બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / amreli liliya man suicide live video viral in social media

સ્યુસાઇડ / અમરેલીના લીલીયા ગામમાં દિલ્હીના યુવકનો આપઘાત, વીડિયો વાયરલ કરી કહ્યું 'આ લોકોએ મને મરવા માટે મજબૂર કર્યો'

Dhruv

Last Updated: 04:38 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના લીલીયા ગામથી એક યુવકે આપઘાત કર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવકે પોતાના કૌટુબિંકના લોકો હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

  • અમરેલીના લીલીયામાં દિલ્હીના યુવકનો આપઘાત
  • આપઘાત પહેલા યુવકે બનાવેલો વીડિયો આવ્યો સામે
  • કૌટુબિંકના લોકો હેરાનગતિ કરતા હોવાનો વીડિયોમાં આક્ષેપ

અમરેલીના લીલીયા ગામમાં દિલ્હીના એક યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાકેશ હરીકિશન ઉર્ફે પપ્પુ વેસનોયાએ નામના શખ્સે આપઘાત કર્યો છે. રાકેશે આપઘાત કરતા પહેલાં એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં કૌટુબિંકના લોકો હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.  લીલીયા પોલીસે ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી રહી છે.

મારે ફોઇના બે છોકરા છે કે જેને મને મરવા મજબૂર કરી નાખ્યો

યુવકે આપઘાત પહેલાં વીડિયો બનાવી વીડિયોમાં જણાવ્યું કે, 'જ્યારે તમે આ વીડિયો જોતા હશો ત્યારે હું જીવતો નહીં રહું. મારે ફોઇના બે છોકરા છે કે જેને મને મરવા મજબૂર કરી નાખ્યો. મને નકરી ધમકી દઇ રહ્યાં છે. મારા મોતના જવાબદાર ખાલી મારી ફોઇના બે છોકરા છે. એકનું નામ મહેન્દ્ર છે અને એકનું નામ રવિ છે. જે કોઇ આ વીડિયો જુએ તે પોલીસમાં દઇ દે અને એમને મૂકે નહીં કોઇ વાતે.'

યુવકના મૃત્યુ બાદ તેના પરિવારમાં ભારે આક્રંદ

જો કે, આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ યુવકના મૃત્યુ બાદ તેના પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. હાલમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જો કે, તમને જણાવી દઇએ કે આ ઘટનામાં યુવકે આપઘાત પહેલા બનાવેલા વીડિયોના કારણે એમ કહી શકાય કે તેના ફોઇના બે છોકરા પર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી શકે છે. કારણ કે યુવકે પોતાના વીડિયોમાં આપઘાત કરવા પાછળ માત્ર ફોઇના બે દીકરાઓને જ જવાબદાર ગણાવ્યા છે.

વીડિયોમાં રાકેશે આપઘાત કરવા પાછળનું કારણ નથી જણાવ્યું

જો કે, વીડિયોમાં રાકેશ હરીકિશને આપઘાત કરવા પાછળનું કારણ નથી જણાવ્યું. ત્યારે આખરે આ યુવકે કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. યુવકનો પરિવાર પણ આ વીડિયો જોઇને અચંબામાં મૂકાઇ ગયો છે કે આખરે એવું કયુ કારણ હશે કે જેના લીધે રાકેશે આપઘાત કરવાનો વારો આવ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ