો 

ઉલ્લેખનીય છે કે વાંરવાર પરિક્ષાઓ રદ થવાને કારણે  હવે ઉમેદવારો ચિંતામા મુકાઈ ગયા છે. ઉમેદવારોનું કહેવું છે કે તેમના ઘરના સભ્યોને તેમના પ્રત્યે ઘણી આશા છે. પરંતુ સરકાર દ્વારા પરિક્ષા વારંવાર રદ કરવામાં આવી છે. જેથી હેરાન થયેલા ઉમેદવારો હવે આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ