બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Anal Cancer symptoms causes and treatment health news

સાવધાન / ભૂલથી પણ શરીરમાં આ સમસ્યા સર્જાય તો તેને અવગણતા નહીં, હોઇ શકે છે Anal Cancerના શરૂઆતી લક્ષણ

Arohi

Last Updated: 12:05 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anal Cancer Symptoms: શરીરનો એ ભાગ જ્યાંથી મળનો ત્યાગ થાય છે તે ભાગને એનાલ અથવા અનસ કહેવામાં આવે છે. જો સમય રહેતા આ કેન્સરની જાણકારી મળી જાય તો દર્દીનો જીવ બચાવી શકાય છે.

  • આ સમસ્યા સર્જાય તો તેને અવગણતા નહીં
  • હોઇ શકે છે Anal Cancerના શરૂઆતી લક્ષણ
  • જાણો એનાલ કેન્સરના લક્ષણ વિશે 

એનાલ કેન્સર નોર્મલ કેન્સરથી ખૂબ જ અલગ હોય છે. આ કેન્સર એનસમાં થાય છે માટે તેને એનાલ, એનસ કે ગુદા કેન્સર કહેવામાં આવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શરીરનો એ ભાગ જ્યાંથી મળનો ત્યાગ થાય છે તે ભાગને એનાલ અથવા અનસ કહેવામાં આવે છે. જો સમય રહેતા આ કેન્સરની જાણકારી મળી જાય તો દર્દીનો જીવ બચાવી શકાય છે. 

સામાન્ય રીતે એનાલ કેન્સરનું જોખમ 60 વર્ષની ઉંમર બાદ વધારે હોય છે. 35ની ઉંમર આવતા આવતા પુરૂષોને આ બીમારીનું જોખમ વધારે થાય છે તો ત્યાં જ મહિલાઓમાં 50 બાદ આ બિમારીઓનું જોખમ વધવા લાગે છે. 

એનાલ કેન્સરના શરૂઆતી લક્ષણ હોય છે અજીબ 
એક રિપોર્ટ અનુસાર એનાલ કેન્સર જો એક વખત કોઈ વ્યક્તિને થઈ જાય તો પછી તેની તપાસ કરવી મુશ્કેલ થઈ શકે છે. આ કેન્સર એટલા માટે પણ બીજા કેન્સરથી વધારે ખતરનાક છે કારણ કે તેના શરૂઆતી લક્ષણમાં એવું કંઈ ખાસ નથી થતુ જેના કારણે તારૂ ધ્યાન તેના પર જાય. માટે શરૂઆતમાં ડોક્ટર્સ પણ તેની જાણકારી નથી મેળવી શકતા. 

શું છે એનાલ કેન્સરના લક્ષણ 
જેમ જેમ આ બીમારી ગંભીર રૂપમાં ફેરવાય છે તેના લક્ષ્ણ જોવા મળે છે. ઘણી વખત એવું થાય છે કે એનાલ કેન્સરનું લક્ષણ હોય અને લોકો તેને મસો સમજી લે છે. મળ ત્યાગ કરતી વખતે દુખાવો, બ્લડ નિકળવું, તેની સાથે સાથે અનલમાં ખંજવાડ આવવી, અથવા તો તેની આસપાસ ગાંઠ બનવી એનાલ કેન્સરના શરૂઆતી લક્ષણ છે.  

એનાલ કેન્સરના કારણ કોઈ પણ હોઈ શકે છે પરંતુ પેલ્વિક રેડિએશન થેરેપી એક મુખ્ય કારણ છે. જેનો ઉપયોગ અન્ય પ્રકારના કેન્સર જેવા કે રેક્ટલ, પ્રોસ્ટેટ કે સર્વાઈકલ કેન્સર માટે કરવામાં આવે છે. આ થેરેપીના કારણે પણ એનાલ કેન્સરનો ખતરો વધે છે. 

આ કેન્સરની સારવાર છે સંભવ? 
એનાલ કેન્સરની સારવાર સામાન્ય રીતે સર્જરી, રેડિએશન અને કિમોથેરેપી દ્વારા કરવામાં આવે છે. પીડિતનું કેન્સર કયા સ્ટેજ પર પહોંચી ગયું છે તે આધાર પર સર્જરી, રેડિએશન કે કીમોથેરેપી દર્દીનો આપવામાં આવે છે. જ્યારે કેન્સર કીમોથેરેપી અને રેડિએશન પર યોગ્ય રીતે પ્રતિક્રિયા ન કરે તો સર્જરી દ્વારા આ કેન્સરની સારવાર કરી શકાય છે. જો તમને શંકા છે કે તમે એનાલ કેન્સરના લક્ષણોનો અનુભવ કરી રહ્યા છો તો તરત જ ડોક્ટરને મળો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ