બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / always check these 5 things in car insurance provider

તમારા કામનું / કાર ઈશ્યોરન્સ કંપની બદલવાનો કરી રહ્યા છો પ્લાન? તો આ 5 વાતોને સૌથી પહેલા કરો ચેક, ફાયદામાં રહેશો

Arohi

Last Updated: 05:27 PM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલીકવાર આપણે આપણી જૂની કાર ઈન્શ્યોરન્સ કંપની બદલવાનું વિચારીએ છીએ. તમારા વાહન માટે વીમા કંપની બદલતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જાણો કઈ...

  • કાર ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે આવાતોનું રાખો ધ્યાન 
  • કંપનીઓ આપે છે અલગ અલગ બેનિફિટ્સ 
  • આ રીતે કમ્પેર કરશો તો ફાયદામાં રહેશો 

તમારી કાર અથવા બાઇક માટે વીમો મેળવવો જેટલું મહત્વનું છે. તેટલું જ વધુ મુશ્કેલ યોગ્ય વીમા કંપની પસંદ કરવાનું છે. આ એટલા માટે કારણ કે આ સમયે માર્કેટમાં ઘણી બધી કંપનીઓ છે. વીમા કંપનીઓ ગ્રાહકોને વિવિધ લાભો સાથે વીમા યોજનાઓ ઓફર કરે છે. 

આવી સ્થિતિમાં ઘણી વખત આપણે આપણી જૂની વીમા કંપની બદલવાનું પણ વિચારીએ છીએ. તમારા વાહન માટે વીમા કંપની બદલતી વખતે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. આવો એક નજર કરીએ વીમા કંપનીઓ બદલતી વખતે કઈ ટિપ્સ કામમાં આવશે.

કવરેજ ઓપ્શનનું રાખો ધ્યાન
સૌથી પહેલા જૂની અને નવી બંને વીમા કંપનીઓમાં ઉપલબ્ધ કવરેજની તુલના કરો. જો નવી કંપની કવરેજની દ્રષ્ટિએ જૂની કંપની કરતાં સારી ન હોય તો વીમા પોલિસી બદલવાનો કોઈ ફાયદો નથી.

પેનલ્ટી ક્લોઝ
વીમા પોલિસીમાં દર્શાવેલ દંડને ધ્યાનથી વાંચો. જો નવી કંપની પાસે જૂની કરતાં વધુ પેનલ્ટી ક્લોઝ છે તો તમારી હાલની વીમા કંપની સાથે રહેવું શ્રેષ્ઠ છે.

નો-ક્લેઈમ બોનસ મળે છે કે નહીં?
જો તમે નવી પોલિસી પસંદ કરી રહ્યા છો તો નો ક્લેમ બોનસ ફોરવર્ડ થવો જોઈએ. પરંતુ હંમેશા તપાસો કે તમારી પોલિસીમાં તેનો ઉલ્લેખ છે કે નહીં.

હાલની કંપની સાથે કરો વાત
ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે હાલની કંપનીને ખબર પડે છે કે તમે કંપની બદલી રહ્યા છો, તો તેઓ તમને સારી ડિલ આપવાનો પ્રયત્ન કરશે. નવી કંપનીમાં તમને જે લાભો આપવામાં આવી રહ્યા છે તેના વિશે આમને કહો.

યોગ્ય રિસર્ચ 
જો તમે પહેલેથી જ નવી વીમા કંપનીમાં સ્વિચ કરવાનું નક્કી કર્યું હોય. તો કાળજીપૂર્વક બધી વસ્તુઓ ચેક કરો. એટલે કે માત્ર ઓછા પ્રીમિયમ અને એક્સટેન્ડેડ કવરેજ જોઈને ઉત્સાહિત થશો નહીં. કંપનીની વિશ્વસનીયતા અને કસ્ટમર રેટિંગ પણ તપાસો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ