બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Amit Shah, in parliament, says request Asaduddin Owaisi to accept Z security after AIMIM leader refused it following firing at his convoy

સંસદ / ખતરો જોતા Z કેટેગરી સુરક્ષા સ્વીકારે તો સારુ, ઓવૈસી હુમલા કેસમાં અમિત શાહનું સંસદમાં નિવેદન

Hiralal

Last Updated: 03:18 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના હાપુડમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર થયેલા ફાયરિંગ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં નિવેદન આપ્યું છે.

  • ઓવૈસી હુમલા કેસમાં અમિત શાહનું રાજ્યસભામાં નિવેદન
  • ઓવૈસીનો હાપુડમાં કોઈ કાર્યક્રમ નહતો
  • ઓવૈસીના કાર્યક્રમની તંત્રને જાણ કરાઈ નહોતી
  • શાહની ઓવૈસીને અપીલ-સરકારની સિક્યુરીટી સ્વીકારો 

અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર થયેલા હુમલા પર સોમવારે રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે મંત્રાલય તરફથી નિવેદન આપ્યું હતું. અમિત શાહે કહ્યું કે ઓવૈસીનો હાપુડમાં કોઈ કાર્યક્રમ નહતો કે ન તો વહીવટીતંત્રને તેમના રુટની જાણ કરવામાં આવી હતી. શાહે કહ્યું કે, 3 ફેબ્રુઆરી 2022ના રોજ સાંજે 5.30 વાગ્યે ઓવૈસી જનસંપર્કથી પરત ફરી રહ્યા હતા. ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને ત્રણ સાક્ષીઓએ પણ જોઈ હતી. આ ઘટનાને લઈને પિલખુવામાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. 

હાપુડમાં નહોતો કોઈ કાર્યક્રમ- શાહ

શાહે પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે હાપુડમાં તેમનો (ઓવૈસીનો) કોઈ કાર્યક્રમ નહોતો કે પ્રશાસનને તેની જાણ પણ નહોતી. ઓવૈસી સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી ગયા. હાલ બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઓવૈસીને સુરક્ષા પૂરી પાડવા માટે કહેવામાં આવ્યું હતું. ઝેડ કેટેગરીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ધમકીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. પરંતુ મૌખિક રીતે તેમણે રક્ષણ લેવાની ના પાડી.

Z સિક્યુરીટી સ્વીકારે ઓવૈસી-અમિત શાહ 
અમિત શાહે રાજ્યસભામાં એવી અપીલ કરી કે અસદુદ્દીન ઓવૈસીએ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી  Z સિક્યુરીટી સ્વીકારી લેવી જોઈએ. શાહે કહ્યું કે હુમલા બાદ ઓવૈસીને ઝેડ કેટેગરીની સુરક્ષાની ઓફર કરાઈ હતી પરંતુ તેમણે તે લેવાનો ઈન્કાર કર્યો છે. સરકાર તેમને આ સુરક્ષા લેવાની વિનંતી કરી છે જોકે તેમણે ઈન્કાર કર્યો છે. 

3 ફેબ્રુઆરીએ યુપીના હાપુડમા ઓવૈસીની કાર પર થયું હતું ફાયરિંગ

ઉલ્લેખનીય છે કે 3 ફેબ્રુઆરીએ યુપીના હાપુડમા ઓવૈસીની કાર પર ગોળીબાર કરીને બે અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. ખુદ ઓવૈસીએ ટ્વિટ કરીને તેમની કાર પર ફાયરિંગ થયું હોવાનું જણાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ