બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ALLAHABAD HIGHCOURT ORDERS TO RETURN 15 PERCENT OF SCHOOL FEES DURING CORONA

નિર્ણય / કોરોનામાં વસૂલી ગઈ 15 ટકા સ્કૂલ ફી થશે માફ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો, કોને મળશે લાભ

Vaidehi

Last Updated: 06:47 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPમાં રહેતા માતા-પિતાને રાહતનાં સમાચાર આપતાં અલ્હાબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે વર્ષ 2020-21માં રાજ્યની તમામ સ્કૂલોમાં લેવામાં આવેલી કુલ ફીઝનાં 15% માફ કરવામાં આવશે.

  • સ્કૂલોમાં ફીને લઈને હાઈકોર્ટનો મોટો નિર્ણય
  • કોરોનાકાળમાં વસૂલેલ ફીનાં 15% પરત કરવાનો આદેશ
  • અલ્હાબાદ હાઈકોર્ટે શાળાઓને આપ્યો 2 મહિનાનો સમય

ઉત્તરપ્રદેશમાં કોરોનાકાળ દરમિયાન સ્કૂલોનું સંચાલન સંપૂર્ણરીતે બંધ હતું. કેટલાક જિલ્લાઓમાં ઑનલાઈન ક્લાસ ચાલુ હતી. તેમ છતાં સ્કૂલોએ માતા - પિતાથી સંપૂર્ણ ફીઝ વસૂલી હતી, તેને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે મોટું એલાન કર્યું છે. કોર્ટે સોમવારે આદેશ આપ્યો કે વર્ષ 2020-21માં રાજ્યની તમામ સ્કૂલોમાંથી લેવામાં આવેલી કુલ ફીઝનાં 15% માફ કરી પરત કરવામાં આવશે. આ નિર્ણય જસ્ટિસ રાજેશ બિંદલ અને જે જે મનીરની બેન્ચે સંભળાવ્યો હતો. 

'શિક્ષાનું વ્યવસાયીકરણ છે.'-  SC
હાઈકોર્ટમાં અરજદારોની તરફથી સુપ્રીમ કોર્ટની ઈન્ડિયન સ્કૂલ, જોધપુર બનામ સ્ટેટ ઑફ રાજસ્થાનનાં કેસનો હવાલો પણ સોંપ્યો. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'પ્રાઈવેટ સ્કૂલો દ્વારા કોઈ પણ સેવા પ્રદાન કર્યા વિના ફીઝ માંગવી મુનાફાખોરી અને શિક્ષાનું વ્યવસાયીકરણ છે.'

સ્કૂલોને આપ્યો 2 મહિનાનો સમય
અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે તમામ શાળાઓએ 2020-21માં 
લીધેલ કુલ ફીઝનાં 15% જોડીને આગળનાં સેશનમાં એડજસ્ટ કરવાનું રહેશે. સાથે જ જે બાળકો શાળા છોડીને જતાં રહ્યાં છે તેમને 15% પૈસા પરત કરવાનાં રહેશે. આ તમામ પ્રક્રિયા માટે કોર્ટે તમામ સ્કૂલોને 2 મહિનાનો સમય આપ્યો છે. 

બીજા રાજ્યોએ પણ અનુકરણ કરવા જેવું
હાલમાં તો અલ્હાબાદ હાઈકોર્ટે યુપી પૂરતો આ નિર્ણય લીધો છે પરંતુ બીજા રાજ્યો પણ આનું અનુકરણ કરે તો વાલીઓને મોટી રાહત થાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ