બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / An audio clip of a conversation between a broker and a customer in Rajkot also went viral

રાજકોટ / AUDIO: 'પોલીસવાળા છોકરાઓ બધા ઘરના જ છે', કૂટણખાનું ચલાવતા JDનો ઓડિયો વાયરલ, દારૂની પણ વ્યવસ્થા!

Malay

Last Updated: 10:56 AM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં કૂટણખાનું ચલાવતા દલાલ અને ગ્રાહક વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર આ ઓડિયો ફરતો થતાં રાજકોટ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે.

 

  • રાજકોટમાં સોશિયલ મીડિયાના ઉપયોગથી અનૈતિક પ્રવૃત્તિઓ
  • વોટ્સએપ પર જે.ડી. નામના વ્યક્તિનો ફૂટણખાનાનો ધિકતો ધંધો
  • અલગ-અલગ યુવતીઓના ફોટા મોકલી રાજકોટમાં બેરોકટોક ધંધો
  • દલાલ અને ગ્રાહક વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લીપ પણ વાયરલ

રાજકોટમાં ચાલતા ઓનલાઈન દેહવેપારનો પર્દાફાશ થયો છે.  શહેરના વિવિધ વિસ્તારમાં કુટણખાના ચાલી રહ્યા છે. મેસેન્જર એપ પર કુટણખાના અંગેની ડીલ થાય છે. જે.ડી નામનો યુવક ખુલ્લેઆમ ગોરખધંધો ચલાવી રહ્યો છે.  જે.ડી.નામના વ્યક્તિએ ગ્રાહકને મહિલાના ફોટા મોકલ્યા હતા. દલાલ અને ગ્રાહક વચ્ચે થયેલી વાતચીતના ઓડિયો પણ વાયરલ થયા છે. જેમાં પોલીસ પણ સાથે હોવાનું જે.ડી.એ જણાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ ઓડિયો ફરતા થતાં રાજકોટ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે.  જોકે, VTV ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટી કરતું નથી. 

વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ્સ પણ વાયરલ
રાજકોટનો જેડી નામનો વ્યક્તિ અલગ અલગ યુવતીઓના ફોટા મોકલી બેરોકટોક ગોરખધંધો ચલાવી રહ્યો છે. જેના વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ્સ પણ વાયરલ થયા છે. જેમાં ફોન નંબર 'JD' નામથી સેવ કરેલો છે. 

વાયરલ સ્ક્રિનશોટ્સ

દલાલ અને ગ્રાહક વચ્ચેની વાતચીત

ગ્રાહકઃ જે.ડી ભાઈ તમે હમણા ફોટા મોકલ્યા પછી મેં તમને વોટ્સએપ કોલ કર્યો હતો, પણ તમે કાપી નાખ્યો. અમે બે જણા છીએ વ્યાજબી કંઈ થશે.
દલાલઃ છેલ્લા 3500 રૂપિયા
ગ્રાહકઃ છેલ્લા 3500 એમને...
દલાલઃ હમમ
ગ્રાહકઃ અને કઈ જગ્યાએ આવવાનું
દલાલઃ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે
ગ્રાહકઃ બીજી કોઈ ચિંતા નથીને 
દલાલઃ ના કંઈ ચિંતા નથી, જે.ડીભાઈ હોય ત્યાં ચિંતા જેવું કંઇ નહોય
ગ્રાહકઃ ત્યાં પોલીસ વધારે હોય છે.
દલાલઃ પોલીસવાળા છોકરા બધા ઘરના જ છે. કેટલીવારમાં આવો છો.
ગ્રાહકઃ હમણા 3.30 વાગ્યે આવું છું.

 

અન્ય એક ઓડિયો ક્લિપમાં દલાલ અને ગ્રાહક વચ્ચેની વાતચીત
 
ગ્રાહકઃ મેં કીધું મારી આવનાર મહેમાન રાત રોકાવાના છે. થઈ જશેને વ્યવસ્થા રોકવાની? 
દલાલઃ વસ્તુ જોઈએ છે કે એમને એમ રાત રોકાવું છે?
ગ્રાહકઃ ના..ના વસ્તુ જોઇશે
દલાલઃ તમે અહીંયા આવો તો ખરા બધું સેટિંગ કરાવી દઉં
ગ્રાહકઃ અને હું એમ કહેતો હતો કે પીવાની વ્યવસ્થા થઈ જશેને
દલાલઃ તમે અહીંયા આવો તો ખરા ફોન ઉપર બધું ન થાય અહીં આવો થઈ જશે બધું
ગ્રાહકઃ મેં કીધું પહેલા એક વાર કંફોર્મ કરી લઈને, અને પીવા માટે કંઈ બ્રાન્ડ મળશે.
દલાલઃ મેકડોલને એવું મળી જાય, બુટલેગર દઈ જતો હોય.
ગ્રાહકઃ મેકડોલ મળી જશેને... ઓકે...ઓકે... ચાલો 
ગ્રાહકઃ કેટલા થશે નાઈટના
દલાલઃ નાઈટના 12000 રૂપિયા
ગ્રાહકઃ અને મેકડોલના કેટલા દેવાના
દલાલઃ મેકડોલના 1200 રૂપિયા
ગ્રાહકઃ બીજી કોઈ ચિંતા નહીંને...
દલાલઃ ના બાપા ના

મોરબીમાંથી ઝડપાયું હતું કુટણખાનું
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ મોરબી શહેરમાંથી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું હતું. મોરબીના લખધીરપુર રોડ પર હેલો કિટી ફેમીલી સ્પા પ્રાઈવેટ લિમીટેડના નામે કુટણખાનું ચલાવવામા આવતું હોવાની બાતમી મળતા એસઓજી ટીમે રેડ કરી હતી. જેમાં મહિલા સંચાલક બહારથી મહિલાઓને કુટણખાનું ચલાવતી હોવાનો પર્દાફાશ થયો હતો. 

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ