બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amreli and Visavadar, a woman has fallen victim to the conspiracy of an impostor Tantrik

ક્રાઈમ / અમરેલીમાં ઢોંગી તાંત્રિકે લાજ લૂંટી! બાળક માટે તડપતી પરીણિતાને દેહવિક્રયના ધંધામાં ધકેલી, 4ની ધરપકડ

Dinesh

Last Updated: 06:59 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli News: અમરેલી અને વિસાવદરમાં એક મહિલા ઢોંગી તાંત્રિકના ષડયંત્રનો શિકાર બની છે, પતિથી અલગ રહેતી રાજકોટની પરીણિતા પોતાના 3 વર્ષના બાળકને મળવા અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાઇ

  • અમરેલીમાં અંધશ્રદ્ધાનો શિકાર બની પરીણિતા 
  • તાંત્રિકે પરીણિતાનું જાતીય શોષણ કર્યુ
  • દેહવિક્રયના ધંધામાં ધકેલાઇ મહિલા 


રાજ્યમાં વધુ એકવાર અંધશ્રદ્ધાનો કિસ્સો ધ્યાને આવ્યો છે. અમરેલી અને વિસાવદરમાં એક મહિલા ઢોંગી તાંત્રિકના ષડયંત્રનો શિકાર બની છે. પતિથી અલગ રહેતી રાજકોટની પરીણિતા પોતાના 3 વર્ષના બાળકને મળવા અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાઇ છે. 

મહિલા મિત્રએ જ તાંત્રિકનો સંપર્ક કરાવ્યો
વડોદરાની પરીણિતાનું તાંત્રિકવિધિના બહાને શારીરિક શોષણ થયાની ફરિયાદ નોંધાઈ છે. જેની વિગતો મુજબ વાત કરીએ તો અલગ અલગ વિધિ કરવાના બહાને ઢોંગી તાંત્રિકે પરીણિતા પાસેથી પૈસા પડાવ્યા હતાં. સાથો સાથ તે મહિલાને દેહવિક્રયના ધંધામાં પણ ધકેલી દેવાઈ હતી.  પરીણિતાને તેની મહિલા મિત્રએ જ દીધો દગો દીધો હોવાનું સામે આવ્યું છે.

વાંચવા જેવું:  'શાળા બહારના પ્રવાસ કે પ્રવૃતિઓ ટાળો', હરણી બોટ દુર્ઘટના બાદ સંચાલક મંડળે જાહેર કરી ગાઈડલાઈન

વિધિઓના નામે પૈસા પડાવ્યા 
પરીણિતાની મિત્ર મહિલાએ ઢોંગી તાંત્રિકનો સંપર્ક કરીને અંધશ્રદ્ધાનો ખેલ રચ્યો હતો. તાંત્રિકે વિધિના નામે પૈસા પડાવી પરીણિતાનું જાતીય શોષણ કર્યુ હતું. તે પરીણિતાને દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવાઈ હતી. જો કે, વિજ્ઞાનજાથાએ અમરેલી SPને રજૂઆત કરતા તાંત્રિક અને સાગરિતો સામે ગુનો નોંધાયો છે, તેમજ આરોપી મુકેશ ભુવા અને સુનિલ રાવળને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપી તાંત્રિક અને મહિલા સાગરિત સહિતના આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ