બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / An audio stating that the sentiments of the citizens of Vadodara are hurt has gone viral

નિવેદન / VIDEO: મફતમાં જોઈએ તો આવા જ મળશે ભાઈ, કાપીને થોડા આપીએ: સ્મશાનમાં લાકડા બાબતે સરકાર બાબુનો જવાબ તો સાંભળો

Vishal Khamar

Last Updated: 03:17 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા કોર્પોરેશનનાં કર્મચારીઓની નાગરિકોની સુખાકારી માટેની ઓડિયો ક્લીપ વાયરલ થવા પામી છે. સ્મશાનમાં આપવામાં આવતા લાકડા કટિંગ કરેલા લાાકડા ન હોવાની રજૂઆત કરતા કર્મચારી ઉડાઉ જવાબ આપી રહ્યા છે.

પ્રજાની સુખાકારીનાં દાવા વચ્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની તેમનાં જ અધિકારીએ પોલ ખોલી છે. વડોદરાનાં નાગરિકોની લાગણી દુભાય તેવું નિવેદન કરતો ઓડિયો વાયરલ થયો હતો. વેરો ભરતા નાગરિકોને સ્મશાનમાં લાકડા માટે કડવો અનુભવ થયો છે. કોર્પોરેશનનાં કર્મચારી અલ્પેશ સોલંકી- મનીષ પટેલ વચ્ચેનાં સંવાદે નાગરિકોની લાગણી દુભાવી હતી. ગોવ સ્મશાનમાં મોટા લાકડાને કાપીને આપવાનું કહેતા જન્મ મરણ શાખાનો ક્લાર્ક બગડ્યો હતો. કર્મચારી દ્વારા કહ્યું હતું કે, મફતમાં ખાવાનું અને ગરમ ખાવાનું. જે લાકડા છે તેનાથી જ કામ ચલાવો.  હમણાં તો પાલિકા લાકડા મફતમાં આવે છે. હવે એ પણ બંધ થઈ જશે. ઓડિયો ક્લિપ વાયરલ થતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

કમલેશ પરમાર (સામાજીક કાર્યકર)

સ્મશાનમાં વિઝીટ કરી તાત્કાલીક અધિકારીઓ નિમાવા જોઈએ તેવી અમારી માંગઃ કમલેશ પરમાર (સામાજીક કાર્યકર)
આ મામલે સામાજીક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં આવેલ જે ગોરવા સ્મશાનની અંદર ગઈકાલે જે એક ઓડિયો વાયરલ થયો હતો. જેનાથી વડોદરા શહેરના નગરજનોની લાગણી દુભાય તેવા શબ્દો બોલવામાં આવ્યા છે. આવા જે બેફામ બનેલા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ આપના મીડિયાના માધ્યમથી તેઓને અપીલ છે કે આ શબ્દ ન બોલશો. આ સ્મશાન છે.  આ કોઈના બાપનું નથી. બીજી બાબત એ છે કે કોર્પોરેશનમાં જ્યારે ઠરાવ થતો હોય કે મફત લાકડા આપવાનાં. કર્મચારી જ્યારે એક ક્લાર્ક તરીકે નોકરી કરનાર કર્મચારી આ શબ્દ જે બોલે છે. આ શબ્દ માટે અમે ખાસ કરીને અપીલ કરીએ છીએ કે, માફી માંગવી જોઈએ અથવા તો આવા કર્મચારીને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. આરોગ્ય અમલદારે ખાસ કરીને આવા સ્મશાનોની વિઝીટ લેવી જોઈએ. જેથી કરીને તમે દરેક સ્મશાનની અંદર જોશો તો કોઈ જગ્યા પર અધિકારીઓ નથી. અધિકારીઓ ન હોય એટલે ખાસ કરીને આવા કર્મચારીઓ ગમે તેવુ વર્તન કરી દેતા હોય છે. એટલે તમામ સ્મશાનમાં વિઝીટ કરી તાત્કાલીક અધિકારીઓ નિમાવા જોઈએ તેવી અમારી માંગ છે. 

લાલાભાઈ પઢીયાર (સ્થાનિક નાગરિક ગોરવા)

વધુ વાંચોઃ હજુ આટલાં દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે યથાવત, જાણો આજે ક્યાં કેટલું તાપમાન

આ બાબતે અમે પણ વારંવાર રજૂઆત કરીઃ લાલાભાઈ પઢીયાર (સ્થાનિક નાગરિક ગોરવા)
ગોરવાનાં સ્થાનિક નાગરિક લાલાભાઈ પઢીયારે જણાવ્યું હતું કે, અધિકારી તરીકે આવું નિવેદન ન આપવું જોઈએ. અને દેવેશ પટેલ દ્વારા પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. તેમજ આવા લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ. તેમજ કર્મચારી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે. જેનાથી અમારી લાગણીઓ દુભાઈ છે. આવું નિવેદન અધિકારી તરીકે ન આપવું જોઈએ. તેમજ દર રવિવારે અમારા છોકરાઓ આવે છે અને લાકડા કાપે છે. વધુનાં જે લાકડા હોય છે તે કર્મચારી તમારે મોકલવાનાં છે. આ બાબતે અમે પણ વારંવાર રજૂઆત કરી છે. આ બાબતે મનીષ પટેલ એમ કહે છે કે ભાઈ તમે કંઈ કરશો જ નહી મારી જવાબદારી છે. પરંતું તમે કંઈ સાંભળા નથી. એટલે કર્મચારી જોડે નાગરિકો રજૂઆત કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ