બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ameesha patel did not like the editing in the film gadar 2

મનોરંજન / Gadar 2 ફિલ્મમાં એવી તે શું ભૂલ હતી કે જેને અમીષા પટેલ ઇચ્છતી હતી બદલવા, કહ્યું 'કાશ એડિટિંગમાં...'

Manisha Jogi

Last Updated: 01:16 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ‘ગદર 2’એ શાનદાર સફળતા મેળવી છે. બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલે 22 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર સકીનાની પ્રતિષ્ઠિત ભૂમિકા ભજવી છે. ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ની સીક્વલને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.

  • ફિલ્મ ‘ગદર 2’એ શાનદાર સફળતા મેળવી
  • અમિષા પટેલે 22 વર્ષ પછી સકીનાની ભૂમિકા ભજવી
  • અમીષા પટેલ ઇચ્છતી હતી બદલવા, કહ્યું 'કાશ એડિટિંગમાં...'

ફિલ્મ ‘ગદર 2’એ શાનદાર સફળતા મેળવી છે. બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલે 22 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર સકીનાની પ્રતિષ્ઠિત ભૂમિકા ભજવી છે. અમીષાએ એક બાબતે ખુલાસો કર્યો છે કે, જે બાબતે તે ફિલ્મમાં બદલવા માંગતી હતી. વર્ષ 2001માં આવેલ બ્લોકબસ્ટર રોમેન્ટીક ડ્રામા ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ની સીક્વલને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. 

22 વર્ષ પછી પણ દર્શકોએ લૂંટાવ્યો પ્રેમ
22 વર્ષ પછી ફિલ્મ ‘ગદર 2’માં સની દેઓલ અને અમીષા પટેલે તારા સિંહ અને સકીનાની ભૂમિકા ભજવી છે. દેમાં નિર્દેશક અનિલ શર્માના દીકરા ઉત્કર્શ શર્મા જીતેની ભૂમિકા ભજવી રહ્યા છે. મુખ્ય અભિનેત્રી અમીષા પટેલે આ ફિલ્મ બાબતે એક ખુલાસો કર્યો છે.

'મેકર્સ ગદર 2માં કંઈક અલગ કરી શકતા હતા'
અમીષા પટેલને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે, ‘શું તમે એવું ઈચ્છતા હતા કે, ગદર 2 સાથે કંઈક અલગ કરવામાં આવે અથવા ફિલ્મમાં બદલાવ કરવા માંગે છે.’ જેનો અમીષા પટેલે જવાબ આપ્યો હતો કે, ‘કંઈ ખાસ નહીં, પરંતુ એડિટિંગમાં કેટલીક બાબતોને વધુ સારી બનાવવામાં આવી શકતી હતી’

ફિલ્મ ‘ગદર 2’ની સફળતા અવિશ્વનીય
ફિલ્મ ‘ગદર 2’ની સફળતા બાબતે અમીષા પટેલે જણાવ્યું છે કે, ‘ફિલ્મ ‘ગદર 2’ને સફળતા મળી છે, અવું લાગી રહ્યું છે કે, ઈતિહાસ જાતે જ ફરી એકવાર બની રહ્યો છે. દર્શકો 22 વર્ષ પછી પણ તારા અને સકીનાને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે.’

અનિલ શર્માએ ડાયરેક્ટ કરેલ ફિલ્મ ‘ગદર 2’માં સની દેઓલ, અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્મા લીડ રોલ ભજવી રહ્યા છે. મનીષ વાધવાએ વિલનનો રોલ અને સિમરત કૌર, ગૌરવ ચોપરા અને લવ સિંહાએ સપોર્ટ રોલ ભજવ્યો છે. ફિલ્મ ‘ગદર 2’એ પહેલા સપ્તાહમાં 284 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને બ્લોકબસ્ટર સાબિત થઈ છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ