બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Allegations of malpractice at MKB University in Bhavnagar

કોની રહેમનજર? / ભાવનગરમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિ: વિદ્યાર્થીના સ્કૂટરની ડીકીમાંથી મળી આવી ઉત્તરવહી, MKB યુનિવર્સિટી પર ભીનું સંકેલવાનો આક્ષેપ

Dinesh

Last Updated: 12:01 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં MKB યુનિવર્સિટીમાં એક્સટર્નલ અભ્યાસક્રમમાં B.Com, M.CoMની પરીક્ષામાં ગેરરીતિ થવાની ઘટના સામે આવી છે. 6 ઉત્તરવહી વિદ્યાર્થીના સ્કૂટરની ડીકીમાંથી મળી આવી.

  • ભાવનગરમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિ
  • MKB યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ
  • 6 ઉત્તરવહી બહારથી મળી આવી


રાજ્યમાં વિવિધ પરીક્ષાઓમાં ગેરરીતિના છબરડા બંધ થવાનું નામ જ ન લેતા હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે રાજ્યમાં વધુ એક પરીક્ષાનો પેપરલીક થયાની ઘટના સામે આવી છે. ભાવનગરમાં MKB યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે

ઉત્તરવહી સ્કૂટરની ડીકીમાંથી મળી આવી
MKB યુનિવર્સિટીમાં એક્સટર્નલ અભ્યાસક્રમમાં B.Com, M.CoMની પરીક્ષામાં ગેરરીતિ થવાની રાવ સામે આવી છે. પરીક્ષામાં ઉત્તરવહી પરીક્ષા ખંડની બહારથી મળી આવી છે. તમને જણાવી દઈએ કે, 6 ઉત્તરવહી એક વિદ્યાર્થીના સ્કૂટરની ડીકીમાંથી મળી આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીએ તમામ ઉત્તરવહી સુપરવાઈઝરને સોંપી છે.

સેનેટ સભ્યના આક્ષેપ
વધુમાં તમને જણાવી દઈએ કે, ઉત્તરવહી બહાર લખાઈ હોવાની સેનેટ સભ્યને આશંકા છે તેમજ ઉત્તરવહી મળવા મામલે સેનેટ સભ્ય મહેબૂબ બ્લોચનો આક્ષેપ કર્યું કે, યુનિવર્સિટી ભીનું સંકેલવાનો કરે છે. તેમણે કહ્યું કે, પરીક્ષાની ઉત્તરવહી બહાર ક્યારે ગઈ ? અને કોણ આ ઉત્તરવહી ને બહાર લઈ ગયું ? તેમજ ક્યાં બ્લોક માંથી આ ઉત્તરવહી બહાર ગઈ? જે સૌથી મોટા સવાલ છે. સેનેટ સભ્યએ કહ્યું કે, ઉત્તરવહી બહાર ગઈ તો બ્લોકના સુપર વાઇઝરએ સેન્ટર ઇન્ચાર્જ ને કેમ ફરિયાદ ના કરી.

કુલ સચિવ કૌશિક ભટ્ટનું નિવેદન
પરીક્ષા કૌભાંડ મામલે કુલ સચિવ કૌશિક ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, બ્લોક સુપરવાઈરને પરીક્ષાની જવાબદારી માંથી મુક્ત કરાયા છે તેમજ આ મામલે પોલીસમાં ફરિયાદ 14 તારીખે કરવામાં આવી છે અને સેન્ટરના સંચાલકને અને સુપરવાઇઝરને નોટિસ પાઠવાઈ છે તેમણે ઉમેર્યું કે, સીસીટીવી મળી આવ્યા છે તેને આધારે જવાબદાર સામે પગલા લેવાશે
 

સળગતા સવાલ
પરીક્ષાની ઉત્તરવહી બહાર કેવી રીતે ગઈ?
આ ઉત્તરવહીને બહાર કોણ લાવ્યું?
ક્યાં બ્લોકમાંથી ઉત્તરવહી બહાર ગઈ? 
ઉત્તરવહી બહાર જવાની સુપર વાઈઝરે ફરિયાદ કેમ ન કરી?
શું યુનિવર્સિટીના સત્તાધીશોની રહેમ નજર હેઠળ ઉત્તરવહી બહાર ગઈ?
ઉત્તરવહી બહાર લઈ જનારા વિરુદ્ધ કાર્યવાહી થશે?
હોંશિયાર વિદ્યાર્થીઓ સાથે ક્યાં સુધી અન્યાય થશે?

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ