બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / All-rounder Washington Sundar's entry into Team India ahead of the final against Sri Lanka

ક્રિકેટ / Asia Cup 2023: શ્રીલંકા વિરૂદ્ધ ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયામાં સ્ટાર ઓલરાઉન્ડરની એન્ટ્રી, લેશે અક્ષર પટેલનું સ્થાન

Priyakant

Last Updated: 02:05 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023 News: ગત ઇનિંગ દરમિયાન અક્ષર થોડી મુશ્કેલીમાં દેખાયો હતો અને ડગમગતો જોવા મળ્યો હતો, જોકે હવે અક્ષરની જગ્યાએ બેકઅપ તરીકે આ સ્ટાર ઓલરાઉન્ડરની એન્ટ્રી

  • એશિયા કપ 2023ની ફાઈનલ મેચ પહેલા સ્ટાર ઓલરાઉન્ડરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી  
  • બાંગ્લાદેશ સામે 42 રનની શાનદાર ઇનિંગ રમનાર અક્ષર પટેલ ઇજાગ્રસ્ત 
  • સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરની ટીમ ઈન્ડિયાના કેમ્પમાં એન્ટ્રી

Asia Cup 2023 : એશિયા કપ 2023ની ફાઈનલ મેચ પહેલા સ્ટાર ઓલરાઉન્ડરે ટીમ ઈન્ડિયાના કેમ્પમાં એન્ટ્રી કરી લીધી છે. વાત જાણે એમ છે કે, બાંગ્લાદેશ સામે 42 રનની શાનદાર ઇનિંગ રમનાર અક્ષર પટેલ ઇજાગ્રસ્ત છે અને તેના માટે ટાઇટલ મેચમાં રમવું ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદર ને તેના બેકઅપ તરીકે શ્રીલંકા બોલાવવામાં આવ્યો છે.

સ્ટાર ઓલરાઉન્ડર શ્રીલંકા પહોંચશે
અક્ષર પટેલે બાંગ્લાદેશ સામે શાનદાર બેટિંગ કરી હતી અને 38 બોલમાં 42 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન અક્ષરે 3 ચોગ્ગા અને બે ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગ દરમિયાન અક્ષર થોડી મુશ્કેલીમાં દેખાયો હતો અને ડગમગતો જોવા મળ્યો હતો. અક્ષરને હેમસ્ટ્રિંગની સાથે અન્ય ઘણી ઈજાઓ થઈ છે, જેના કારણે તેના માટે એશિયા કપ 2023ની ફાઈનલમાં રમવું મુશ્કેલ છે. 

આ તરફ બેટિંગ દરમિયાન બોલ અક્ષરના હાથ પર ખૂબ જ ઝડપથી વાગ્યો જેના પછી તે પીડામાં જોવા મળ્યો. પીટીઆઈ અનુસાર અક્ષરની ઈજાને જોતા વોશિંગ્ટન સુંદર ને બેકઅપ તરીકે શ્રીલંકા બોલાવવામાં આવ્યો છે અને તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.

બાંગ્લાદેશ સામે થઈ હતી ભારતની હાર
અક્ષર પટેલની જોરદાર ઇનિંગ અને શુભમન ગીલની સદી છતાં ભારતીય ટીમને બાંગ્લાદેશના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. રોમાંચક મેચમાં બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને 6 રને હરાવ્યું. બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલા 266 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 259 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી અને 121 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. ટીમ ઈન્ડિયાએ રવિવારે ફાઇનલમાં શ્રીલંકાનો સામનો કરવાનો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ