બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / ambani family favourite wildlife sanctuary destination around the world

ટ્રાવેલ / આ છે અંબાણી ફેમિલીના મનપસંદ ટ્રાવેલિંગ places, જેમાંના 4 તો ભારતમાં જ ઉપલબ્ધ છે

Arohi

Last Updated: 12:36 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambani Family: અંબાણી પરિવારના નાના દિકરાની વાત કરીએ તો અનંત અંબાણીને વાઈલ્ડ લાઈફ જગ્યાઓ ખૂબ જ પસંદ છે. જાણો અંબાણી પરિવારના 5 ફેવરેટ વાઈલ્ડ લાઈફ હોલીડે ડેસ્ટીનેશન વિશે.

હાલ દરેક જગ્યા પર અંબાણી ફેમિલીના નાના દિકરા અનંત અંબાણીના પ્રી વેડિંગની ચર્ચા થઈ રહી છે. જામનગરમાં આયોજીત થયેલ આ ત્રણ દિવસીય સમારોહ કોઈ ઉત્સવથી કમ ન હતો. આપણે બધા અંબાણી પરિવારની લાઈફસ્ટાઈલ તો જાણીએ છીએ. અનંત અંબાણીએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેમને વાઈલ્ડ લાઈફ ખૂબ જ પસંદ છે. તેમનું બાળપણ પણ પોપ્યુલર વાઈલ્ડ લાઈફ પ્લેસિસ પર પસાર થયું છે. જાણો દુનિયાભરના એવા પાંચ વાઈલ્ડ લાઈફ હોલીડે ડેસ્ટિનેશન વિશે. 

રણથંભૌર નેશનલ પાર્ક, ભારત 
રાજસ્થાનમાં સ્થિત, રણથંભૌર નેશનલ પાર્ક બંગાળ ટાઈગર્સ માટે ફેમસ છે. આ પાર્ક રાજસ્થાનના સવાઈ માઘોપુર શહેરથી લગભગ 13.5 કિમી દૂર છે. લગભગ 400 વર્ગ કિમીમાં ફેલાયેલા આ પાર્કમાં ચટ્ટાની વિસ્તાર, લીલા જંગલ અને ઐતિહાસિક ખંડર આવેલા છે. વાઘોના ઉપરાંત અહીં નેશનલ પાર્ક ચિત્તા, સ્લોથ ભાલુ, સાંભલ હરણ અને વિવિધ પ્રકારના પક્ષી પ્રજાતીઓનું ઘર છે. 

કાન્હા નેશનલ પાર્ક-ભારત 
મધ્ય પ્રદેશમાં સ્થિત કાન્હા નેશનલ પાર્ક, ભારતની સૌથી મોટી સેન્ચુરીમાંથી એક છે. અહીં પ્રાકૃતિક સૌન્દર્ય, લીલા ઘાસના મેદાન, વાંસના સધન જંગલ અને શાંત વાતાવરણ કોઈ પણ વ્યક્તિને સન્મેહિત કરી શકે છે. 

કાન્હા ખાસ કરીને ટાઈગર્સ માટે ફેમસ છે. અહીં પર્યટકોને સફારી અને જંગલ ટૂર વખતે વાઘ જોવા મળી શકે છે. વાઘ ઉપરાંત અહીં પાર્ક બારહસિંઘા, ભારતીય જંગલી શ્વાન, ભારતીય બાઈસન અને વિવિધ પક્ષી પ્રજાતીઓનું ઘર પણ છે. 

બાંઘવગઢ નેશનલ પાર્ક, ભારત 
બાંઘવગઢ નેશનલ પાર્ક ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના ઉમરિયા જિલ્લામાં સ્થિત એક વાઈલ્ડ લાઈફ સેન્ચુરી છે. આ બંગાળ ટાઈગર્સ માટે ફેમસ છે. પાર્ક ચારે બાજુથી જંગલો, ચટ્ટાની પહાડો અને ઘાસના મેદાનોથી ઘેરાયેલું છે. 

જેની પાસે એક પ્રાચીન બાંધવગઠ કિલ્લો પણ છે. પાર્કમાં વાઘ પ્રાકૃતિક જળકુંડ, ઘણા માનવ નિર્મિક જળકુંડ, ઘણા ઔતિહાસિક સ્મારક અને પ્રાચીન ગુફાઓના અવશેષ છે જે બે હજાર વર્ષના ઈતિહાસનો પુરાવો છે. 

કાઝીરંગા નેશનલ પાર્ક, ભારત 
અસમમાં સ્થિત, કાઝીરંગા નેશનલ પાર્ક ભારતીય ગેંડાની આબાદી માટે પર્યટકોની વચ્ચે ફેમસ થયું છે. પાર્ક બ્રહ્મપુત્ર નદી અને તેમની સહાયક નદીઓથી ઘેરાયેલું છે. જણાવી દઈએ કે કાઝીરંગા એક યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ અને એક બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. 

વધુ વાંચો: 50ની ઉંમરમાં પણ દેખાશો જવાન, એજિંગની સ્પીડને ધીમી કરી નાખે છે આ 8 સુપરફૂડ્સ, આજથી જ ખાવાનું શરૂ કરી દો

એક સીંગ વાળા ગેંડા ઉપરાંત પાર્કમાં એશિયાઈ હાથી, જંગલી જળ ભેંસ, હરણ, બંગાળ ફ્લોરિકન અને ગ્રેટર એડજેન્ટેટ સાસર સહિત પક્ષીની અલગ અલગ પ્રજાતીઓ જોવા મળે છે. જીપ સફારી અને હાથીની સવારી પાર્કને એક્સપ્લોર કરી શકાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ