બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / AMC: 500 hospitals in Ahmedabad without BU permission

લ્યો બોલો / કોરોનાકાળમાં કોણ શું બગાડી લે..? અમદાવાદની 500 હોસ્પિટલો BU પરમિશન વગર ધમધમે છે, AMC માર્ચમાં કરશે કાર્યવાહી

Vishnu

Last Updated: 11:45 PM, 22 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ખાનગી હોસ્પિટલો મુશ્કેલીમાં, 500 હોસ્પિટલોનું રજિસ્ટ્રેસન થઈ શકે છે રદ્દ!, AMC માર્ચમાં કરી શકે છે કડક કાર્યવાહી

  • BU પરમિશન ન હોવી ભારે પડશે
  • રહેણાકના ઘરમાં હોસ્પિટલ હશે તો ભારે પડશે?
  • કન્સલ્ટન્ટ રૂમની જગ્યાએ હોસ્પિટલો ગેરકાયદે

અમદવાદની 500 હોસ્પિટલો પર બંધ થવાની તલવાર લટકી રહી છે.કોર્પોરેશન બીયુ પરમિશન ફરજિયાત કરે તો શહેરમાં આવેલી 500 હોસ્પિટલો બંધ થવાની શક્યતા છે. માર્ચ 2022માં 2000 હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન રીન્યુ થશે.જેમાંથી 440 હોસ્પિટલો પાસે બીયુ પરમિશન નથી અને કેટલીક હોસ્પિટલો બીયુનું ઉલ્લંઘન કરીને ચાલી રહી છે. ત્યારે હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન રીન્યુ કરવામાં બીયુ ફરજિયાત કરવામાં આવે તો 500 હોસ્પિટલો બંધ થઈ શકે છે.

શું થઇ શકે કાર્યવાહી?
સપ્ટેમ્બર 2021માં એએમસીએ બીયુ પરમિશન ના હોવાને કારણે શહેરની 41 હોસ્પિટલોને સીલ કરી હતી.ત્યારે હવે શહેરની વધુ 500 હોસ્પિટલો પર બંધ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે.માર્ચમાં એએમસી દ્વારા 2 હજાર હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રીન્યુ કરવામાં આવશે.એએમસીએ રજીસ્ટ્રેશન રિન્યુઅલ માટે બીયુ પરમિશન ફરજિયાત કરી છે.આ ઉપરાંત જે હોસ્પિટલો પાસે બીયુ પરમિશન છે તેવી હોસ્પિટલોનું બાંધકામ એએમસીને સબમિટ કરવામાં આવેલા પ્લાન મુજબ છે કે નહીં તેની તપાસ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવશે.એસ્ટેટ વિભગ દ્વારા બીયુ પરમિશનની ચકાસણી કર્યા પછી જ હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન રિન્યુઅલ કરવામાં આવશે.2 હજાર માંથી 440 હોસ્પિટલો પાસે બીયુ પરમિશન નથી.જ્યારે ઘણી હોસ્પિટલો બીયુનું ઉલ્લંઘન કરીને ચાલે છે.ત્યારે આવી 500 હોસ્પિટલો બંધ થઈ શકે છે.આ અંગે એએમસીના અધિકારીઓ કઈ કહેવા તૈયાર નથી.ત્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે એસ્ટેટ વિભાગના અધિકારીઓ બીયુ અંગે ભ્રષ્ટાચાર કરે છે.

રહેણાંક મકાનોમાં ચાલે છે 100 હોસ્પિટલો
અગાઉ એએમસી દ્વારા ડોક્ટરોને તેમના નિવાસસ્થાને કન્સલ્ટન્ટ રૂમ રાખવાની મંજુરી આપવામાં આવી હતી.જેને લઈને કેટલાક ડોકારોએ રહેણાંક મકાનોમાં હોસ્પિટલો શરૂ કરી દીધી છે.રહેણાંક મકાનો પાસે બીયુ પરમિશન છે પણ તે રહેણાંક માટે છે હોસ્પિટલ માટે નથી.ત્યારે આવી હોસ્પિટલોને રજીસ્ટ્રેશન રિન્યુઅલ કરવામાં મુશ્કેલીઓ પડશે.શહેરમાં અંદાજે 100 જેટલી હોસ્પિટલો રહેણાંક મકાનોમાં ચાલે છે.જ્યારે 440 હોસ્પિટલો પાસે બીયુ પરમિશન નથી.આમ 540 ખાનગી હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન રદ્દ થઈ શકે છે.આ અંગે આહનાએ માંગ કરી છે કે જે નવા વિસ્તારો એએમસીમાં સમાવવામાં આવ્યા છે ત્યાં બીયુનો પ્રશ્ન છે.જ્યારે એએમસીમાં નહોતા ત્યારે બીયુની વ્યવસ્થા નહોતી.આ ઉપરાંત કોમર્શિયલ કોમ્પલેક્ષમાં બીયુનો પ્રશ્ન છે તેમાં ડોક્ટરોને બદલે બિલ્ડરો સામે કાર્યવાહી કરવામાં આવે.

BU પરમિશન વીના બિલ્ડિંગોને મંજૂરી કેવી રીતે મળી?
હોસ્પિટલોએ દર વર્ષે માર્ચમાં રજીસ્ટ્રેશન રિન્યુઅલ કરાવવું ફરજીયાત છે.હોસ્પિટલોએ રજીસ્ટ્રેશન રિન્યુઅલ કરવા માટે ઓનલાઇન અરજી કરવી પડશે.અને અરજી કરવા માટે બીયુ પરવાનગી ફરજિયાત છે.ત્યારે આ વર્ષે બીયુ વિનાની અને બીયુનું ઉલ્લંઘન કરતી હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન રદ્દ થવાનો ખતરો ઉભો થયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ