બ્રેકિંગ ન્યુઝ
VTV / An army jawan died of bullet injuries in Punjab's Bathinda last night
Megha
Last Updated: 10:19 AM, 13 April 2023
ADVERTISEMENT
પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ગોળીબારમાં સેનાના ચાર જવાનોના મોત બાદ વધુ એક મોટી ઘટના સામે આવી છે. જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે અચાનક રાઈફલમાંથી થયેલા ફાયરિંગને કારણે અન્ય એક જવાનનું મોત થયું છે.
હાલ કહેવામાં આવી રહ્યું છે કે ડ્યુટી પર રહેલા એક જવાનએ અચાનક પોતાની રાઈફલમાંથી ફાયરિંગ થયું જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. મળતી જાણકારી મુજબ જવાનની ઓળખ લઘુરાજ તરીકે થઈ છે અને મૃતક જવાનના મૃતદેહને ભટિંડાની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. જો કે આ વિશે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે આ આકસ્મિક ઘટના છે કે પછી જવાને આત્મહત્યા કરી છે.
ADVERTISEMENT
पंजाब के बठिंडा में बीती रात सेना के एक जवान की गोली लगने से मृत्यु हो गई, उसके सर्विस हथियार से गलती से गोली चल गई। मृतक जवान की पहचान लघु राज शंकर के रूप में हुई है: गुरदीप सिंह, एसएचओ, बठिंडा कैंट पुलिस स्टेशन
— ANI_HindiNews (@AHindinews) April 13, 2023
(फाइल तस्वीर) pic.twitter.com/E7IkpAf2mR
જણાવી દઈએ કે આ મિલિટ્રી સ્ટેશન પર ગઇકાલે એટલે કે બુધવારે વહેલી સવારે ચાર સૈનિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને એ સમયે એ લોકો ભટિંડા લશ્કરી સ્ટેશનમાં તેમની બેરેકમાં સૂઈ રહ્યા હતા. આ સાથે જ હત્યારાઓની હજુ સુધી ઓળખ નથી થઈ અને હત્યાના ઘણા કારણો જાણવામાં આવી રહ્યા છે.
નોંધનિય છે કે હત્યાના સ્થળેથી મળી આવેલા હથિયારો અને INSAS રાઈફલના 19 ખાલી શેલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સાથે જ 9 એપ્રિલના રોજ સ્ટેશનના શસ્ત્રાગારમાંથી 28 રાઉન્ડના મેગેઝિન સાથેની રાઈફલની ચોરી થઈ હતી અને સેનાએ ભટિંડામાં પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી. આ સાથે જ આઈપીસીની કલમ 302 અને આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એ ચારેય સૈનિકો આર્ટિલરીની 80 મીડિયમ રેજિમેન્ટના હતા અને તેમાંથી ત્રણ ખાસ વાહનોના ડ્રાઇવર હતા જેઓ આર્ટિલરી ગન ખેંચતા હતા.
મળતી જાણકારી અનુસાર ભટિંડા કેન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું કે બંને આરોપીઓએ સફેદ કુર્તા-પાયજામા પહેર્યા હતા અને તેમના ચહેરા કપડાથી ઢાંકેલા હતા. ચાર જવાનોની હત્યા કર્યા બાદ બંને જંગલ વિસ્તારમાં ભાગી ગયા હતા. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે, જ્યારે સેના અને પોલીસ કડીઓ માટે સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.