બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amidst the natural beauty in Madhyagir of Junagadh, Kankai Biraje is located near the river Shingwada

દેવ દર્શન / અદ્દભૂત છે ગુજરાતનું મા કનકાઈનું મંદિર, દેવકીનું સાતમું સંતાન, કંસને આકાશવાણી પણ તેમણે જ આપેલી

Dinesh

Last Updated: 07:22 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh news: જૂનાગઢ જિલ્લાનાં મધ્યગીરમાં તુલસીશ્યામથી આશરે 22 કિલોમીટર દુર  કુદરતી સૌદર્યની વચ્ચે  શિંગવડા નદી પાસે માં કનકાઈ બિરાજે છે

  • મા કનકાઈનું મંદિર 1475 વર્ષ પહેલાનું
  • સ્કંધ પુરાણના નવમાં અધ્યાયમાં ઉલ્લેખ
  • મા કનકાઈ સુવર્ણ જેવી કાંતિ ધરાવે છે


શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે. મધ્ય ગિરમાં આવેલું શ્રી કનકાઈ માતાજીનુ મંદીર શકિતપુજાનું ઐતિહાસિક સ્થળ છે. પુરુષ નામધારી શિંગવડા નદીનાં ઉદગમ સ્થાન પાસે માં કનકાઈનુ ધામ આવેલું છે. ચારે બાજુના લીલી હરિયાળી વચ્ચે મોરલા ગળાનાં કટકા કરી કરીને "મલ્હાર" આરાધતા હોય ત્યારે વનરાજીની વચ્ચેનાં આ ધર્મસ્થાને આવેલો યાત્રાળુ, ઘડીભર તો સંસારની ઉપાધિઓ જરૂર ભુલી જાય છે. આજે દેવદર્શનમાં આપણે શકિતપીઠ કનકાઇ માતાજીના દર્શન કરીશું.

કુદરતના ખોળે અલૌકિક આનંદ અને પૂર્ણ શાંતિનો અહેસાસ  
ગીરનુ જંગલ, લીલાછમ હરિયાળા ડુંગરા, એશિયાટિક સિંહોની ગર્જના અને પક્ષીઓનો કલરવ, સુંદર વન્ય પ્રાણીઓની અવર જવર. જૂનાગઢ જિલ્લાનાં મધ્યગીરમાં તુલસીશ્યામથી આશરે 22 કિલોમીટર દુર  કુદરતી સૌદર્યની વચ્ચે  શિંગવડા નદી પાસે માં કનકાઈ બિરાજે છે. મધ્ય ગીર માં બિરાજતા મા કનકાઈ નું આ મંદિર 1475 વર્ષ પહેલાનું છે. જેનો ઉલ્લેખ સ્કંધ પુરાણના 9 માં અધ્યાયમાં જોવા મળે છે. જે મુજબ "કનક એટલે સોનુ. મા કનકાઈ સુવર્ણ જેવી કાંતિ ધરાવે છે.

દેશવિદેશથી માઁ કનકાઈના દર્શનાર્થી આવે છે
દેશવિદેશથી દર્શનાર્થી માઁ કનકાઈના દર્શન કરવા કુદરતના ખોળે આવી અલૌકિક આનંદ અને પૂર્ણ શાંતિનો અહેસાસ કરે છે.  કનકાવટી નગરી ના રાજા કનકસેન માઈભક્ત હતા. પ્રજા વત્સલ  ધાર્મિક રાજા કનકસેને  પોતાની સુવર્ણ જડિત નગરીની સુખસમૃદ્ધિ જળવાઈ રહે અને પ્રજાનું હંમેશા કલ્યાણ થાય તેવા શુભ આશય થી મા કનકાઈ ની આરાધના કરી. કઠોર તપસ્યા ને અંતે માતાજી પ્રસન્ન થયા અને કનકસેન રાજાની લાગણી ને ધ્યાને લઇ આ જગ્યાએ સાક્ષાત સ્વરૂપે માતાજી બિરાજ્યા.

વાંચવા જેવું: વાસી ઉત્તરાયણ પછી આ 3 રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય: મકર રાશિમાં આવી જશે સૂર્ય, જાણો કોને થશે લાભ

કંસને આકાશવાણી કરી ચેતવણી આપી હતી 
માઁ કનકાઈ ભગવાન શ્રીકૃષ્ણના બહેન હતા તેવી પણ એક લોક વાયકા છે.દેવકીનું સાતમું સંતાન માઁ કનકાઈએ કંસને આકાશવાણી કરી કહેલું 'તારો કાળ જન્મી ચુક્યો છે. વનવાસ દરમ્યાન અહીં ગીર જંગલમાં ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોના હસ્તે પ્રથમ યજ્ઞ કરાવ્યો હતો. 84 જ્ઞાતિના કુળદેવી હોઈ દરરોજ કોઈને કોઈ વ્યક્તિ કે પરિવાર માતાજીની માનતા અને દર્શને પધારી માના ગરબા અને સ્તુતિ ગાઈ આરાધના અને અનુષ્ઠાન કરે છે  

દુખિયાના દુખ હરનારી
કનકાઈમાંનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત 1864 માં કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ લગભગ 142 વર્ષ પછી  લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી વિક્રમ સંવત 2006માં એક સમિતિની રચના કરી મંદીરનો જીર્ણોધાર કરવામાં આવ્યો અને સંવત 2008 તારીખ૦3/03/1952 ને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મુર્તિ જુના મંદીરમાં હતી તે જ મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. મધ્યગીરમાં આવેલા માં કનકાઈના મંદિરે મુખ્યત્વે ત્રણ ઉત્સવ ઉજવવામાં આવે છે.ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી અને માતાજીનો પાટોત્સવ. આ સમય દરમ્યાન લાખો ભક્તો દર્શનાર્થે આવી  હોમ-હવન અને યજ્ઞાદીનો લાભ મેળવે છે. દુખિયાના દુખ હરનારી ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી સુવર્ણ જેવી કાંતિ ધરાવતી માં  કનકાઈની કૃપા દરેક પર ભક્તો પર વરસતી રહે  જય કનકાઈ માં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ