બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / All-Round India Thrash Netherlands By 56 Runs

ક્રિકેટ / T20 વર્લ્ડ કપમાં ભારતની બીજી જીત, એક તરફી મેચમાં નેધરલેન્ડને હરાવ્યું, NRRમાં મળ્યો જોરદાર ફાયદો

Hiralal

Last Updated: 04:19 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી20 વર્લ્ડ કપમાં ભારતની બીજી જીત થઈ છે. ભારતે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રમાયેલી ટી20 મેચમાં નેધરલેન્ડને પરાજય આપ્યો છે.

  • ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતની બીજી મેચ
  • નેધરલેન્ડને 56 રનથી આપ્યો પરાજય
  • પહેલા બેટિંગ કરીને ભારતે બનાવ્યાં 179 રન
  • નેધરલેન્ડની ટીમ 123 રનમાં ઓલઆઉટ
  • સુર્યકુમાર યાદવ, રોહિત શર્મા, કોહલીની ફિફ્ટી

ટી20 વર્લ્ડ કપમાં ભારતની જીતનો ગ્રાફ વધી રહ્યો છે. ટી20 વર્લ્ડ કપમાં પહેલા પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યાં બાદ હવે ભારતે નેધરલેન્ડને 56 રનથી હરાવીને બીજી મેચ જીતી લીધી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડીયાએ 20 ઓવરમાં 179 રન બનાવ્યાં હતા. 180 રનનો ટાર્ગેટ પૂરો કરવા માટે ઉતરેલી નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 124 રન જ બનાવી શકી હતી. ભારત વતી સુર્યકુમાર યાદવ, રોહિત શર્મા, કોહલીએ ફિફ્ટી લગાવી હતી. કેપ્ટન રોહિત શર્માએ 53, વિરાટ કોહલીએ 62 અને સુર્યકુમાર યાદવે 51 રન બનાવ્યાં હતા.  ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહને પણ 2-2 વિકેટ મળી હતી. પહેલા સ્પિનરો અને પછી ફાસ્ટ બોલરોએ ટીમ ઈન્ડિયાને જીતાડવામાં મદદ કરી હતી.

ભારતીય બેટર્સનો તરખાટ
ભારત વતી વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ અને રોહિત શર્માએ ફિફ્ટી ફટકારી હતી જેને કારણે ભારતે 179નો સ્કોર બનાવ્યો હતો અને ત્યાર બાદ અક્ષર પટેલ અને ભુવનેશ્વર કુમારની આગેવાનીમાં બોલરોએ નેધરલેન્ડની 123 રન પર અટકાવી દીધું હતું. 

નેધરલેન્ડની ટીમ સસ્તામાં સમેટાઈ ગઈ
ભારતની ઘાતક બેટિંગ અને બોલિંગને કારણે નેધરલેન્ડની ટીમ સસ્તામાં સમેટાઈ ગઈ હતી. નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી. એક રીતે ભારત માટે આ મેચ એકતરફી બની હતી અને નેધરલેન્ડની ટીમ સસ્તામાં સમેટાઈ ગઈ હતી. 
ભારતને મળી બીજી જીત, પોઈન્ટ ટેબલમાં પહોંચ્યું ટોપ પર 
ટી20 વર્લ્ડ કપમાં ભારતની આ બીજી જીત છે. પહેલા ભારતે પાકિસ્તાનને અને હવે નેધરલેન્ડને હરાવ્યું છે. ટી20  વર્લ્ડ કપમાં બે જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું છે. બીજી જીત સાથે ભારત ચાર પોઈન્ટ સાથે ગ્રુપ-2માં ટોચના ક્રમે પહોંચી ગયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ