બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / AMERICA PREMIUM VISA PROCESSING FOR STEM CATGORY INTERNATIONAL INDIAN STUDENTS

દેશ / USA તરફથી ભારતીય વિદ્યાર્થીઓને મોટી ગિફ્ટ: હવે અભ્યાસની સાથે-સાથે જૉબ પણ કરી શકાશે

Vaidehi

Last Updated: 09:13 AM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય ભુતોરિયાએ કહ્યું કે વિદેશી વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે જે લાંબા સમયથી પોતાની OPT મંજૂર થવાની રાહ જોઈ રહ્યાં હતાં. તેનાથી F1 કેટેગરીનાં છાત્રોને અમેરિકામાં રોજગારી માટે પણ મંજૂરી મળી જશે.

  • વિદેશી વિદ્યાર્થીઓને થશે ફાયદો
  • અમેરિકામાં ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓને લાભ
  • ભણવાની સાથે કામ કરવાની તકો

અમેરિકન સરકારે સોમવારે કેટલાક વીઝા આવેદનો માટે પ્રીમિયમ પ્રોસેસિંગ યોજના શરૂ કરી છે. તેનાથી અમેરિતા આવવા ઈચ્છુક આંતરરાષ્ટ્રીય છાત્રોને ફાયદો થશે. વિજ્ઞાન, ટેકનીક, પ્રૌદ્યોગિકી અને ગણિતનું ભણવા ઈચ્છતા અમેરિકા જનારા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.

ભણવાની સાથે કામ કરવાની તકો
અમેરિકાનાં યૂએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસેઝએ એલાન કર્યું છે કે STEMનાં ક્ષેત્રમાં OPT કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીને તેનાથી ફાયદો થશે એટલે કે હવે તેઓ ત્યાં ભણવાની સાથે કામ પણ કરી શકશે. 

ઈમિગ્રેશનમાં થશે ફાયદો
USCIS અનુસાર, વીઝાની પ્રીમિયમ પ્રોસેસિંગ સેવા 6 માર્ચથી શરૂ થઈ ગઈ છે. તો કેટલીક અન્ય કેટેગરી માટે આ સેવા 3 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. USCISનાં નિર્દેશક જદાઉનું કહેવું છે કે F1 છાત્રોને પ્રીમિયમ પ્રોસેસિંગની સાથે ઓનલાઈન ફાઈલિંગ અને ઈમિગ્રેશનમાં પણ ફાયદો આપવામાં આવશે. ભારતીય મૂળનાં અજય ભુતોરિયાએ પણ અમેરિકી સરકારનાં આ પગલાંને વખાણ્યાં છે.

ભારતીય અજય ભુતારિયાએ કરી પ્રશંસા
અજય ભુતોરિયાએ કહ્યું કે વિદેશી વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે જે લાંબા સમયથી પોતાની OPT મંજૂર થવાની રાહ જોઈ રહ્યાં હતાં. તેનાથી F1 કેટેગરીનાં છાત્રોને અમેરિકામાં રોજગારી માટે પણ મંજૂરી મળી જશે. તેનાથી ન માત્ર અમેરિકી અર્થવ્યવસ્થા પરંતુ અહીંના સમાજને પણ ફાયદો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ