બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / America now begins to warn Israel, the possibility that Biden himself will go to explain

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ / અમેરિકાએ હવે ઈઝરાયલને ચેતવણી આપવાની શરૂ કરી, કહ્યું ગાઝા પર કબજો મોટી ભૂલ સાબિત થશે, સમજાવવા માટે બાયડન પોતે જાય તેવી શક્યતા

Priyakant

Last Updated: 10:58 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas War Latest News: રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વ્હાઇટ હાઉસ પાસે જાહેરાત કરવા માટે કોઈપણ પ્રવાસની વિગતો નથી

  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનની ઈઝરાયેલની મુલાકાત અંગે વિચારણા
  • વ્હાઇટ હાઉસ પાસે જાહેરાત કરવા માટે કોઈપણ પ્રવાસની વિગતો નથી
  • ઇઝરાયેલે લાંબા ગાળા માટે પ્રદેશ પર નિયંત્રણ ન રાખવું જોઈએ: જો બાયડન

Israel-Hamas War : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ઈઝરાયેલની મુલાકાત અંગે વિચારણા કરી છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં જ તેમણે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના લાંબા ગાળાના કબજા સામે ચેતવણી આપી હતી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ આંતરિક ચર્ચાઓથી પરિચિત બે લોકોના જણાવ્યા અનુસાર ઇઝરાયેલની મુસાફરી વિશે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વ્હાઇટ હાઉસ પાસે જાહેરાત કરવા માટે કોઈપણ પ્રવાસની વિગતો નથી.

એક ચેનલને આપેલ 60 મિનિટના ઇન્ટરવ્યુમાં જો બાયડને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઇઝરાયેલ યુદ્ધના નિયમો અનુસાર કાર્ય કરશે અને નિર્દોષ નાગરિકોને દવા, ખોરાક અને પાણીની ઍક્સેસ હશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ માને છે કે ઇઝરાયેલે લાંબા ગાળા માટે પ્રદેશ પર નિયંત્રણ ન રાખવું જોઈએ તેના બદલે પ્રદેશ પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા સંચાલિત થવો જોઈએ.

શું કહ્યું જો બાયડને ? 
અમેરિકી પ્રમુખ જો બાયડને કહ્યું કે, મને લાગે છે કે તે એક મોટી ભૂલ હશે. મને લાગે છે કે, ગાઝામાં જે બન્યું તે હમાસ છે અને તે તમામ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી. આ ઇન્ટરવ્યુ રવિવારે રાત્રે પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જ્યારે ઇઝરાયેલી સંરક્ષણ દળો ગાઝા પર ભૂમિ આક્રમણની તૈયારી કરી રહ્યા હતા જેના કારણે હજારો રહેવાસીઓને દક્ષિણ તરફ ભાગી જવાની ફરજ પડી હતી. જેના કારણે મોટા પાયે સ્થળાંતર થતાં માનવીય સંકટ સર્જાયું હતું. પેલેસ્ટિનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગાઝામાં 2,600 થી વધુ લોકો માર્યા ગયા છે.

અમેરિકા રફાહ સરહદ ખોલવા કરે છે દબાણ 
જો બાયડન અને ઇઝરાયેલના નેતાઓ છેલ્લે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠક દરમિયાન મળ્યા હતા. યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકન સાઉદી અને ઇજિપ્તના નેતાઓ સાથે બેઠક કર્યા બાદ સોમવારે ઇઝરાયેલ પરત ફરે તેવી શક્યતા છે અને એક્સિઓસે અહેવાલ આપ્યો છે કે, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીએ પણ જો બાયડને સંઘર્ષ સંબંધિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં આમંત્રણ આપ્યું છે. પેલેસ્ટિનિયન અને ઇઝરાયેલના નેતાઓ સંઘર્ષમાં મધ્યસ્થી કરવા ઇજિપ્ત પર દબાણ કરી રહ્યા છે અને યુએસએ દેશ પર રફાહ સરહદ ક્રોસિંગ ખોલવા દબાણ કર્યું છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને પણ રવિવારે કહ્યું હતું કે, અમેરિકાએ ઈરાની નેતાઓ સાથે બેકચેનલ ચર્ચાઓ કરી હતી જેથી વધતા તણાવ સામે ચેતવણી આપી શકાય.

ગાઝાના રહેવાસીઓ માટે સલામત ક્ષેત્રની સ્થાપના પર ચર્ચા
જો બાયડને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમની ટીમ ગાઝાના રહેવાસીઓ માટે સલામત ક્ષેત્રની સ્થાપના અંગે ચર્ચા કરી રહી છે. સંઘર્ષ ઝોનમાંથી મહિલાઓ અને બાળકોને બહાર કાઢવામાં સહાય અંગે ઇજિપ્તની સરકાર સાથે વાટાઘાટો કરી છે. ઇઝરાયેલીઓ નિર્દોષ નાગરિકોની હત્યા ટાળવા માટે તેમની શક્તિમાં બધું જ કરવા જઈ રહ્યા છે. જો બાયડને કહ્યું કે, હમાસ દ્વારા પ્રારંભિક હુમલા પછી ઇઝરાયેલને જવાબ આપવાની જરૂર છે. જો બાયડને ઇન્ટરવ્યુમાં પુનરોચ્ચાર કર્યો હતો કે, તેઓ યુએસ સૈનિકોને પરિસ્થિતિમાં સીધો હસ્તક્ષેપ કરવા માટે કોઈ કારણ જોતા નથી, જોકે તેમણે ઇઝરાયેલ અને યુક્રેનને વધારાની લશ્કરી સહાય પૂરી પાડવા માટે ધારાશાસ્ત્રીઓ પર દબાણ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ