બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / andre russell hit six in six balls video is getting viral

ગજબ / 6 બોલમાં 6 છગ્ગા! દૈત્યની જેમ ઉતરી પડ્યો વેસ્ટ ઇન્ડિયન બેટ્સમેન, 24 બોલમાં ઝૂડી કાઢ્યા 72 રન

Khevna

Last Updated: 11:49 AM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આન્દ્રે રસેલે 6 બોલ્સ પર 6 સિક્સર ફટકારી તથા વીડિયો શેર કારીબને કહ્યું કે બધી ભગવાનની માયા છે.

  • આન્દ્રે રસેલે સતત 6 બોલ્સ પર 6 સિક્સર ફટકારી 
  • બે બોલર્સનાં બોલ્સ પર રસેલે ફટકારી સિક્સર 
  • રસેલે કહ્યું કકે બધી ભાગવાનની માયા છે 

આન્દ્રે રસેલે સતત 6 બોલ્સ પર 6 સિક્સર ફટકારી 

વર્લ્ડ ક્રિકેટનાં તોફાની બેટ્સમેનમાં આન્દ્રે રસેલનું નામ ટોપ લિસ્ટમાં છે. આવું શા માટે છે, તેનો જવાબ તમને દુનિયાભરના બોલર્સ આપી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટને પોતાના આ ખેલાડીની ભલે કદર ના હોય, પણ આ તો સત્ય છે કે બોલર્સને ઝટકો આપવામાં રસેલનો કોઈ તોડ નથી. પછી ફોર્મેટ કોઈપણ હોય. હાલમાં જ તેમણે 2 બોલર્સ પર 6 સિક્સર ફટકારી અને તેને લઈને તેઓ કહી રહ્યા છે કે બધિયા ભગવાનની માયા છે. 

હવે સવાલ છે કે આન્દ્રે રસેલે 6 સિક્સર 2 બોલર્સ પર ફટકારી ક્યારે અને કયા? તો જવાબ છે કે હાલમાં જ સમાપ્ત થયેલ ક્રિકેટની નવી ટૂર્નામેન્ટ અને સૌથી નવો અવતાર The 6ixty. રસેલે ટ્રીનબાગો નાઈટ રાઈડર્સ માટે રમતા સતત 6 બોલ્સ પર 6 સિક્સર ફટકારી પણ આ દરમિયાન બોલર્સ 2 રહ્યા. 

આન્દ્રે રસેલે સતત 6 સિક્સરનો વીડિયો શેર કર્યો 
આન્દ્રે રસેલે 2 બોલર્સ પર 6 સિક્સરનો વીડિયો ખુદ જ શેર કર્યો છે. સાથે જ તેમણે તેના કેપ્શનમાં લખ્યું છે કે બધી ભગવાનની માયા છે તેમની મરજી છે. એટલે કે તેમણે ક્રિઝ પર ઊભા રહીને જે કર્યું, તે ભગવાને કરાવ્યું. 

2 બોલર, 6 સિક્સર અને આન્દ્રે રસેલનો ખેલ 
આ 6 સિક્સર તેમણે 2 બોલર્સ સામે કી રીતે ફટકારી એ જાણી લઈએ. રસેલે સિક્સરની શરૂઆત 7મી ઓવરમાં કરી હતી. બોલર હતા ડોમનિક ડ્રેક્સ,જેમની ઓવરનાં ત્રીજા બોલ પર તેમણે પહેલી સિક્સર ફટકારી, ત્યાર બાદ ચોથી, પાંચમી અને છઠ્ઠા બોલ પર પણ સિક્સર મારી. 

જ્યારે ડ્રેક્સની ઓવર પૂરી થઈ. લાગ્યું કે આ સાથે રસેલ પણ શાંત પડી જશે. પરંતુ બોલર બદલ્યો પણ રસેલ નહીં. તેમણે બોલિંગ કરવા આવેલા જોન રસ જગ્ગેસર સામે હુમલો ચાલુ રાખ્યો અને તેમના પહેલા બે બોલ પર 2 સિક્સર ફટકારી અને આ સાથે જ સતત 6 બોલ્સ પર 6 સિક્સર ફટકારી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ