Monsoon Update News: IMD આગાહી કરી છે કે, આગામી 5 દિવસ સુધી ભારતના પૂર્વ, મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમમાં ચોમાસાનો વરસાદ પડશે
આગામી 24 કલાક દેશના આ રાજ્યો માટે ભારે!
ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
5 દિવસ સુધી પૂર્વ, મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ભારતમાં વરસાદની આગાહી
ભારતના 80 ટકાથી વધુ વિસ્તારને ચોમાસાએ આવરી લીધો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દેશના 24 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોમાં ચોમાસું આગળ વધ્યું છે. IMD આગાહી કરી છે કે, આગામી 5 દિવસ સુધી ભારતના પૂર્વ, મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમમાં ચોમાસાનો વરસાદ પડશે. આ દરમિયાન યુપી, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ જોવા મળશે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવામાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. રાજધાની દિલ્હીમાં પણ ચોમાસાની અસર જોવા મળી રહી છે. આજે પણ IMDએ અહીં વાદળછાયું વાતાવરણ અને વરસાદની આગાહી કરી છે. આ સિવાય દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યોમાં ચોમાસાનો વરસાદ પડશે. આસામમાં વરસાદી માહોલ જાહેર છે, જેના કારણે બ્રહ્મપુત્રા નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. લાખો લોકોને અસર થઈ છે.
#WATCH | Heavy rain lashes parts of Delhi, visuals from RK Puram.
As per IMD, leaving some parts of northwest India, the monsoon has impacted almost the entire country. pic.twitter.com/DlV5dJXdj7
હિમાચલ પ્રદેશની નદીઓમાં પાણીનો પ્રવાહ તેજ
આ દરમિયાન હિમાચલ પ્રદેશની નદીઓમાં પાણીનો પ્રવાહ તેજ છે. પ્રવાસીઓને આગામી કેટલાક દિવસો સુધી હિમાચલ ન જવાની સલાહ આપવામાં આવી છે. વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે રસ્તાઓ જામ થઈ રહ્યા છે, પાણીના ઝડપી પ્રવાહને કારણે ધોવાણ થઈ રહ્યું છે.
Sub-Himalaya West Bengal & Sikkim: CoochBehar-4, Gangtok-2, Jalpaiguri-1; Saurashtra & Kutch: Bhaunagar-3,Rajkot, Naliya-1 each; West Rajasthan: Jaisalmer-3, Barmer-1; Vidarbha-Gondia-3; Gangetic West Bengal: Bankura-3, Shanti Niketan-1; Assam: Guwahati-3; Bihar: Sabaur-2;
— India Meteorological Department (@Indiametdept) June 27, 2023
હવામાન વિભાગે શું આગાહી કરી ?
IMDએ આગાહી કરી છે કે, ઉત્તર પ્રદેશમાં 29 જૂનથી ચોમાસાની અસર તેની ટોચ પર રહેશે. સમગ્ર રાજ્યમાં 1 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના કેટલાક ભાગોમાં 2 અને 3 જુલાઈએ પણ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. આજે હવામાન વિભાગે પશ્ચિમ યુપીમાં સામાન્ય વરસાદની આશા વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના આ ભાગમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.
આજે અહી વરસાદની આગાહી
IMD એ આજે ઉત્તરાખંડના 7 જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન એજન્સીએ નૈનીતાલ, ચંપાવત, ટિહરી, પૌરી, દેહરાદૂન, બાગેશ્વર અને પિથોરાગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે. એક તરફ યુપીમાં ચોમાસાની અસર દેખાઈ રહી છે, જ્યારે પડોશી રાજ્ય બિહારમાં વરસાદ નથી.
બિહારમાં 122 વર્ષનો રેકોર્ડ તૂટી શકે
આ તરફ હવે બિહારમાં જૂન મહિનામાં ઓછા વરસાદનો 122 વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. હવે જૂન પુરો થવામાં માત્ર 2 દિવસ બાકી છે, પરંતુ રાજ્યમાં માત્ર 28.6 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ પાસે 1901 થી ડેટા ઉપલબ્ધ છે, જે મુજબ બિહારમાં જૂન મહિનામાં સૌથી ઓછો વરસાદ 1926માં 41.1 મીમી હતો. જોકે રાહતના સમાચાર આપતા IMDએ કહ્યું કે, આગામી થોડા દિવસોમાં રાજ્યમાં વરસાદ માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી નથી. કેરળમાં 8 જૂને ચોમાસું આવી ગયું હતું, પરંતુ રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. ચોમાસાના કારણે કેરળમાં આ સમયગાળા દરમિયાન સામાન્ય વરસાદ કરતાં આ વર્ષે અત્યાર સુધીમાં 65 ટકા ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે.